ફુડ એન્ડ ડ્રગ્સ નિયંત્રણ અધિકારી શ્રી શેખની ટીમનો સપાટો : નખત્રાણામાં કોકાનેટ ઓઈલમાં ભેળસેળનો ભાંડાફોળ : મિનરલ ઓઈલની મીલાવટનો સત્તાવાર ખુલાસો

પૃથકરણ બાદ સેમ્પલ ‘અનસેફ’આવતા હાથ ધરાઈ કાર્યવાહી : સેેમ્પલ રીપોર્ટ અહેવાલના આધારે ન્યાયીક કાર્યવાહી હાથ ધરવાની આદરાઈ તજવીજ : રાજકોટના ઉત્પાદક-સપ્લાય સુધી તપાસનો લંબાશે રેલો : કોર્ટમાં કેસ દાખલ કરવા

 

ગાંધીધામ : કચ્છમાં કોકોનેટ(કોપરેલ)તેલમાં ભેળસેળ કરનારા તત્વોને માટે શબકરૂપ કિસ્સો સામે આવવા પામી રહ્યો છે. નખત્રાણાની એક કીડાણાની દુકાનમાંથી લેીધેલા સેમ્પલનો નમુનો ફેલ થવાની સાથે જ કોકોનેટ ઓઈલમાં ભેળેસેળનો ભાંડાફોળ થવા પામી ગયો છે.
આ મામલે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ કચ્છના ડેજીગ્નેટેડ ઓફીસર શ્રી એમ.જી.શેખની સાથે વાતચીત કરવામ આવતા તેઓએ જણાવ્યુ હતુ કે, ર૯-૧ર-૧૭ના રોજ જી.કે. પટેલ ફુડ એફીસર નખત્રાણા ખાતે વીરાણી રોડ પર આવેલ કે.એસ.કિરાણા પેઢી, સોઢા હોસ્પીટલની સામેના ભાગમાંથી પ્રદીપભાઈ ઈશ્વરભાઈ છાભૈયાના ત્યાથી કોકોનેટ ઓઈલનું સેમ્પલ લેવામા આવ્યુ હતુ અને તે સેમ્પલને વિશીષ્ટ પૃથકરણ માટે મોકલી આપવામા આવેલ હતુ જેનો રીપોર્ટ આવી ગયો છે અને તે રીજેકટ થવા પામ્યો છે અને સ્પષ્ટ રીતે અનસેફ જ હોવાનો ખુલાસો થયો છે. કોકોનેટ ઓઈલમાં મીનરલ ઓઈલની મીલાવટની માત્રા જોવામા આવી છે અને તેથી જ તે લાનેના સ્વાસ્થય માટે હાનીકારક જ સાબીત થવા પામી શકે તેમ હોવાથી આ સમગ્ર પ્રકરણની હવે આગામી કાર્યવાહી ન્યાયીક ધોરણે હાથ ધરવા માટે વડી કચેરીને જાણ કરી દેવામા આવી હોવાનુ જાણવા મળી રહ્યુ છે.
નોધનીય છે કે વીરાસત બ્રાન્ડના કોકોનેટ ઓઈલની પ૦૦ મીલીનું કંપની પેકનો સેમ્પલ લેવામા આવ્યો હતો. જેનો નમુનો અનસેફ આવલ છે તેનું વેંચાણ પ્રદીપભાઈ ઈશ્રવરભાઈ છાભૈયા કરતા હતા તથા તેનું સપ્લાય સપ્લાય શુગ એન્ટરપ્રાઈજ ર૦ર, સહજ એપાર્ટમેન્ટ, પાંચ- રામકૃષ્ણ નગર, યાજ્ઞીક રોડ રાજકોટના હેમાંતભાઈ પરેશભાઈ મહેતા કરતા હતા જયારે આ તેલનું ઉત્પાદક શ્રી સરલ ફુડ પ્રોડકટ રીદ્ધી સીદ્ધી સોયાટી રેલવે બ્રોડ કોઠરીયા રોડ રાજકોટના પીયુષભાઈ પોપટ હરસુડાઓનું નામ બહાર આવવા પામ્યુ છે અને આ તમામની સામે ન્યાયકી ધોરણે કાર્યવાહી કરવાની ગતીવીધીઓ તેજ બનાવવામા આવી છે.