ફી વધારાની દરખાસ્તમાં લેટ લતીફ રહેનાર કચ્છની ત્રણ પ્રા. શાળાઓનું ભાવિ ફી નિર્ધારણ કમિટીના હાથમાં

ભુજ : ખાનગી શાળાઓ દ્વારા ફીના નામે ચલાવાતી રીતસરની ઉઘાડી લૂંટ સામે રાજ્ય સરકારે ફી નિર્ધારણ કમિટીનો ડંડો પછાડતા ખાનગી શાળા સંચાલકોના પગતળેથી જમીન જ સરકી જવા પામી છે. તો અનેક શાળા સંચાલકો કે જેઓ વધુ ફી વસુલવા માટે જ આદિ બની ગયા હોઈ આવી શાળાઓ દ્વારા ફી નિર્ધારણ કમીટી સમક્ષ દરખાસ્ત કરી વધુ ફી વસુલવા માટે રજૂઆત કરાતા હાલે આ તમામ શાળાઓની સુનવણી ચાલી રહી છે. ત્યારે કચ્છની પણ ૪પ પ્રાથમિક ખાનગી શાળાઓ દ્વારા ફી નિર્ધારણ કમીટીના નિર્ધારણ ફી ધોરણથી વધુ ફી વસુલવા માટે દરખાસ્ત કરી હતી. ત્યારે આ શાળાઓની હાલે અંતિમ સુનવણી ચાલી રહી છે. તેવા સમય ફી વધારાની દરખાસ્તમાં લેટ લતીફ રહેનાર જિલ્લાની ત્રણ પ્રાથમિક શાળાઓએ મોડેથી ફી વધારવા માટે દરખાસ્ત કરતા આવી શાળાઓ સામે શિક્ષણ તંત્ર દ્વારા લાલ આંખ કરાઈ હતી. ત્યારે હવે આ મુદ્દો અમદાવાદ કક્ષાએ પહોંચતા આ તમામ શાળાઓનું ભાવી ફી નીર્ધારણ કમીટીના નિર્ણય પર નિર્ભર બન્યું છે.
આ અંગેની વિગતો મુજબ ફી નિર્ધારણ કમીટીના નિર્ધારીત ફી ધોરણ એટલે પ્રાથમિક શાળાઓ માટે વાર્ષિક નક્કી કરાયેલ ૧પ૦૦૦ની ફી મર્યાદાથી વધુ ફી વસુલવા માંગતી શાળાઓ માટે ર૪-પ સુધી ફી નીર્ધારણ કમીટી સમક્ષ દરખાસ્ત કરવાની છૂટ અપાઈ હતી. જે અંતર્ગત કચ્છ જિલ્લાની ૪પ શાળાઓએ ફી વધારવા માટે કમીટી સમક્ષ દરખાસ્ત કરી હતી. જા કે, આ શાળાઓ પૈકીની મોટા ભાગની શાળાઓ ફી નિર્ધારણ સમીતીની સુનવણી પ્રક્રિયા દરમ્યાન ફી વધારવા માટેના યોગ્ય આધાર – પુરાવાઓ રજૂ કરવામાં નિષ્ફળ રહેતા આવી શાળાઓએ સમિતિના આદેશ મુજબ ફી વસુલવા માટે સંમતિ રજૂ કરી દીધેલ. જા કે, જિલ્લાની મોડે મોડે જાગેલ ત્રણ શાળાઓએ નિર્ધારીત સમય મર્યાદા બાદ ફી વધારવા માટેની દરખાસ્ત કરી હતી. જેના લીધે જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા આ શાળાઓ પાસેથી ખુલાસા પણ મંગાયા હતા. જે ખુલાસાઓ જિલ્લા કક્ષાએથી અમદાવાદ ખાતેની ફી નિર્ધારીત કમીટી સમક્ષ મુકાયા હતા. અને આ ખુલાસાઓને આધારે ફી નિર્ધારણ કમીટી દ્વારા આ ત્રણ શાળાઓની સુનાવણી હાથ ધરવાનું નક્કી કરાયું છે. જા કે, હજુ આ શાળાઓને સુનાવણી માટેની તારીખ ફાળવાઈ ન હોઈ આ શાળાઓ પર લેટ લતીફી બદલ કેવા આકરા પગલાં લેવાશે તેની ચર્ચા જિલ્લા શિક્ષણ વર્તુળમાં જાવા મળી રહી છે. ત્યારે આ ત્રણ લેટ લતીફ શાળાઓનું ભાવિ હવે ફી નિર્ધારણ કમીટીના હાથમાં છે તેમ કહેવું અતિશ્યોક્તભર્યું નહીં ગણાય.