ફિ નિયમન મુદ્દે સુપ્રીમનો ચુકાદો  શાળા સંચાલકોને મોટો ઝટકો

બે અઠવાડીયામાં શાળાઓને ફિનો પ્રસ્તાવ કમીટીને આપવા કર્યો નિર્દેશ : ઘોડેસવારી-સ્વીમીંગની ફિ બિનજરૂરી વસુલી ન શકાય : ટ્રાન્સપોર્ટની ફિ પણ અનિવાર્ય ન હોઈ શકે : વાલીઓને આંશીક રાહત

ઈત્તર ફિનુુ લીસ્ટ આપશે સરકાર : ઈત્તર ફી અંગે દબાણ ન કરી શકાય : વધુ સુનાવણી એક માસ બાદ હાથ ધરાશે : ઈત્તર ફી શાળાઓ નહી સરકાર કરશે નકકી

 

એસસીના શાળા સંચાલકો સામે કડક વલણના મુખ્ય અંશ
• ૧૬૦૦૦ પૈકીની ૧૮૬૩ સ્કુલોને હવે બે અઠવાડીયામાં પ્રસ્તાવ રજુ કરવો પડશે • ગુજરાત સરકાર તે પછી શાળાઓને જરૂરી-બિનજરૂરી ફી અંગે કરશે જાણ • પ્રસ્તાવ નહી આપે તે શાળા સામે લેવાશે કડક પગલા • પ્રસ્તાવ મળ્યા બાદ સરકાર દ્વારા ચીઠ્ઠી લખી શાળાઓને ફી અંગે કરશે જાણ • ઘોડેસવારી-સ્વીમીંગની ફી જરૂરી ન હોઈ શકે • ટ્રાન્સપોટેશનની ફી પણ અનીવાર્ય ન હોઈ શકે • ઈત્તર ફીનું લીસ્ટ આપશે સરકાર • ઈત્તર ફી અંગે દબાણ ન કરી શકાય

 

નવી દિલ્હી : ગુજરાત સરકાર દ્વારા દેશની વડી અદાલતમાં દાખલ કરવામા આવેલી અરજી પર આજ રોજ સુપ્રીમકોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામા આવી હતી અને તે સલગ્ન લાલંઆંખ કરતા જરૂરી આદેશો આપવામાં આવ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પમી રહ્યા છે.
ગુજરાત સરકાર દ્વારા આજ રોજ કહેવામા આવ્યુ હતુ કે, ૧૮૦૦ જેટલી શાળાઓએ સરકાર અને કમીટી સમક્ષ પોતાનો પ્રસ્તાવ રજુ નથી કર્યો અને તે બાબતે આજ રોજ સુપ્રીમ દ્વારા આ સ્કુલોને બે અઠવાડીયાનો સમય અપાયો છે અને તે સમયમર્યાદામાં પ્રસ્તાવ રજુ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને તે પછી ગુજરાત સરકાર શાળાઓને ચીઠ્ઠી મારફતે જાણ કરશે અને તે પછી જ હકીકતમાં ફિનો દર નિશ્ચિત થવા પામી શકે તેમ માનવામા આવી રહ્યુ છે. આ ઉપરંત આજ રોજ સરકાર દ્વારા શાળા સંચાલકોને જે ઝટકો આપવામ આવ્યો છે તે અનુસાર ઘોડેસવારી અને સ્વીમીગ સહિતની બિનજરૂરી ફી વસુલી શકાય નહી. આ ઉપરાંત સુપ્રીમ દ્વારા એવો પણ નિર્દેશ આપવામા આવ્યો છે કે, ટ્રાન્સપોર્ટની ફી પણ અનિવાર્ય ન હોઈ શકે તેવો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે.
આજ રોજ સુપ્રીમકોર્ટ દ્વારા જે નિદેશો આપ્યા છે તેમાં જણાવ્યુ છે કે,ઈત્તર ફી શાળા સંચાલકો નકકી નહી કરે તે સરકાર નકકી કરશે અને તેનું એક ચોકકસ લીસ્ટ બનાવવામા આવશે. આ ઉપરાંત હવે પછી આ કેસની સુનાવણી આગામી ૧ માસ બાદ કરવામા આવશે. ઉપરાંત સુપ્રીમ દ્વરા એવો પણ આદેશ શાળાઓને અપાયો છે કે તેઓ બે અઠવાડીયામાં ફીનો પ્રસ્તાવ કમીટી સમક્ષ રજુ કરે. જરૂરી અને બિનજરૂરી ફી મામલે રાજ સરકાર શાળાઓને લેખિતમાં ચીઠ્ઠી મારફતે જાણ કરશે. ઉપરાંત સ્વીમીંગ અને ઘોડેસવારીની ફી ફરજીયાત ન વસુલી શકાય. ઉપરાંત ટ્રાન્સપોેર્ટેશનની ફી પણ અનિવાર્ય ન કરી શકાય.