ફિલ્મ પ્રોડક્શન હાઉસના ૧૫૦ કર્મચારી સાથે વેક્સિનેશન ફ્રોડ

(જી.એન.એસ)મુંબઇ,ફિલ્મ પ્રોડક્શન હાઉસના ૧૫૦ જેટલા કર્મચારી સાથે વૅક્સિનેશન ફ્રોડ કરવા પ્રકરણે વર્સોવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. કાંદિવલીની હાઉસિંગ સોસાયટીના રહેવાસીઓને છેતરનારા ગ્રુપે જ પ્રોડક્શન હાઉસના કર્મચારીઓને છેતર્યા હોવાથી તેમની સામે બીજો એફઆઈઆર નોંધાયો હતો.સૂત્રોના જણાવ્યા મુજબ અંધેરી પશ્રિ્‌ચમમાં આવેલા પ્રોડક્શન હાઉસના કર્મચારી અને તેમના પરિવારજનોને ૨૯ મેના રોજ વૅક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. કાંદિવલી પોલીસે ધરપકડ કરેલા આરોપીઓના જૂથે જ અંધેરીમાં પણ વૅક્સિનેશન કૅમ્પનું આયોજન કર્યું હતું. વૅક્સિનેશન બાદ કર્મચારીઓને સર્ટિફિકેટ મોકલવામાં ન આવતાં તેમને શંકા ગઈ હતી.
પોલીસના જણાવ્યા મુજબ કાંદિવલીની સોસાયટીના રહેવાસીઓને છેતરવાના કેસમાં અને અંધેરીના કેસમાં સંડોવાયેલા આરોપી અને મોડરઑપરેન્ડી સરખી છે. કાંદિવલી પોલીસની તપાસ પૂરી થયા બાદ આરોપીઓની કસ્ટડી વર્સોવાના કેસમાં માગવામાં આવશે.