ફલેટ ખરીદવા છ લાખ માવતરેથી નહીં લાવતા મુન્દ્રાની પરિણીતાને કાઢી મુકતા સાસરીયા

મુન્દ્રા : શહેરના ઉમિયાનગર આશાપુરા-૩માં રહેતી પરિણીતાને ત્રાસ આપી કાઢી મુકતા સાસરીયા સામે ગુન્હો નોંધાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ મિતલબેન વિશાલભાઈ બગડા (ઉ.વ.રર)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે તેણીના લગ્ન ૧૯-૧-૧૪ના વિશાલ પુનશી બગડા સાથે થયા હતા. લગ્નજીવન દરમ્યાન તેણીના પતિ વિશાલ બગડા, સાસુ આસબેન પુનશી બગડા, સસરા પુનશી રામજી બગડાએ નાની નાની બાબતે મેણા-ટોણા મારી મારકુટ કરી શારીરિક માનસિક ત્રાસ ગુજારતા હતા જ્યારે તેણીના પતિ વિશાલે ફલેટ ખરીદવા માટે તેણીના માવતરેથી છ લાખ લઈ આવવાનું જણાવતા તેણીએ તેમની દહેજની માંગ પૂરી ન કરતા ત્રણેય જણાઓએ પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકતા આદિપુર મહિલા પોલીસે આરોપીઓ સામે દહેજ ધારા હેઠળ ગુન્હો નોંધી ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરેલ છે.