ફરી વધ્યા પેટ્રોલ-ડિઝલના ભાવ : આ જ છે અચ્છે દિન !

મુંબઈ : મહારાષ્ટ્રમાં ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાએ ભાજપ પર ફરીવાર નિશાન સાધ્યુ છે. શિવસેનાએ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતના વિરોધમાં મુંબઈમાં પોસ્ટર લગાવ્યા છે. શિવસેનાના પોસ્ટરમાં અચ્છે દિનના નામે કટાક્ષ કરવામાં આવ્યો છે.પોસ્ટરમાં લખવામાં આવ્યુ છે કે, આ છે અચ્છે દિન. મુંબઈમાં
પેટ્રોલની કિંમતમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે મુંબઈમાં
પેટ્રોલની કિંમતે ૮૭.૮૯ રૂપિયા પ્રતિ લીટરની સપાટીએ પહોંચી છે.
પેટ્રોલ ડીઝલની વધતી કિંમતના કારણે મોંઘવારી બે કાબૂ બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે શિવસેના સહિત વિપક્ષની પાર્ટીએ સરકાર પર નિશાન સાધી રહી છે.