ફરી કોરોનાના પોઝિટીવ કેસોના ઘટાડા સાથે આજે 103 કેસ

ભુજ : ક્ચ્છ જિલ્લામાં કોરોનાના કેસોમાં ઉતારચડાવ વચ્ચે આજે ફરી પોઝિટીવ કેસોમાં ઘટાડો નોંધાયો છે. ગઈકાલે કચ્છમાં 134 દર્દી સંક્રમિત બન્યા હતા. જેમા આજે ઘટાડા સાથે 103 કેસ નોંધાયા હતા. તો રાજ્યની યાદી મુજબ આ મહામારીથી 2 દર્દીઓનું મોત નીપજ્યુ હતુ. રાજ્યમાં કોરોનાના પોઝિટીવ કેસના પ્રમાણમાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં આજે કોરોનાના કેસો ઘટીને 4,251 નોંધાયા હતા. તેમજ 8 હજાર 783 દર્દીઓ સાજા થયા છે. કચ્છમાં આજે 103 વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત બન્યા છે. જ્યારે વધુ 2 દર્દીનું મોત નિપજ્યું છે. તેમજ 190 દર્દીઓ સ્વસ્થ થતા રજા અપાઈ હોવાનું રાજ્ય સરકારની યાદી જણાવાયુ હતુ. રાજ્ય સહિત કચ્છમાં કોરોનાના કેસોના ઉતારચડાવ વચ્ચે બીજી લહેર તેના અંતિમ તબક્કામાં હોવાનું નિષ્ણાતો કહી રહ્યા છે.