ફતેહગઢ – મૌવાણા રોડ પર સગીરાને બદ ઈરાદાથી જોતા આરોપી સામે પોકસો હેઠળ ગુનો દાખલ

(ક્રાઈમ પ્રતિનિધિ)રાપર : તાલુકાના ફતેહગઢ ગામે સગીરાને બદ ઈરાદાથી જોતા આરોપી સામે પોલીસ મથકે પોકસો સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવાઈ છે.રાપર પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ ગઈકાલે સવારે આ બનાવ બન્યો હતો. ફરિયાદીની ૧૩ વર્ષ ૧૧ માસની દિકરી ઘરના આંગણામાંથી કચરો વાળી ઘરની સામે ફતેહગઢ – મૌવાણ રોડ પર આવેલા વાડામાં કચરો નાખી પરત ઘરે આવતી હતી, ત્યારે રોડ પર સુજાપરવાંઢના નાનજી ખોડા કોલી નામના આરોપીએ સગીરાને આંખ મારી બદ ઈરાદાથી સગીરાનો હાથ પકડતા તેણીએ રાડા રાડ કરી હતી, જેથી
આરોપી નાસી છુટ્યો હતો. સગીરાએ ઘરે જઈ તેના પિતાને વાત કરતા પિતાએ રાપર પોલીસ મથકે આરોપી નાનજી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. રાપર પોલીસે આરોપી સામે ઈપીકો કલમ ૩પ૪ અને પોકસો કલમ ૧ર મુજબ ગુનો દાખલ કરી તપાસ પીએસઆઈ જે. એચ. ગઢવીએ સંભાળી છે.