ફતેહગઢની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત

પાણી ભરવા જતા પગ લપસી જતા ગરકાવ થઈ ગયો : તરવૈયાઓની મદદથી મૃતદેહ બહાર કઢાયો

 

રાપર : તાલુકાના ફતેહગઢ ગામે આવેલી કેનાલના પાણીમાં ડુબી જવાથી યુવાનનું મોત થયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ ફતેહગઢ ગામે રહેતા હરખા માના પટેલ (ઉ.વ. રર) ગઈકાલે નર્મદા કેનાલમાં પાણી ભરવા ગયેલા ત્યારે અકસ્માતે પગ લપસી જતા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, તેને શોધવા માટે તરવૈયા તથા એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવી હતી. દરમ્યાન કલાકોની જહેમતના અંતે હતભાગીનો મૃતદેહ શોધી કાઢવામાં સફળતા મળી હતી. હતભાગીના અકાળે મોતથી પરિવારજનો તથા મિત્ર વર્તુળોમાં ગમગીની છવાઈ જવા પામી હતી. આ બાબતે રાપર પોલીસનો સંપર્ક સાધતા આ લખાય છે ત્યાં સુધી સત્તાવાર જાહેરાત ન થઈ હોવાનું જણાવ્યું હતું.