• આને જ કહેવાય… રઢ પણ ગઈ… અને રસી પણ ગઈ…

દેશમાં કોરોના વકરતો રહ્યો અને સરકારે તેમના પદાધિકારી-અધિકારીઓને ચુંટણીઓ-સરકારી તાયફાઓમાં જ રાખ્યા વ્યસ્ત, કોરોનાની ન સેવી સમયસર સાચી ચિંતા :રેકોર્ડ-ઈતિહાસ રચવાના ત્રાગા-તાયફામાં દેશનો વાળી નાખ્યો નખ્ખોદ…!

મહામારી સામેની વ્યવસ્થાઓની નિષ્ફળતા મુદ્દે વૈશ્વિક તબક્કે ટીમ મોદીની થઈ રહી છે ફજેતી..થું.થું..! : નમસ્તે ટ્રમ્પમાં કોરોનાની આલબેલ છતા હજારોની સંખ્યામાં જનમેદનીને અમદાવાદમાં કરી એકઠી તો બીજા રાઉન્ડમાં પશ્ચિમ બંગાળમાં કચ્છથી કન્યાકુમારી સુધીના કાર્યકર્રો-નેતાઓને પ્રચાર માટે મેદાનમાં ઉતારીને સંક્રમણને દેશવ્યાપી ફેલવવાનો આપ્યો સીધો-સરળ મોકો

૫ાંચ રાજ્યોમાં ચૂંટણીઓ કરીજ તો ગાંધીનગર મ.ન.પા.ની ચૂંટણી પણ કરાવો : કેમ રાખી દીધી મોકૂફ ? અહીં ચૂંટણી યોજાત તો કેટલા વીસે ૧૦૦ થાય તેનો ખ્યાલ આવી જાત ને…!

સંસદીય સમિતીએ ધ્યાન દોરેલ હતુ કે, ઓકિસજનની વ્યવસ્થા વધારો, કોરેાના આફત આવી રહી છે, પણ પશ્ચિમ બંગાળની ચુંટણીઓમા એટલા મશગુલ હતા કે દેશ બરબાદ થાય તો ભલે થાય પણ બંગાળની ચુંટણી જીતવી અને ઈતિહાસ રચવો…ખરેખર ઈતિહાસ બન્યો પણ ખરો..પરંતુ કોરોનાના કોપનો..! ઘણાની હાય મળશે અને તે પણ ઈતિહાસ જ કહેશે…! : સિનિયર લોકો-આગેવાનો-નેતાઓની સલાહ લઈને દેશના હિતમાં નિર્ણયો લેવા જોઈએ, માત્ર અને માત્ર હાલમાં પોતાનો ઈતિહાસ રચવાની ચિંતા કરીને પ્રજાનો ખો ન નીકળે તે જોવુ જરૂરી છે

ગાંધીધામ : કોરોના સંકટને પહોંચી વળવામાં મોદી સરકાર નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપો સાથે વૈશ્વિક મીડિયા મોદી પર તૂટી પડયું છે. બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોનાં અખબારો મોદીની ઝાટકણી કાઢી રહ્યાં છે. આ મુદ્દે મોદી સરકાર પણ ચૂપ છે અને મોદીના સમર્થકો પણ ચૂપ છે એ મુદ્દો સોશિયલ મીડિયા પર છવાયેલો છે.સોશિયલ મીડિયા પર મોદીની ટીકા કરતાં અખબારોના સ્ક્રીન શોટ વાયરલ થઈ રહ્યા છે. લોકો કોમેન્ટ્‌સ કરી રહ્યા છે કે, વિદેશી મીડિયામાં મોદીની જરાક વાહવાહી થાય તેમાં તો તેમને વૈશ્વિક નેતા ગણાવીને તૂટી પડતા સમર્થકો અત્યારે કેમ ચૂપ છે ? મોદીની વાહવાહી કરનારા ભાજપના નેતા પણ આ અહેવાલો અંગે સાવ ચૂપ છે. લોકો એવી કોમેન્ટ્‌સ પણ કરી રહ્યા છે કે, વૈશ્વિક મીડિયા મોદીને આયનો બતાવી રહ્યું છે તેના કારણે ભાજપની બોલતી બંધ થઈ ગઈ છે.ટિ્‌વટર પરે ‘રીઝાઈન-
પીએમ-મોદી’ હેશ ટેગ પહેલા નંબરે ટ્રેન્ડ કરતું હતું. લોકો જાત જાતના ફની મીમ્સની સાથે વૈશ્વિક રીપોટ્‌ર્સ પણ મૂકીને મોદી સામે આક્રોશ દર્શાવી રહ્યા છે.મિત્રો, આ રોષ-આક્રોશ-પ્રજાનો ગુસ્સો વ્યાજબી પણ ગણવો જ રહ્યો ને..! કારણ કે, ભારતમાં અન્યોના પ્રમાણમાં કોરોનાની સ્થિતી સારી રહી હતી. કેસો બીજાના પ્રમાણમાં એટલા બધા વધ્યા ન હોતા પરંતુ ફકત અને ફકત પોતાના નામે ઈતિહાસ બનાવવા પાછળની મહત્વકાંક્ષા કહો કે પછી ગાંડપણમાં આજે દેશનો નખ્ખોદ વળી ગયો છે. દેશ આખોય આજે મેડીકલ ઈમરજન્સીની સ્થિતીએ આવીને ઉભો હોય તેમ દેખાય છે. કેન્દ્રમા ભાજપની સરકાર આવ્યા બાદ અનેક સારા નિર્ણય લેવાયા છે પરંતુ આ નિર્ણયો ત્યા જ લેવાયા કે જયાં બેલડીનો સ્વાર્થ સંધાતો હોય. તે સિવાય તો પ્રજા પાયમાલ જ દેખાઈ રહી છે.અહી રાજ્કીય વિશ્લેષકોતો ટકોર કરતા કહે છે કે, આ બેલડીની મહત્વકાંક્ષા જાણે કે એળે જ ગઈ હોય તેવી રીતે રઢ પણ ગઈ અને રસી પણ ગઈની ઉક્તિ પણ બે રોજ પહેલા જાહેર થયેલા દેશના પાંચ રાજ્યોમાં યોજાયેલી પરિણામોમાં જે પ.બગળાને આંચકી લેવ ભાજપે કચ્છથી લઈ કન્યાકુમારી સુધી કાર્યકર્તાની ફોજ પ્રચાર સહિતના કામોમાં લાગડી દીધી હતી તે બંગાળ વાસીએ તો અહીં ભાજપને બહુમતથી દુર જ રાખી દીધું છે. ૨૦૦ બેઠકો આંચકી લેવાનો દાવો કરનાર ભાજપ અહીં ૧૦૦ બેઠકોથી પણ અંદરના આંકમાં સમેટાઈ જવા પામી અને મોદી – અમિતભાઈથી લઈ ભાજપના કેન્દ્ર સ્થરના અનેક નેતાઓનો પ્રચાર પ.બંગાળમાં વિફળ જ નિવળી જવા પામ્યો છે.એટલે પ.બંગાળતો ન આવ્યું પરંતુ આ પ.બંગાળ જીતી લેવાના ઉન્માદમાં કોરોનાની મહામારીની વકરતી સ્થિતિને નજર અંદાજ કરવાની આ બેળડીની ભુલ ભારે પડી હોય તેમ બીજી તરફ કોરોના આખાય દેશમાં જાણેકે વ્યક્તિના શરીરમાં ફેલાય કેન્સરની બીમારીની જેમ ગુસી ગયો અને દેશનું નખ્ખોદ વાળઈ ગયું હોવાનું જોવાઈ રહ્યું છે.
કોરોનાના વિસ્ફોટમાં આ બેલડીને કારણભુત ગણાવતી ચર્ચાઓની ભીતરમાં વાત કરીએ તો પ્રથમ રાઉન્ડ કોરોનાનો ગુજરાત-ભારતમાં વકરી ગયો તેમાં આ બેલડી જ કારણભુત હતી. નરેન્દ્રભાઈએ પોતાના ઈતિહાસ સર્જવાને માટે અમેરીકાના તત્કાલીક પ્રમુખનો નમસ્તે ટ્રમ્પનો એક કાર્યક્રમ અમદાવાદ મોટેરા ખાતે રાખ્યો, ટ્રમ્પને અમેરીકા સહિત દેશના અન્ય રાજયો અને દિલ્હી જેવા શહેરોમાં પણ ફેરવ્યા હતા, ત્યાં કોરોનાએ માજા મુકી દીધી છે. કારણ કે તે વખતે અમેરીકાની હાલત કોરોનાથી કટોકટી જેવી હતી. અનેક દેશોએ અમેરીકાની ફલાઈટ પર પણ તે વખતે પ્રતિબંધ લાદી દીધા હતા. જો તે વખતે ટ્રમ્પ સાથે મેળાવડા ન યોજયા હોત તો કોરોનાની પ્રથમ લહેર ગુજરાતમા અને ભારતમા આટલી ઘાતક ન નીવડી હોત. પરંતુ માત્ર વાહવાહી પામવા આ અમેરીકી પ્રમુખને ભભકો દેખાડવા હજારેાની સંખ્યામા જનમેદીઓ ભેગી કરાવી અને કોરોના વકરી ગયો. તો કોરોનાના બીજા રાઉન્ડમાં ભારતને ઝપટમાં લઈ લેવા પછવાડે પશ્ચીમ બંગાળની ચુટણી મુખ્ય કારણ બની રહી છે. બંગાળની ચુંટણીએ ભારતને ખેદાન મેદાન કરી નાખ્યુ છે. કચ્છથી લઈ અને કન્યાકુમારી સુધીના કાર્યકર્તા-આગેવાનોને બંગાળમાં ચુંટણી પ્રચારમાં જવાની ફરજ પાડવામા આવી હતી. ભાજપની સરકાર તથા સંગઠનની પુરેપુરી તાકાત અને ધ્યાન બંગાળની ચુંટણીમાં જ લગાવી દીધુ હતુ. અને કોરોનાને અટકાવવા માટે કોઈ જ ધ્યાન ન અપાયુ, તે એટલી હદે કે સંસદીય સિમિતિએ ધ્યાન દોર્યુ હતુ કે, કોરોનાની આફત આવી રહી છે, અને ઓકિસજન જેવી જરૂરીયાતની અન્ય દવાઓ તરફ સરકારે ધ્યાન આપવુ જોઈએ પણ ચુંટણીના કાર્યક્રમમા રચ્યાપચ્યા રહ્યા અને દેશ કોરોનામાં ખદબદી ગયો. અને સરકાર હજુએ સબસલામતની આલબેલો જ પોકારતી જોવાઈ રહી છે. ભાજપની કેન્દ્રની આ બેલડીની કથની અને કરણીમાં ઘણો ફેર છે. સરકારના દાવાઓ કરતા વાસ્તવિક સ્થિતિ જુદી છે. બધું સબસલામત છે તો,હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાઈન ઘટવાની બદલે કેમ વધી રહી છે?? ગ્રાઉન્ડ રિઆલીટી કેમ રજુ નથી કરતા?કોરોના વાયરસને કારણે સમગ્ર ભારતની સ્થિતિ કથળતી બની છે. વૈશ્વિક મહામારીના આ મહાસંકટમાં અનેક રાજ્યોમાં આરોગ્ય સેવાને લઈને પણ અનેક પ્રશ્નો ઉઠ્યા છે. મહામારી સામેના આ યુદ્ધમાં અસ્ત્ર સમાન ગણાતા રેમડેસીવીર ઈન્જેક્શન અને ઓક્સિજનની ઘટ ઉભી થતા દરરોજ સેંકડો લોકો
પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. રાજ્યોમાં વણસતી જઈ રહેલી આ સ્થિતિને લઇને સુપ્રીમકોર્ટ તથા હાઇકોર્ટે ચિંતા જતાવી સરકારની ઝાટકણી કાઢી ચૂકી છે. પરંતુ આ બેલડી છે કે જે માત્ર અને માત્ર રાજકીય મહત્વકાંક્ષાઓને જ પ્રાથમિતા આપવામાં રટ્ટ પડી હોય તેમ વિશેષ દેખાય છે. એક તરફ કેસ ઝડપભેર વધી રહ્યા છે તો દર્દીઓના મોતનો આંકડો પણ દરરોજ નવી સપાટી પાર કરી રહ્યો છે. લોકોને હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યા, રેમડેસીવીર ઈન્જેક્શનો માટે આમતેમ ભટકી રહ્યા છે, ઓક્સિજનના નવા બાટલા તેમજ રિફીલિંગ માટે લાંબી લાઈનો લાગી છે. આ પરિસ્થિતિ છતાં સરકાર સબ સલામતના દાવાઓ કરી રહી છે.સરકારે પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કર્યો છે. સરકારનું આ પ્રકારનું વલણં વાસ્તવિક સ્થિતિ કરતા જુદું તરી આવે છે. સરકારની કરણી અને કથનીમાં ઘણો ફેર હોવાનું આ પરથી જણાઈ આવે છે.બેલડીના લીધે હવે દેશમા આક્રોશ વધતો જાય છે અને ભાજપે કરેલા સારા કામો પણ તેમા ઢંકાઈ રહ્યા છે. પ્રબુદ્ધવર્ગ સીધી જ ટકોર કરી રહ્યા છે કે, દેશને પ્રાથમિકતના આપવાના બદલે ચુંટણીઓને અગ્રતા આપી રહી છે આ બેલડી..? નહી તો એક બંગાળમાં કદાચ ન ચુંટાયા હોત તો શુ એટલો બધો મોટેા ફેર-ફર્ક પડયો હોત ખરો? દેશના બદલે માત્ર અને માત્ર પોતાનું જ સામ્રાજય કેમ ફેલાવવુ તેમાં જ વ્યસ્ત રહે છે આ બેલડી.! પોતાનો અહમ માત્ર પોષવામાં વ્યસ્ત આ બેલડી જાણતા અજાણતા દેશને મોટું નુકસાન કરી દીધુ તેની જરા સહેજ પણ દરકાર એટલી હદે ન કરી કે, હવે તો અમુક સિનિયર આગેવાનો-નેતાઓ પણ અંદરોઅંદર ધુઘવાઈ રહ્યા છે. કારણ કે, દવા અને ઓકિસજનની વ્યવસ્થાઓ તો સરકાર સિવાય બીજાથી થઈ શકે તેમ નથી. પ્રજાનો રેાષ હવે દીવસે દીવસે વધી રહ્યો છે. ઓકિસજન-દવાનો પુરતો સ્ટોક મળતો ન હોવાથી મૃતકાંક સતત ઉંચો જઈ રહ્યો છે. આ બધુ પ્રજા કેવી રીતે માફ કરશે.?

કોરોનામાં સરકારની બેદરકારી મતદારો-પ્રજાજનો જરા સહેજ પણ નહીં ભુલે..!
ગાંધીધામ : કોરોનાની મહામારીને પણ રાજકીય રીતે જ મુલવતા હોય તો ખાંડ ખાઈ રહ્યા છે, મતદારો-દેશવાસીઓ એકાદ-બે વર્ષમાં આ મહામારીને ભુલી જશે અને તેમા સરકારની નિષ્કાળજી પણ ઢંકાઈ જશે તેમ માન રહ્યા હો તો ચેતી જજો. કારણ કે, કોરોનામા જે કટુંબનો કે સગાવ્હાલાનો અથવા કેટુંબીજનોનો ભોગ લેવાયો છે તે આવા સમયે સરકાર-ભાજપની નિષ્કાળજી જરા સહેજ પણ નહી ભુલે..! જયારે ચુંટણીઓ આવશે ત્યારે તેના ઘરમાં મોત પામનાર યુવાન વયના ફોટા પર સુખડનો હાર ચડાવેલ હશે તે કુટુંબ કોરાનામા સરકારની બેદરકારીના કારણે ભોગ લેવાય હોય તે કેમ ભુલશે?

ચેતજો.,આ લોકપ્રીયતા નહી પણ સરમુખ્ત્યાર શાહી જ કહેવાય.!

સાચી વાત ન માને તેને શું કહેવાય ?
ગાંધીધામ : વર્તમાન સમયે કોરોનાના ખપ્પરમાં દેશને જે રીતે ખુદની મહત્વકાંક્ષાઓ સંતોષવા માત્રથી ધકેલી દેવાયા છે તેને જોતા જાણકારો મોટા પ્રશ્નો કરતા પુછી રહ્યા છે કે, શુ આને લોકપ્રિયતા કહેવાશે.? ના જવાબ છે, આ વલણ તો સરખુખત્યાર શાહી ભર્યુ જ કહેવાય. કોઈ સાચુ બોલે છે તો આ બેલડી માટે તે દુશ્મન હોય તેમ વર્તવાનુ શરૂ કરી દે છે, અરે પક્ષની મીટીંગમા પણ કેાઈ કાર્યકર ઘટનાનો સાચો ચિત્તાર રજુ કરે તો તેને પણ ધમકી આપીને દબાવી દેવામા આવે છે. ચુપ થઈ જવાની સુચના અપાઈ જાય છે.તો પછી આવુ કેટલા દીવસ ચાલશે? અહંકાર તો રાજા રાવણનો પણ ન ચાલ્યો તો આ તો માનવી માત્ર છે..?

ઓકિસજન જેવી સમસ્યા નથી નિવારી શકતા : કોક તો કરો આ બાબતે વિચાર

ગાંધીધામ : ભારતમાં કોરોનાનો કહેર વર્તાયો છે તે વાત માની શકાય તેમ છે પરંતુ દેશભરમાં ઠેર ઠેર ઓકિસજનની બુમરાડ મચેલી છે અને કેન્દ્ર સરકાર આવી હળવી સમસ્યા પણ ઉકેલી શકતી ન હોય તેમ નાકામ દેખાઈ રહી છે. ઓકિસજનની અછત જેવી સમસ્યાનુ નિરાકરણ પણ ન કરી શકાય તેવી સ્થિતી પેદા થાય, જેના અભાવે યુવાનોનો ભોગ લવાઈ રહ્યો છે તેમ છતા હજુ સુધી કોઈ જ નકકર પગલા લેવામા આવતા દેખાતા નથી. જવાબદારોનુ મગજ ફકત ચુંટણીઓમાં જ કામ કરી રહ્યુ હોય તેમ દેખાવવા પામી રહ્યુ છે. આ બાબતે પણ કોક તો કરો વિચાર.

હવે તો હદ થઈ, નેપાળે પણ ભારતને કહ્યુ, નો-એન્ટ્રી..!

ગાંધીધામ : કોરોનાના કપરાકાળમાં ભારતના કેન્દ્રના સાસનધુરા સંભાળનાઓ કેટલી હદે ગાફેલ રહ્યા અથવા તો પોતાની મહત્વકાંક્ષાઓ સંતોષવામાં કેટલા બમણા માત્ર જ ફુંકયા તેનો અંદાજ વિશ્વના શકિતશાળી દેશોએ તો ગભરાટમાં આવી અને ભારતની એન્ટ્રી પ્રતિબંધિત જાહેર કરી જ દીધી છે પણ ભારતનો પાડોશી મુલક તથા ભારતની ભીખોના ટુકડા પર નભતા નેપાળે પણ ભારતને હવે નો એન્ટ્રી જ કહી દીધુ છે.

દુનિયાને હિટલરે પણ કબજે કરવાનું વિચારેલ હતું પણ ખાલી હાથે ગયો…!

  • વર્તમાન સરકારે દેશને લાઈનમાં ઉભા રહેતા સુપેરે શીખવાડી દીધું..!

લાઈનમાં ઉભા રહેવાથી દેશને છુટકારો કયારે અપાવશો? ઈન્જેકશન-ઓક્સિજન-એમ્બયુલન્સથી લઈ શબવાહીની.!

પહેલા નોંટબંધી……. બાદમાં હવે ઈન્જેકશનો……. તથા એમ્બ્યુલન્સની કતારો….! સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે લાઈન

મૃતદેહો પણ લાઈનમાં રાખ્યા, હવે એના પછી કોને રાખશો લાઈનમાં ?

ગાંધીધામ : ભાજપની સરકારે બીજા કેાઈ સારા કામ કર્યા હોય કે નહી પણ દેશને લાઈનમાં ઉભા રહેતા બરાબરના શીખવાડી દીધા છે. આપણે નોટબંધીના નિર્ણયો બાદ દેશ આખો લાઈનમા આવી ગયો હતો અને તેના વરવા ચિત્રો પણ આપણે જોયા છે તો વળી હવે કોરેાના કાળમા ઈન્જેકશનો મેળવવામા લાઈનમા, ઓકિસજન મેળવવુ હોય તો લાઈનમાં આવો, અને ઓકિસઝન ન મળવાથી તરફડીયા મારતા મરી ગયા તો પછી શબવાહીનીથી લઈ અને સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે પણ લાઈનમાં ઉભા રહેવાની આવે છે નોબત. હવે તો આ લાઈનમાંથી દેશમા છુટકારો વર્તમાન સરકારે કયારે અપાવશે તે પ્રજા વિચારી રહી છે? આવા સરમુખ્તયાર શાસકોને કોક તો સમજાવો..કે હવે તો હદ થાય છે.

  • આ બધી બેવડી નીતી અને ખુદની વાહવાહી માત્ર નથી તો બીજુ શું છે.?
    ગાંધીનગરમાં ૧૨૦૦ બેડની કોવિદ હોસ્પિટલની માત્ર વાતોથી અમિતભાઈ કરી ગયા ઠઠ્ઠા મશ્કરી

ગાંધીનગરમાં ૧ર૦૦ બેડની હોસ્પિટલની જાહેરાત કરી, અમિતભાઈ તાળીયો બટોરી ગ્યા તે ગ્યા..!, હવે ડીઆરડીઓ કહે છે, આવી કેાઈ સુચના જ નથી..!

અમદાવાદ મોટેરામા ક્રીકેટ મેંચ રાખીને જે હજારો દર્શકો ભેગા થયા શું તે જરૂરી હતું ? કે, ફકત પોતાના પુત્રની વાહ વાહ માટે જ કોરોનાને આમંત્રણ આપવા માટેનું જ હતું આયોજન…?

ગાંધીધામ : કેન્દ્રમાં નરેન્દ્રભાઈ અને અમિત શાહ ખુદની મહત્વકાંક્ષા અને સામ્રાજય વિકસાવવામાં જ વધારે વ્યસ્ત છે અને પ્રજાજનોને યેન કેન પ્રકારેણ ઉલ્ટા ચશ્મા જ પહેરાવી રહ્યા હોય તેવો ઘાટ વધુ ઘડાઈ રહ્યો હોવાનો સિનારીયો હવે જાગૃત બની ગયેલી પ્રજા પણ જોઈ રહી છે. અમિતભાઈએ ગાંધીનગર ખાતે ૧ર૦૦ બેડની કોવિદ હોસ્પિટલની જાહેરાત કરી અને તાળીયો બટોરી લીધી હતી પણ તેઓ ગ્યા બાદ હવે ડીઆરડીઓ કહી રહ્યુ છે કે, અહી કોઈ હોસ્પિટલ શરૂ કરવાની સુચના જ મળી નથી. કોરોના જેવી ગંભીર-કટોકટીભરી સ્થિતીમાં પણ જો મતદારો અને પ્રજાજનોની સાથે માત્ર છળકપટ્ટ અને લુલા વાયદા-વચનોની જ વાત થતી રહેશે તો મતદારો આ બધુ કયાંથી ભુલવાના હતા જ ખરા..!

કાગળ પર થતા ઉદઘાટનો હવે બંધ થાય તો પણ રાજકારણીઓની મહેરબાની કહેવાય, ફકત સસ્તીપ્રસિદ્ધીના જ નાટકો ચાલે છે તે બંધ કરો, પ્રજા ત્રાસી ગઈ છે ત્રાસી..હવે આ જુઠ્ઠા તાયફાઓથી…!

રસી આપાવના અમુક સ્થળો પર જઈ-જઈને રાજકારણીઓ જે સસ્તીપ્રસિદ્ધીના જે કાર્યક્રમો કરી રહ્યા છે તે પ્રજા બરાબરની જાણી ચૂકી છે..!

  • કોરોનાની બેદરકારીએ કેન્દ્રના તમામ સારા કામો પર ફેરવી દીધું પાણી

ગાંધીધામ : કેન્દ્રમાં ભાજપની સરકાર આવ્યાના સાડા છ વરસનો સમય થયો છે તેમાં અનેકવીધ ઐતિહાસીક કહી શકાય તેવા નિર્ણયો મોદી-શાહની બેલડીએ લીધા છે. એ પછી નોટબંધીથી કાશ્મીરમાં પથ્થરમારાની ઘટનાની ઘટના હોય કે, બેનામી સંપત્તીઓ પર તવાઈ આવી જવાનો વિષય જ કેમ ન હોય, જીએસટીના નિયમની અમલવારી હોય કે પછી કાશ્મીરમાથી કલમ ૩૭૦ હટાવવાનો અને અનુચ્છેદ ૩પ-એ દુર કરવાનો જ ધાક બેસાડતો નિર્ણય કેમ ન હોય, આ તમામમાં ભારતના સૌથી મોટા દુશ્મન દેશ એવા પાકીસ્તાની સામે કડક નિર્દેશો આપતી ઐતિહાસીક કહી શકાય તેવી જ કામગીરી કરવામાં આવી છે. આ માટે મોદી-શાહની ટીમને અભિનંદન આપીએ તેટલા ઓછા છે પરંતુ બીજીતરફ કોરોનાની મહામારીની સામે આ જ કેન્દ્રની નિષ્ફળતા કે પછી લાપરવાહી થકી હાલમા દેશભરની થયેલ દયાળ-કંગાળ હાલતથી ભાજપના તમામ સારા કામો ઢંકાઈ જ જવા પામી ગયા હોય તેમ દેખાય છે.

  • બંગાળમાં અહંકાર ટુટયો.!: હવે ઉઘડશે આંખ કે નહીં ?

ભાજપ જો અહંકારને ત્યજશે તો જરૂરથી વિક્રમો-ઈતિહાસ રચશે, અહંકાર નહી છોડે તો કોંગ્રેસ કરતા પણ થશે બુરીવલ્લ

મતદાતાઓને મૂર્ખ સમજનાર ખુદ જ મહામુર્ખ હોવાનું પશ્ચીમ બંગાળમાં થઈ ગયુ પુરવાર

ગાધીધામ : પશ્ચીમ બંગાળમાં ચુંટણીઓમાં તળીયે જતુ રાજકારણ, સસ્તી અને હલકી ભાષાનો ભાષણોમાં થતો ઉપયોગ તથા અતિ નેગેટીવ પ્રચારને અહીના મતદાતાઓએ બહારનો જ રસ્તો બતાવી દીધો છે. એટલે મતદાતાઓને મૂર્ખ સમજનારા ખુદ મહામુર્ખ હોય છે તેવુ પણ અહીના મતદાતાઓએ પુરવાર કરી દેખાડયુ છે. ભાજપ બંગાળમાં ર૦૦ બેઠકો જીતવાનો દાવો કરતી હતી પણ ૧૦૦ની પણ અંદરજ સમેટાઈ ગઈ છે ત્યારે વધુ પડતો આત્મવિશ્વાસ અહંકાર બની જતો હોય છે. હવે ભાજપનો આ અભિમાન પ.બંગાળમાં તુટયુ છે, ત્યારે જાણકારો સવાલો કરી રહ્યા છે કે, અહંકારનો અંધાપો દુર થાય તો સત્ય અને વાસ્તવિતા જોવા માટેની આંખો ખુલી જતી હોય છે. હવે ભાજપ અને તેની બેલડીની આંખો પણ ખુલશે ખરી? જો અહી અહંકાર ભાંગશે તો ભાજપ હજુય વિક્રમો અને ઈતિહાસ રચવા સજજ જ કહી શકાય, પણ હજુય અહંકાર યથાવત જ રાખશે તો કોંગ્રેસ કરતા પણ વધુ ખસ્તા હાલત થઈ શકે છે તેમ કહેવુ પણ અસ્થાને નહી કહેવાય.