પ.કચ્છ ખનિજતંત્રની દવલા પર તરાપ- વ્હાલા આબાદ

ભીમાસર-ગાગોદરમાં લાખોની ખનિજચોરી મામલે ફરીયાદ નાેંધાવી કામગીરી કરી લીધાનો સંતોષનોે ઓડકાર ખાનારાઓની સામે ઉઠયા અનેકવિધ અણીયાળા સવાલો : જાગૃત નાગરિક દ્વારા પાછલા પાંચ-સાત માસથી નામ-ઠામ જોગ કરોડોની ખનિજચોરીની ફરિયાદો અપાય છે તેની સામે પ.કચ્છ જીયોલોજીસ્ટ વિભાગ કાર્ય કરવાથી રહ્યો અળગો..? આવું કેમ?

 

ભીમાસરમાં ખાનગી સર્વે નંબર પર જાણે કે બગાસું ખાતા પત્તાસું મળી ગયું હોય તેવી રીતે આદરાઈ ગઈ ખનિજતંત્રની તવાઈ : જાગૃત નાગરિકે હકિકતમાં સરકારી ટાવર્સ રર૦૦ પૈકી સર્વે નં. ૧૮૬માં આચરાતા ગેરકાયદેસર ખનિજ ખનનને લઈને આપેલી ફરિયાદો અને તે પછી ખુદ ખાણ ખનિજ વિભાગની વિજિલન્સની ટુકડીઓ ત્રાટકયા બાદ ખુદ આડેસર પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હોવા છતાં પણ સબંધિત સ્થળ પર દિવસ રાત ચાલતી ખનિજચોરી પર કાર્યવાહી કરવામાં કેમ તણાયો લાજનો ઘૂમટો ?

 

 

ખાનગી જમીનમાંથી ગેરકાયદેસર ખનિજ ઉત્ખનન ઝડપાયું તે જમીન માલિક સામે ફરિયાદ કરાઈ છે તો આ જમીનમાંથી સરકારી કામ માટે માટીની બેફામ ચોરી કરી રોયલ્ટીનો ધુમ્બો ફટકારનાર અમદાવાદના ઠેકેદાર સામે કેમ આંખ મિચામણાં? જિયોલોજીસ્ટ તંત્રે કેસ નોંધીને કંઈક શરમ તો છોડી, હવે ખાણ માફિયા બનતા ઠેકેદારો સામે આડેસર પોલીસ આળસ ખંખેરશે ?

 

ગાંધીધામઃ દેર સે આયે દુરસ્ત આયેના તાલે ખાણખનીજ વિભાગ દ્વારા ભીમાસરમાં લાખોની ખનીજચોરી મામલે ફરીયાદ દાખલ કરી દીધી છે પરંતુ આ ફરીયાદ કરવામા આવી છે તેમાં દવલાઓ પર તરાપ અને વ્હાલાઓ આબાદ રહી ગયા હોય તેવા અણીયાણા સવાલો ઉભા થવા પામી રહ્યા છે. આ બાબતે ચર્ચાતી વિગતો અનુસાર ભીમાસર ગાગોદરમાં લાખોની ખનીજચોરી મામલે ફરીયાદ નોધાવી કામગીરી કરી લીધાના સંતોષ માનતો ઓડકાર ખાનારાઓની સામે અનેકવિધ અણીયાણા સવાલો ઉઠી રહ્યા છે. પ્રથમ સવાલ તો એ જ થવા પામી રહ્યો છે કે, જાગૃત નાગરીક દ્વારા પાછલા પાંચ-સાત માસથી નામ-ઠામ જોગ કરોડોની ખનીજચોરીની ફરીયાદો અપાય છે તેની સામે પ.કચ્છ જીયોલોજીસ્ટ વિભાગ કાર્ય કરવાથી રહ્યુ અળગું..? આવુ કેમ? શું ફરીયાદ વાળી જગ્યા ખનીજવિભાગને મળવા નથી પામી? શું ફરીયાદી સ્થળ બતાવવામાં પાછીપાની કરી રહ્યા છે? કે પછી ખાણખનીજ વિભાગ પર કોઈ પણ પ્રકારનું પ્રેસર લાદવામાં આવી રહ્યુ છે?
હાલમાં જે ખનીજચોરીની ફરીયાદ નોધાવાઈ છે તેમાં તો એક ખાનગી સર્વે નંબર પણ જપ્ટે ચડી જવા પામી ગયો હોવાનુ મનાય છે. ભલે આ સર્વે નંબરમાં ખનન થયાનું તંત્રના ધ્યાને આવ્યુ અને કાર્યવાહી કરી પણ લીધી પરંતુ જે મામલે ફરીયાદ હતી તે સર્વે નંબરને કેમ આબાદ છોડી દેવામાં આવ્યા? ભીમાસરમાં ખાનગી સર્વે નંબર પર જાણે કે બગાસા ખાતુ પત્તાસુ મળી ગયુ હોય તેવી રીતે આદરાઈ ગઈ ખનીજતંત્રની તવાઈ તેવુ પણ જાણકાર માની રહ્યા છે. જે જાગૃત નાગરીકે હકીકતમાં સરકારી ટાવર્સ રર૦૦ પૈકી સર્વે ન. ૧૮૬માં આચરાતી ગેરકાયદેસર ખનીજચોરીને લઈને આપેલી ફરીયાદો અને તે પછી ખુદ ખાણ ખનીજવિભાગની વિજિલન્સની ટુકડીઓ ત્રાટકયા બાદ આડેસર પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હોવા છતા આ ફરીયાદ નોધાયાને આજે ચારથી પાંચ માસનો સમય વીતી ગયો હોવા છતા પણ સબંધિત સ્થળ પર દીવસ રાત ચાલતી ખનીજચોરી પર કાર્યવાહી કરવામાં કેમ તણાયો લાજનો ઘૂમટો.? ખનીજ વિભાગ દ્વારા સબંધીત ચોકકસ માહીતી સાથેની સર્વ નંબર અને નામ ઠામ સાથેની વિગતો પર કેમ તપાસ કરવામાં જ ન આવી? કયુ પ્રેસર તેમાં કામ કરી ગયુ કે નડી ગયુ છે?