‘પ્રાંતવાદ’નો એરૂ કચ્છને કયારેય ન અભડાવે..!

અહીં યાદ રાખજો..કે કચ્છીઓ પણ ધંધા-રોજગારઅર્થે દેશભરમાં ફેલાયેલા છે અને શાંતીપ્રિયતા સાથે જ કરી રહ્યા છે ધંધા-રોજગાર : પણ કચ્છમાંથી પરપ્રાંતીયોને બહાર ધકેલાય તો પછીથી બહાર પણ તે લોકોકચ્છીઓને ન શોધે.., કચ્છીજનોનો
વિરોધ ન કરે..તે પણ જોવું હિતાવહ

 

હિંમતનગરમાં સર્જાયેલી દુષ્કૃત્યની ઘટનાના ઠેર-ઠેર પડઘાઓ પડી રહ્યા છે ત્યારે કચ્છીજનોએ હકીકતમાં અન્ય રાજયોના આવીને વસવાટ કરતાં ભાઈઓને આપવી જોઈએ ધરપત : જો અન્ય રાજયના લોકો કચ્છ છોડી જશે તો ઔદ્યોગીક કચ્છ સદંતર પડી ભાગી શકે છે : યુપી-બિહાર સહિતના લોકો જેવો શ્રમ-પરીશ્રમ દોઢદાયકાથી સદ્ધર બની ગયેલા કચ્છીઓથી થાય તેમ પણ નથી : એક તો અછતની કારમી પછડાટ અને તેમાં પણ અન્ય રાજયોના લાકો કચ્છથી હિજરત કરી જાય તો ઔદ્યોગીક વિકાસને પણ પડે મરણતોલ ફટકો એટલે કચ્છના અર્થતંત્રને પડી શકે છે મોટો ફટકો

 

પૂર્વ કચ્છ એસપીશ્રી પરીક્ષીતા રાઠોડે અન્ય પ્રાંતના લોકોની સાથે જાહેરબેઠક યોજી, સંવાદનો માર્ગ અપનાવી, કાયદો
પ્રત્યે બિનગુજરાતીઓનો વિશ્વાસ ન
માત્ર કાયમ બને બલ્કે વધુને વધુ
મજબુત બને તે દિશામાં કરેલી પહેલ
સરાહનીય : અસુરક્ષિતતા અનુભવી
રહેલા પરપ્રાંતીયોને પુર્વ કચ્છ
એસપીની સામે ચાલીને સુરક્ષા
માટે આપવાની જાહેર બાંહેધરી બની
રહેશે સંજીવનીરૂપ

દેશ-દુનિયામાં સર્જાયેલા મસમોટા કોમવાદી તોફાનોના છમકલાં સુદ્ધા કચ્છની પ્રજામાં થયા જ નથી : બિનસાંપ્રદાયીકતા-કોમી ભાઈચારાની ભાવનાને લઈને હમેશા દ્રષ્ટાંતરૂપ બનતા કચ્છ જિલ્લામાં બિનગુજરાતી એટલે કે અન્ય પ્રાંતથી આવેલાઓ પણ ‘દુધમાં સાકરની જેમ ભળી ગયા હોવાનો છે બેનમુન દાખલો

 

ગાંધીધામ : ગુજરાતના હિમંતનગરમાં દુષ્કર્મની બનેલી ઘટનાના પડઘા ઠેર ઠેર પડવા પમાી રહ્યા છે અને પરપ્રાંતીયોને નિશાન બનાવી અને હાલમાં પણ રાજકીય રોટલાઓ પણ જોરદાર શેકવામાં આવી રહ્યા હોવાનો વર્તારો દર્શાયા છે. બિન ગુજરાતી એટલે કે યુપી અને બિહાર ઉપરાંતના રાજયોના ગુજરાતમાં વસવાટ કરી રહેલા લોકોમાં ઉચ્ચાટ અને ભયનો ફફડાટ ફેલાઈ જવા પામી ગયો હોવાની રોજ સવાર પડેને વાત સામે આવી રહી છે. પરંતુ દેશના પશ્ચીમ છેવાડે આવેલા અને ગુજરાતના ભાતીગળ હાર્દ સમાન કચ્છ જિલ્લામાં આવા પ્રાંતવાદનો એરૂ કયારે નહી અભડાવે તેવુ અટેલા માટે ભારપૂર્વક કહી શકાય કે, કચ્છ કોમી એકતાને માટે જગમશહુર રહેલો જિલ્લા છે. બિનસાંપ્રદાયિકતાની ઓળખ આ જિલ્લાની વરસોથી અકબંધ જ રહેતી આવી છે.
દેશ અને દુનીયાને હલબલાવી દે તેવા ભુતકાળમાં વિવિધ ઘટનાકરમો બન્યા છે અને તેમાં કદાચ ગુજરાતના ર૦૦રના ગોધરારમખાણનો પણ સમાવેશ કરી શકાય પરંતુ આવી તમામ ઘટનાઓના દેશભરમાં ઠેર ઠેર પ્રત્યાઘાતો પડયા હતા પરંતુ ગોરવ ભેર કહી શકાય કે, કચ્છ આવા ટાંકણે પણ શાંત-સંપીને ચાલનારો પ્રદેશ રહ્યો હોવાની અનોખી ઓળખ ધરાવે છે. એટલુ જ નહી પરંતુ મહાવિનાશક ભુકંપની આપત્તીમાં પણ કચ્છીભાઈઓએ એકમેકથી ખભ્ભાથી ખભ્ભા મિલાવી અને પોતાની ખમીરી-ભાઈચારાના દર્શને આજે જે રીતે ટુંકાગાળામાં વિકાસ સાધી દેખાડયો છે તે દુનીયાની સામે જ છે.
ગુજરાતમાં ઠેર ઠેર રોજ સવાર પડેને પરપ્રાંતીયો હિજરતનો દોર શરૂ કર્યો, ગભરાટ અને ફફડાટથી અસુરક્ષિતતા અનુભવી રહ્યા હોવાની વાત બહાર આવી રહી છે.
પરંતુ કચ્છીજનો આપણે સૌએ આપણા કચ્છની મહેમાનગતિ-નવાજી માટે પણ પ્રખ્યાત છે. અન્ય રાજયમાથી આવીને કચ્છમાં ધંધા-રોજગાર મેળવનારો આપણો ભારતીય ભાઈ કચ્છના જ વિકાસમાં સહભાગી બની રહ્યો છે. જે ઉદ્યોગો અને ફેકટરીઓમાં તે કાળી મજદુરી કરીને રોટલો રડી રહ્યો છે તે જ ઉદ્યોગના વિકાસ અને તેનાથીક કચ્છના અર્થતંત્રમાં પ્રાણવાયુ પુરવા માટે પાયાનો પથ્થર સમાન જ કહી શકાય તેમ છે. જરા વિચાર તો કરો કે, કચ્છમાથી પણ ભુકંપ બાદ અને તે પહેલા પણ વસવાટ કરવા આવેલા અન્યપ્રાંતના ભાઈઓ હિજરત કરી જશે તો ઉદ્યોગોનું શું થશે? આપણે પાછલા કેટલાક સમયથી આપણી પોતાની આયોજનબદ્ધ નીતીથી સદ્ધર બની ચૂકયા છીએ, એવા દોરમાથી પસાર થઈ ચૂકયા છે, તો હવે કચ્છીજનોથી તઓના સમાન કાળી મજદુરી-પરીશ્રમ થશે ખરો? હકીકતમાં સર્વે કચ્છીજનોએ અવા અન્ય રાજયોમાથી આવેલા લોકોને હુંફ આપવાનો આ સમય છે. સુરક્ષાનો અનુભવ તેઓને થાય તેવી સાંત્વના આપી અને તેમને કચ્છમાંથી સ્થિર રહેવા સમજાવવાનો સમય છે. આમ કરવાથી તેઓની દાળ-રોટલી તો નીકળતી જ રહેશે પરંતુ કચ્છના અર્થતંત્રને ભાંગતુ પણ અટકાવી શકાય તેમ છે. નહી તો હાલમાં એક તો કુદરત રૂઢેલી છે, અછત-દુષ્કાળની કપરી પરિસ્થિતી છે, પશુપાલન, ખેતી, માલધારીઓ, ટ્રાન્સપોર્ટ સહિતના ઉદ્યોગો મરણપથારીએ પડેલા છે અને તેવામાં ઔદ્યોગીક અકેમોના હાથ પગ સમાન આવા સક્ષમ અન્ય પ્રાંતના લોકો પણ જો કચ્છ છોડીને જતા રહેશે તો તેમને તો પછી નુકસાન થશે પરંતુ કચ્છની આર્થિક કેડ પર બરાબરનો ધુમ્બો લાગ્યા સમાન જ સ્થિતી સર્જાશે.