પ્રમુખપદ સહિતના મામલેની ચર્ચા કરવા માટેની નીરીક્ષકોની બેઠક ખાનગી રાહે યોજાતા ગાંધીધામ કેસરીયા બ્રીગેડમાં હોબાળો

મીનીટ્‌સ બુક લઈ જવાની નીરીક્ષકોની શું જરૂર પડી ? તે પણ તપાસનો વિષય

 

ભાજપ કાર્યાલય ખાતે યોજનારી બેઠક ખાનગી હોસ્પીટલમાં કેમ મળી? શહેર પ્રમુખ-ધારાસભ્ય અને જિલ્લા ભાજપના હોદેદારોને ખાનગી સ્થળે પ્રમુખપદના નામો અંગે ચર્ચા કરવાની શી જરૂર પડે.? રાજકીય બેડામાં સવાલો

 

ગાંધીધામ : ગાંધીધામ નગરપાલિકામાં સુકાનીપદનીટર્મ પૂર્ણ થતી હોય અને નવાઓને આરૂઢ કરવાના થતા હોઈ આ મામલેની પ્રક્રીયા આરંભાઈ ચૂકી છે. રસ્સાકસ્સીભરી ગાંધીધામ નગરપાલિકામાં ભાવી પ્રમુખ-કારોબારી ચેરમેન કોણ બનશે તેને લઈને એકતરફ વિવીધ અટકળો ચાલી રહી છે ત્યારે બીજીતરફ આજ રોજ ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ અને અન્ય હોદેદારો માટે નામ પસદગીની મીટીંગ બાર વાગ્યે ભાજપ કાર્યાલય રાખવામા આવેલ હતી. જાણકારો દ્વારા વહેતી થયેલી વાતો અનુસાર તે મીટીંગ અને એજન્ડા મુજબ કોઈ ચર્ચા કર્યા વગર નીરીક્ષકો, જિલ્લાના હેાદેદારોએ અહીથી રીતસરની ચાલતી જ પકડી લીધી હતી એટલે કે નીકળી ગયા હતા. અને અન્ય કોઈ ખાનગી હોસ્પિટલમાં જઈ અને શહેર પ્રમુખ, ધારાસભ્ય, અન્ય જિલ્લા ભાજપનના હોદેદારોએ આ નામો અંગેની ખાનગી હોસ્પિટલમાં વિશેષ ચર્ચા કરી હોવાથી ગાંધીધામ શહેરમાં આતંરીક રીતે હોબાળો થવા પામી રહ્યો છે. નરીક્ષીકોએ પક્ષનીપ્રણાલી અનુસાર જ ચર્ચા કરવાનાબદલે જાણે કે નામ પસંદગી માટે કુલડીમાં ગોળ ભાંગી દીધો હોય તેવો કચવાટ પણ હાલતુરંત ફેલાવવા પામી રહ્યો છે.