પ્રધાનોનાં અનેક પદ ખાલી : મોદી મંત્રી મંડળનું વિસ્તરણ થશે

નવી દિલ્હી : કોરોના સંક્રમણના બીજા મોજા અને તેને કારણે કેન્દ્ર સરકાર પર ચોમેરથી થઇ રહેલા આક્રમણને કારણે સંઘ અને ભાજપ નેતૃત્વની ઊંઘ ઉડાડી દીધી છે . ખાસ કરીને આઠ મહિના પછી યોજાનારી ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીને મુદ્દે ચિંતા વધી ગઇ છે . સંઘ નેતૃત્વનું માનવું છે કે ઉત્તરપ્રદેશમાં કોઇપણ સંજાેગોમાં ભાજપ સરકાર બીજી વાર આવવી જાેઇએ . રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું માનવું છે કે ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી વર્ષ ર૦ર૪ માં યોજાનારી લોકસભાની ચૂંટણીની સેમિફાઇનલ છે . આ મુદ્દે સંઘ અને ભાજપ નેતૃત્વની એક મહત્વની બેઠક મળી હતી . બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી , ગૃહપ્રધાન અમિત શાહ , ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા , સંઘ સરકાર્યવાહક દત્તાત્રેય હોસબોલે અને ઉત્તરપ્રદેશના પ્રભારી સુનીલા બંસલ હાજર રહ્યા હતા . સંઘનો લક્ષ્યાંકઃ ભાજપ ૧૫-૨૦ વર્ષ રાજ કરે સંઘના એક મોટા પદાધિકારીએ જણાવ્યું હતું કે પ્રથમ ચિંતા તે કોરોનાનો સામનો કરવાને મુદ્દે સરકારની કથળેલી છબિ સુધારવાની છે . પરંતુ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી પર પડનારા તેના પ્રભાવને અટકાવવાની જરૂર છે . સંઘનું માનવું છે કે ગુજરાતની જેમ ઉત્તરપ્રદેશમાં પણ ભાજપે ૧૫ -૨૦ વર્ષ શાસનધુરા સંભાળવાની તૈયારી કરી લેવી જાેઇએ .ઉત્તરપ્રદેશના ભાજપ નેતાઓ જ નારાજ કોરોનાને કારણે યૂપીમાં ભાજપના અનેક વિધાનસભ્યનાં મૃત્યુ થયાં છે . સંખ્યાબંધ નેતા સરકારના કામકાજને મુદ્દે નારાજગી જાહેર કરી ચૂક્યા છે . કેન્દ્રીય પ્રધાન સંતોષ ગંગવાર પણ રોષ જાહેર કરી ચૂક્યા છે . પણ ચાર્જ છે.આ હોદ્દો પહેલા શિવસેનાના અરવિંદ સાવંત પાસે હતો. મહારાષ્ટ્રમાં ભાજપાથી અલગ થયા પછી તેમણે રાજીનામું આપ્યું હતું.રેલ્વે પ્રધાન પીયુષ ગોયલ પાસે ભાજપા નેતા રામવિલાસ પાસવાનના મૃત્યુ પછી ગ્રાહક મંત્રાલયનો ભાર છે આવી જ રીતે અને પંચાયતી રાજ મંત્રાલયના ખાતા હતા તેમને હરસિમરત કૌરના રાજીનામા પછી ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રાલયનો વધારાનો ભાર સોંપાયો હતો.