પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના : શ્રમ રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરની અધ્યક્ષતમાં જિલ્લા કક્ષાનો અન્નોત્સવ દિવસ રાપર ખાતે યોજાશે

૧૬૬૦૦ લાભાર્થીઓને ૬૬૪ દુકાનો પરથી સહાય વિતરણ કરાશે

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલની રાજય સરકારના ૫ વર્ષના સુશાસનના કાર્યક્રમ હેઠળ તા.૩/૮/૨૦૨૧ના રોજ યોજાનાર અન્નોત્સવ દિવસનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ રાપર ટાઉનહોલ ખાતે શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરની અધ્યક્ષતા હેઠળ યોજાશે.

સૌના સાથના સૌના વિકાસના પાંચ વર્ષ સુશાસનના કાર્યક્રમ અંતર્ગત ત્રીજા દીવસે અન્નોત્સવ દિવસમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ કચ્છ જિલ્લામાં નગરપાલિકા વિસ્તારમાં ૨૧ સ્થળોની ૯૨ સસ્તાભાવની અનાજની દુકાન અને ગ્રામ્ય વિસ્તારમાં દરેક સસ્તા ભાવની અનાજની દુકાન મળીને કુલ ૬૬૪ દુકાનો ખાતેથી દરેક દુકાન પરથી પ્રતિકરૂપે ૨૫ લાભાર્થીને થઇ કુલે ૧૬૬૦૦ લાભાર્થીઓને ૧૫ કિલો અનાજકીટ અપાશે.

જિલ્લામાં માંડવી ખાતે ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, જી.ટી.હાઈસકૂલમાં જમીન વિકાસ બેંકના નિયામકશ્રી અનિરુધ્ધભાઇ દવે, ત્રણ ટુકર હાઈસ્કૂલ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ નિલેશભાઇ મહેશ્વરી, ભુજ ખાતે ટાઉનહોલમાં ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય, હાથીસ્થાન કુમાર શાળા નં.૫ માં એપીએમસી-ભુજ, ચેરમેનશ્રી કેશુભાઇ પટેલ, ભીડ પંચાયત પ્રાથમિક શાળા તાલુકા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબેન ભંડેરી, હિતેન ધોળકીયા વિધાલય ખાતે નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઇ ઠકકર, પંચાયત શાળા નં.૧૧માં રાપર તાલુકા પંચાયત પ્રમુખ હમીરસંગ સોઢા, મુન્દ્રા રોટરી કલબ ખાતે રાપર નગરપાલિકા પ્રમુખશ્રી અમૃતાબેન વાવીયા તેમજ રાપર ઠાકોર સમાજવાડીમાં ભચાઉ નગરપાલિકા પ્રમુખશ્રી કલાવંતીબેન જોશી ઉપસ્થિત રહેશે.

ભચાઉ ખાતે જુનાવાડા પ્રાથમિક શાળામાં અંજાર નગરપાલિકા પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિ, પ્રાથમિક શાળા નં.૪ માં ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખશ્રી મઘીબેન વાવીયા અને આદિપુરની મૈત્રી સ્કુલ ખાતે અબડાસા ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા, કૈલાશનગર પ્રાથમિક શાળા ખાતે મુન્દ્રા બારોઇ નગરપાલિકા પ્રમુખશ્રી કિશોરસિંહ પરમાર, ગાંધીધામમાં આદર્શ કન્યા વિધાલય ખાતે ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, સી.જી.ગીધાવાણી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ ભરતસિંહ જાડેજા, ગાંધીધામ પ્રાથમિક શાળા ખાતે કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે.અંજારમાં કે.કે.એમ.એસ. ગર્લ્સ હાઈસ્કૂલ હુંબલ, પ્રાથમિક શાળા નં.૨ ખાતે ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ ઈશિતા ટીલવાણી તેમજ પ્રાથમિક શાળા નં.૪ ખાતે અંજાર એપીએમસી ચેરમેનશ્રી વલમજીભાઇ હુંબલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાશે. આ સમગ્ર દિવસની ઉજવણી કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ના માર્ગદર્શન અને જિલ્લા પુરવઠા અધિકારી ડો.રીનાબેન ચૌધરીની આગેવાની હેઠળ યોજાશે.