પ્રદેશ ભાજપની પર્લામેન્ટરી બોર્ડની બીજા દિવસની બેઠક શરૂ

આજે ૧૩ જિલ્લાની ૪૭ તાલુકા પંચાયતના પદાધિકારીઓના નામો પર લાગશે મંજુરીની મહોર

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બે દિવસ બેઠકનો આજ રોજ બીજો દીવસ છે. આજે ચિંતનનો આરંભ થવા પામી ગયો છે. પ્રદેશ અધ્યક્ષ સહીતના મોભીઓની હાજરીમાં યોજાઈ રહેલી બેઠકમાં પ્રથમ દીને કચ્છ સહિતના ૧૧ જિલ્લાઓની ૩૮ તાલુકા પંચાયતના પદાધિકારીઓના નામો નીશ્ચીત કરી લેવામાં આવ્યા હતા ત્યારે હવે આજ રોજ રાજયની વધુ ૧૩ જિલ્લાની ૪૭ તાલુકા પંચાયતના પદાધિકારીઓના નામો પર મંજરીની મહોર લાગશે તેવા અહેવાલો પ્રાપ્ત થવા પામ્યા છે.