પ્રદેશ પ્રમુખપદને લઈને જાે-તોના સમીકરણો પણ યથાવત

વિપક્ષના નેતા માટે શૈલેષ પરમાર-પુંજા વંશ, વિરજી ઠુમ્મરના નામની ચર્ચા

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ પ્રમુખના હોદ્દા માટે શક્તિસિંહ ગોહિલ, ભરત સોલંકી અને અર્જુન મોડવાડિયા રેસમાં હોવાનું મનાય છે. જેને લઈને જાે અને તોના સમીકરણો પણ સર્જાયેલા છે. બીજીતરફ કોન્ગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તરીકે શૈલેશ પરમાર અને પૂંજા વંશના નામ બોલાઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જાેકે કેટલાક સૂત્રોનું કહેવું છે કે લાઠીના ધારાસભ્ય વીરજી ઠુમ્મર પણ આ હોદ્દા માટે રેસમાં છે.
અર્જુનભાઈ સાથોસાથ એક બેડામા એવી પણ ચર્ચા થાય છે કે, કોન્ગ્રેસ ભાજપને હંફાવવા માટેના આયોજન સાથે શક્તિસિંહ ગોહિલ પર પસંદગીનો કળશ ઢોળે તેવી સંભાવના છે.ગુજરાત બહારની શક્તિસિંહ ગોહિલની કામગીરી સારી રહી છે. તેમ જ ગુજરાતમાં પણ તેમની ઇમેજ એક ક્લિન નેતા તરીકેની છે. તેમની સામે કોઈ
આક્ષેપો થયેલા નથી. તો બીજીતરફ એક સમીકરણ એવુ પણ છે કે, શક્તિસિંહને ગુજરાત પ્રદેશ કોન્ગ્રેસના પ્રમુખનો કાર્યભાર સોંપવામાં આવે તો ભરતસિંહ સોલંકીને દિલ્હી લઈ જઈને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના આદિવાસી જાતિઓ અને જનજાતિઓના મતને કોન્ગ્રેસ તરફ ડાયવર્ટ કરવાની મહત્વની કામગીરી સોંપાય તેવી સંભાવના છે.