પ્રદેશ કોંગ્રેસનો નવો આશ્ચર્યજનક છુપો ‘ઉઘરાણા’કાર્યક્રમ

ધારાસભ્યોએ પણ હાથ અદ્ધર કર્યા

ગાંધીનગર : વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ પર સાત કરોડનું દેવું થતા કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ગુજરાત કોંગ્રેસના દેવાનો બોઝ હળવો કરવા માટે સાત કરોડ રૂપિયાના ઉઘરાણાનો કાર્યક્રમ ઘડ્‌યો છે. નાણાના ઉઘારાણાનું કામ પોતાના વિશ્વાસુ ગણાતા વ્યક્તિને સોંપવામાં આવી છે.
વિધાનસભાની ચૂંટણીમાં વ્યાજે રૂપિયા લઈને ઘી પીવા જેવી સ્થતિ કોંગ્રેસની થઈ છે. ચૂંટણી મેદાનમાં ઉતરેલી કોંગ્રેસના માથે એક નહી બે નહી પણ સાત કરોડનુ દેવું થઈ ગયું. દેવાના ભારને હળવો કરવા હવે પ્રદેશ પ્રમુખ સક્રિય થયા છે. દેવાની
ભરપાઈ કરવા માટે પ્રદેશ પ્રમુખ દ્વારા ઉઘરાણાનો કાર્યક્રમ ઘડ્‌યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ દેવાનો બોઝ હળવો કરવા ચૂંટાયેલા ધારાસભ્યો પાસે એક-એક લાખ રૂપિયાની મદદ માગી પરંતુ ધારાસભ્યોએ કોઈપણ પ્રકારની મદદ કરી નથી.
પરિણામે ઉઘરાણું કરવાનું પ્રદેશ પ્રમુખે નક્કી કર્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જ્ઞાતિ પ્રમાણે અલગ-અલગ વ્યક્તિઓને ફંડ ઉઘરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત મોટી રકમના સ્વિકાર માટે અમિત ચાવડા જાતે જેતે વ્યક્તિને રૂબરૂ મળશે. છેલ્લાં એક અઠવાડિયાથી અમિત ચાવડાએ પોતાના વિશ્વસુ વ્યક્તિને બોલાવીને વેપારીઓ અને ઉદ્યોગપતિઓનો સંપર્ક કહ્યું છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીના પ્રવાસ દરમ્યાન તમામ પ્રકારના તામજામ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચૂંટણી દરમ્યાન જે જાહેરાત કરવામાં આવી તેના પણ નાણા ચૂકવવામાં આવ્યા નથીપ દેવાનો બોઝ હળવો કરવા પ્રદેશ પ્રમુખ મથી રહ્યા છે. તો બીજી તરફ કેટલાક ધનાઢ્ય લોકો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખથી નારાજ છે. આવી પરીસ્થિતિ વચ્ચે અમિત ચાવડા ઉઘરાણાનો કાર્યક્રમ કરીને કેટલી રકમ એકઠી કરે તે હવે જોવુ રહ્યું.