પ્રદુમ્ન હત્યા કેસ : પીએમરીપોર્ટમાં ચોકાવનારો ખુલાસો

નવી દિલ્હી : રાયન ઈન્ટરનેશનલ સ્કૂલમાં ૭ વર્ષના બાળકની હત્યા બાદ સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. સ્કૂલમાં બાળકોની સુરક્ષા અંગે હવે સવાલો ઊભા થવા લાગ્યાં છે. આ દરમિયાન પ્રદ્યુમ્નના મૃતદેહનો પોસ્ટમોર્ટમ  રિપોર્ટ આવી ગયો છે. આ
રિપોર્ટે તો હવે પોલીસની તપાસ ઉપર જ સવાલ ઊભો કર્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ બાળક સાથે કોઈ પણ પ્રકારનું શારીરિક શોષણ થયુ હોવાની વાત સામે આવી નથી. આ સાથે જ રિપોર્ટમાં કહેવાયું છે કે બાળકના ગળાની એક નસ ચાકૂના વારથી કપાઈ ગઈ હતી જેના કારણે બાળક પોતાની સાથે જે કઈ થઈ રહ્યું હતું તે અંગે બૂમાબૂમ કરી શક્યો નહીં. કહેવાય છે કે આ એ જ નસ હતી જેનાથી આપણે બોલીએ છીએ. આ કેસમાં અત્યાર સુધીમાં સ્કૂલ મેનેજમેન્ટના બે વરિષ્ઠ અધિકારીઓની ધરપકડ થઈ છે. સ્કૂલના રિજીઓનલ હેડ અને એચઆર હેડની  ધરપકડ થઈ છે. બંનેને કોર્ટમાં રજુ કરાયા અને ત્યારબાદ બે દિવસ માટે પોલીસ રિમાન્ડમાં મોકલી દેવાયા હતાં. કેટલાક શિક્ષકોની પણ પૂછપરછ થઈ રહી છે.આ અગાઉ પોલીસે જણાવ્યાં મુજબ આરોપી અશોક બસમાંથી ચાકૂ લઈને ટોઈલેટ પહોંચી ગયો અને ત્યાં વિદ્યાર્થી સાથે દુષ્કર્મ કરવાની કોશિશ કરી અને વિદ્યાર્થીએ બૂમાબૂમ કરતા તેની ગળુ ચીરીને હત્યા કરી નાખી.અત્રે જણાવવાનું કે હરિયાણાના ગુરૂગ્રામની રાયન ઈન્ટરનેશનલ સ્કૂલ ભોંડસીમાં ૮ સપ્ટેમ્બરના રોજ ૭ વર્ષના બાળક પ્રદ્યુમ્નની કોઈએ ટોઈલેટમાં ગળુ ચીરીને હત્યા કરી નાખી હતી. તેનો એક કાન પણ સંપૂર્ણ રીતે કપાયેલો હતો. બાળક બીજા ધોરણમાં ભણતો હતો.
કેસમાં પોલીસે મુખ્ય આરોપી તરીકે બસના ડ્રાઈવર અશોકની ધરપકડ કરી છે.મૃતક બાળક પ્રદ્યુમ્ન અને આરોપી ડ્રાઈવર અશોક હત્યાની તપાસ કરી રહેલી જીં્‌ને શાળામાં અનેક ખામીઓ હોવાની માહિતી પણ મળી છે. તપાસ ટીમના રિપોર્ટ મુજબ શાળામાં એક કે બે નહીં પરંતુ અનેક સ્તર પર બેદરકારી વર્તવામાં આવી રહી હતી. જીં્‌ને પોતાની તપાસમાં જાણવા મળ્યું હતું કે સ્કૂલમાં સીસીટીવી જે જગ્યાઓ પર લગાવાયા હતાં તે યોગ્ય જગ્યાઓ નહતી. શાળાની અંદર ડ્રાઈવરો અને કન્ડક્ટરો માટે અલગ ટોઈલેટની પણ વ્યવસ્થા નહતી.શાળાની બાઉન્ડ્રી વોલ પણ તૂટેલી હતી અને ટોઈલેટ બિલકુલ સુરક્ષિત જગ્યાઓ પર નહતાં.જીં્‌ તપાસમાં એવું પણ જાણવા મળ્યું કે સ્કૂલના કર્મચારીઓનું યોગ્ય રીતે પોલીસ વેરિફિકેશન પણ થયું નહતું. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે આ મામલે કોઈ જ નરમાશ વર્તવામાં નહીં આવે અને શાળા મેનેજમેન્ટને જવાબદાર ઠેરવવામાં આવશે. મૃતક બાળકના માતાપિતાએ આ કેસમાં સીબીઆઈ તપાસની માંગણી કરી છે.