પ્રથમ તબક્કાની ચુંટણી માટે પંચ સજ્જ

પ્રચારમાં બધા મુદ્દા ‘રન આઉટ’ઃ હવે ‘અમ્પાયર’ પર આધાર ઃ દેખ ચુનાવી વર્લ્ડ કપ કા સજ ગયા મૈદાન, ટ્રોફી ઈસકી પાને કો સબ નેતાગન પરેશાન, સોચ રહે હૈ સબ, કૈસે મતદાતા કો રીઝાયે, કમ ઓવરમેં અબ કૈસે રન તેજી સે બનાયે… ઃ પ્રથમ ચરણની ચૂંટણીમાં એક પણ મુદ્દો બરાબર પકડાયો નહિઃ પ્રદેશ નેતાઓના કદ મર્યાદિત રહ્યાઃ શનિવારના જનાદેશ તરફ મીટ

 

આવતીકાલે સાંજે ચુંટણી સામગ્રી સહિત કર્મચારીઓને મતદાન મથકો પર મોકલી અપાશે

 

ગાંધીનગર : ગુજરાતમાં પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણની ૮૯ બેઠકો પર ૯મી ડીસેમ્બરના રોજ યોજાનારી ચુંટણી માટે ચુંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને આવતીકાલે ચુંટણી સામગ્રી ઈ.વી.એમ મશીનો સહિતની સામગ્રી સાથે ફરજ પરના કર્મચારીઓને મતદાન મથકો પર મોકલી આપવામાં આવશે.ચુંટણી પંચ સામે સંકળાયેલ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ પ્રથમ તબક્કામાં યોજાનારી ૮૯ બેઠકો પર થનાર મતદાન માટે ચુંટણી પંચ દ્વારા ઈ.વી.એમ. મશીન, વી.વી.પેટ સહિતની ચુંટણી સામગ્રી સહિતની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પ્રથમ તબક્કાની ચુંટણી માટે મતદાન માટે વપરાનારા ઈ.વી.એમ મશીન અને વી.વી.પેટ મશીનોની ચકાસણી કરીને તૈયારી કરી દેવામાં આવ્યા છે. જેથી કરીને મતદાન દરમ્યાન મશીનોમાં કોઈ યાંત્રીક ખામી ન સર્જાય. ૮૯ બેઠકો પર ચુંટણી પંચ દ્વારા આવતીકાલે ચુંટણી ફરજ પરના રીટનીંગ અધિકારીઓ તેમજ કર્મચારીઓને ઈ.વી.એમ મશીન વી.વી.પેટ અવીલોપ્ય શાહી સહિતની ચુંટણી સામગ્રી ફાળવી દઈને ચુંટણી કામગીરી અંગે માર્ગદર્શન આપી સુરક્ષા બંદોબસ્ત સાથે ફરજ પરના ચુંટણી કર્મચારીઓને આવતીકાલે સાંજે જ મતદાન મથકો પર મોકલી આપવામાં આવશે.૮૯ બેઠકો પર શાંતિથી મતદાન સંપન્ન થાય તે માટે સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર સ્થાનિક પોલીસ ઉપરાંત અર્ધ લશ્કરી દળના શ† જવાનોને ફરજ ઉપર તૈનાત કરવામાં આવનાર છે.