પ્રજાવત્સલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્નેહમિલનમાં આર્શિવાદ આપશે : વાસણભાઈ

રતનાલ ખાતે સંસદીય સચિવ દ્વારા પરંપરાગત રીતે ર૩માં સ્નેહમિલનનું આયોજન : ૧૯૯પથી શરૂ થયેલી પરંપરાઓ સ્નેહીઓ મિત્રો, ગ્રામજનો ઉમળકાભેર ઉમટ્યા : રાજકિય – સામાજિક મહાનુભાવોએ નવાવર્ષની પાઠવી શુભકામનાઓ

 

૧રમાં મહિનામાં કોંગ્રેસનું બારમું કરવું છે : જયંતિભાઈ ભાનુશાલી

અંજાર : સંસદીય સચિવ વાસણભાઈ આહીરના યોજાયેલા સ્નેહમિલન પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ ભાનુશાલીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પોતાના સંબોધનમાં પ્રારંભે નવા વર્ષની શુભકામનાઓ પાઠવ્યા બાદ પોતાના આકરા મિજાજમાં આવેલા જયંતિભાઈ ભાનુશાલીએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી. સંગઠનમાં મહત્વની જવાબદારી સંભાળ્યા બાદ જયંતિભાઈએ ભાજપની સરકારે કરેલા કામોનો ઉલ્લેખ કરવાની સાથે કોંગ્રેસ પર પ્રહાર કરવાનું પણ તેઓ ચૂકયા ન હતા. તેમણે કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકારે અને કાર્યકરોએ કરેલી કામગીરી કરવાની ત્રેવડ કોંગ્રેસ પક્ષમાં નથી. વિકાસને જાઈને રઘવાયેલી કોંગ્રેસે અપપ્રચાર શરૂ કરી દીધો છે. ચૂંટણીમાં ફરી એકવાર હારથી બચવા માટે જ્ઞાતિવાદનું રાજકારણ કોંગ્રેસે શરૂ કર્યું છે. દર વખતે ચૂંટણી આવે ત્યારે ખોટા અપપ્રચાર કરીને પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કામ કોંગ્રેસ દ્વારા કરાયું છે. ત્યારે હવે જનતા તેનો જવાબ આપશે. ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને ૧રમાં મહિનામાં કોંગ્રેસનું બારમું કરવાનું છે માટે સૌ તૈયાર થઈ જજા તેવું જયંતિભાઈ ભાનુશાલીએ ઉમેર્યું હતું. ભાજપના કાર્યકરો સિંહ જેવા હોય છે અને આગામી ચૂંટણીમાં કોંગ્રેસને પછાડીને ફરીથી વિકાસશીલ સરકારની રચના ગુજરાતમાં થશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

 

ભુજ : રતનાલ ખાતે અંજારના ધારાસભ્ય અને સંસદીય સચિવ એવા વાસણભાઈ આહીર દ્વારા નવા વર્ષ નિમિતે પરંપરાગત રીતે સ્નેહમિલન યોજાયું હતું. ૧૯૯પથી ચાલી આવતી આ પરંપરામાં ગત વર્ષ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉપસ્થિત રહીને સૌ કચ્છીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવીને આર્શિવાદ આપ્યા હતા. ત્યારે આગામી વર્ષોમાં પ્રજાવત્સલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રતનાલની ધીંગી ધરા પર ઉપસ્થિત રહીને આર્શિવાદ આપશે તેવી આશા સંસદીય વાસણભાઈ આહીરે વ્યકત કરી હતી.
રતનાલના ગુરૂકૃપા ફાર્મ હાઉસ ખાતે સંસદીય સચિવ દ્વારા યોજાયેલા ર૩માં સ્નેહમિલન સમારોહમાં પ્રારંભે સંસદીય સચિવે સૌ રાજકિય મહાનુભાવો, આમંત્રિત મહેમાનો અને ગ્રામજનો ઉમળકાભેર આવકાર આપ્યો હતો. વાસણભાઈ આહીર ઈ.સ. ૧૯૯પમાં પ્રથમવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યારથી દર વર્ષે લાભ પાંચમના દિવસે તેમના દ્વારા સ્નેહમિલનનું આયોજન થાય છે. આ પરંપરા છેલ્લા ર૩ વર્ષથી ચાલી આવી છે અને તેમના સ્નેહીઓ, હિતેચ્છુઓ, ગ્રામજનો, રાજકિય-સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને તેમને નવા વર્ષના શુભ સંદેશ આપે છે અને સામે શુભેચ્છા ગ્રહણ પણ કરે છે. ત્યારે ર૩માં સ્નેહમિલનમાં ઉપસ્થિત રહીને તેમને નવા વર્ષના શુભ સંદેશ આપે છે અને સામે શુભેચ્છા ગ્રહણ પણ કરે છે. ત્યારે ર૩માં સ્નેહમિલનમાં ઉપસ્થિત રાજકિય મહાનુભાવોએ ભાજપના સૌ કાર્યકરોને શુભેચ્છા પાઠવી હતી. પ્રારંભે માંડવી-મુંદરા વિસ્તારના ધારાસભ્ય તારાચંદભાઈ છેડાએ સૌ કાર્યકરોને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. વાસણભાઈ દ્વારા પરંપરાગત રીતે જે આયોજન કરાઈ રહ્યું છે તેને બિરદાવીને આવા કાર્યક્રમો થકી ગામમાં અને પક્ષમાં એકતા તેમજ સંગઠનની ભાવના વિકસે છે તેવું તારાચંદભાઈ છેડાએ ઉમેર્યું હતું. અરજણભાઈ રબારીએ પણ સૌ આમંત્રિત મહેમાનોને આવકારીને શુભેચ્છા આપી હતી. નૂતનવર્ષે સૌ સાથે મળીને એકબીજાને આ રીતે શુભકામનાઓ આવા કાર્યક્રમોમાં જ પાઠવી શકે તેવું તેમણે ઉમેર્યું હતું. ગાંધીધામના ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરીએ શુભ સંદેશ પાઠવતા કર્યું હતું કે, વર્ષોથી વાસણભાઈ દ્વારા આ કાર્યક્રમ યોજાય છે અને હવે તો લાભ પાંચમ એટલે રતનાલ સહિત સમગ્ર અંજારમાં રજાનો માહોલ… કેમ કે આ દિવસે વાસણભાઈ દ્વારા સ્નેહમિલન યોજાય એટલે તેમાં વાસણભાઈની શુભેચ્છા લેવા અને તેમને શુભકામના પાઠવવા સૌ કોઈ ઉમળકાભેર જાડાય છે તે જાઈને આનંદની લાગણી થાય છે અને લોકો આવી જ રીતે વાસણભાઈ પર પ્રેમ વરસાવતા રહે તેવી શુભકામના રમેશભાઈ મહેશ્વરીએ વ્યકત કરી હતી.
જિલ્લા પંચાયતના અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરીયાએ પણ આ પ્રસંગે સૌ કાર્યકરો અને આમંત્રિત મહેમાનોને શુભેચ્છા પાઠવી હતી. વાસણભાઈના સ્નેહમિલન
આભાર – નિહારીકા રવિયા પ્રસંગમાં જાડાયેલા સૌ કાર્યકરોને તેમણે આગામી નવમીએ યોજાનાર ચૂંટણીના પ્રસંગમાં સૌને એકજુટ થઈને લડવા આગળ વધવાની પ્રેરણા પૂરી પાડી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે કચ્છ જિલ્લા ભાજપના મોભી તરીકે રતનાલ ખાતેના સ્નેહમિલનમાં સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. સંસદીય સચિવ વાસણભાઈ આહીર દ્વારા યોજાતા આ સ્નેહમિલન સમારોહમાં ઉમટેલા પક્ષના કાર્યકરો અને રતનાલ સહિત સમગ્ર અંજાર મત વિસ્તારના લોકોને નવા વર્ષની શુભેચ્છા આપવાની સાથે વાસણભાઈ પ્રત્યેની લાગણી આ રીતે જ વરસાવતા રહેવાની શુભકામના પાઠવી હતી.નવનિયુક્ત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતિભાઈ ભાનુશાલીએ પણ પોતાની આગવી છટામાં શુભેચ્છા સંદેશ પાઠવીને ભારતીય જનતા પાર્ટીએ કચ્છના કરેલા વિકાસનું ઋણ કચ્છીઓ કયારેય નહી ચૂકવી શકે તેવો મત વ્યકત કર્યો હતો. જયંતિભાઈ ભાનુશાલીએ કહ્યું હતું કે, કચ્છના ગામે ગામનો વિકાસ ભાજપની સરકારે કર્યો છે. કચ્છનું સફેદ રણ જ્યાં કોઈ જવા તૈયાર ન હતું ત્યાં આજે આખું વિશ્વ ફરવા માટે આવે છે અને ટુરિઝમ ડેવલોપમેન્ટથી કચ્છના છેવાડાના માનવીને પણ બે પૈસા મળતા થયા છે. આ ઉપરાંત દરેક ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીએ કચ્છમાં વિકાસની વણઝાર વરસાવી છે. ત્યારે આગામી ચૂંટણીમાં આ ઋણને ભૂલ્યા વિના ફરીથી એક વાર વિકાસની વાટ પકડવાની અપીલ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ ભાનુશાલીએ કરી હતી.
સંસદીય સચિવ વાસણભાઈ આહીરે રતનાલ ખાતેના પોતાના સ્નેહમિલન સમારોહમાં સૌ શુભેચ્છકો, રાજકિય મહાનુભાવો, ગ્રામજનો, પોતાના મત વિસ્તારના લોકો અને ભાજપના સૌ કાર્યકરોને આવકારીને શુભાષીશ પાઠવ્યા હતા. ર૦૭૪નું વિક્રમ સંવત વર્ષ સૌ માટે ખુશહાલી લાવે તેવી શુભકામના વાસણભાઈ આહીરે આપી હતી. ૧૯૯પથી શરૂ કરેલી આ પરંપરા આજે પણ અવિરત ચાલુ રહી હોય તો લોકોના પ્રેમ અને વિશ્વાસ થકી ચાલુ હોવાનું વાસણભાઈએ ઉમેર્યું હતું. ૧૯૯પમાં પ્રથમવાર ચૂંટાયો ત્યારથી આ શરૂઆત કરી છે અને સત્તામાં હોઉ કે ના હોઉ પણ લાભ પાંચમના દિવસે સ્નેહમિલન યોજું છું તેવું તેમણે કહ્યું હતું. આ સ્નેહમિલનમાં ગત વર્ષે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ ખાસ ઉપસ્થિત રહીને સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. તો આગામી વર્ષો દરમ્યાન પ્રજાવત્સલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ રતનાલ ખાતે ઉપસ્થિત રહીને સૌ કચ્છીઓને નવા વર્ષની શુભકામના આપશે તેવા ભાવ અને લાગણી સાથે આ પરંપરા આગળ પણ ચાલુ રહેશે તેવું સંસદીય સચિવ વાસણભાઈ આહીર પોતાની વાતમાં કહ્યું હતું. હાલ જ તેઓ અચાનક બીમાર પડ્યા હતા અને ગરમી વધી જવાને કારણે તેમને ચક્કર આવી જતા હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. ત્યારે લોકોને સ્નેહ અને શુભેચ્છા થકી તેઓ સૌની વચ્ચે છે તેવું તેમણે ઉમેર્યું હતું. અંતમાં આશીર્વચન આપતા સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજે સંસદીય સચિવ વાસણભાઈ આહીરને નવા વર્ષની શુભકામનાઓ પાઠવીને આર્શિવાદ આપ્યા હતા તેમના દ્વારા અંજાર મત વિસ્તાર માટે કરાયેલા કાર્યોને અનન્ય ગણાવાયા હતા. વાસણભાઈની સાથે સ્નેહમિલનમાં ઉમટેલા સૌ મહાનુભાવો, કાર્યકરો, ગ્રામજનો અને લોકોને પણ ત્રિકમદાસજી મહારાજે શુભાષિશ પાઠવ્યા હતા. સાથે ભાજપ દ્વારા થતા વિકાસ કાર્યોની સરાહના કરીને ૧પ૦ પ્લસ બેઠક ભારતીય જનતા પાર્ટીને મળે તેવી આશા સેવાઈ રહી છે તે ફળિભૂત થાય અને કચ્છ તેમજ ગુજરાત વધુને વધુ આગળ વધે તેવું જણાવ્યું હતું.
રતનાલ ખાતે યોજાયેલા સ્નેહમિલન સમારોહમાં સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ, પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ ભાનુશાલી, સંસદીય સચિવ વાસણભાઈ આહીર, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરીયા, ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, તારાચંદભાઈ છેડા, અરજણભાઈ રબારી, ધનજીભાઈ સેંઘાણી, છબીલભાઈ પટેલ, દિલીપરાજા કાપડી, જિલ્લા ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષા દિવ્યાબા, પ્રદીપસિંહ જાડેજા, ગાંધીધામના નગર અધ્યક્ષા ગીતાબેન ગણાત્રા, ગાડાના ચેરમેન મધુકાંત શાહ, મોમાયાભા ગઢવી, નિરવ ભાદરીયા, પુષ્પાબેન ટાંક, વલમજીભાઈ હુંબલ, બચુભાઈ આહીર, રૂપાભાઈ ચાડ, મોગલધામના મહંત સામંતભાઈ ગઢવી, જીવા શેઠ, જારાવરસિંહ રાઠોડ, સાવજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, અનિરૂદ્ધ દવે, હરિભાઈ જાટિયા, નિમેષ ફડકે, ગોપાલભાઈ ધુવા, સરકારી વકીલ કે.સી. ગોસ્વામી સહિતના અગ્રણીઓ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહમિલન સમારોહમાં કચ્છઉદય પરિવારના મોભી ગંગારામભાઈ ભાનુશાલી, પ્રકાશભાઈ  ભાનુશાલીએ સંસદીય સચિવ વાસણભાઈ આહીરને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.