પ્રજાપારાયણ સીએમ વિજયભાઈ કાલે કચ્છના પ્રવાસે આવશે

  • સવારે જામનગર અને બપોર બાદ કચ્છની મુલાકાત

કોરોનાની સાંપ્રત સ્થિતીને જોતા મુખ્યપ્રધાન રૂબરૂ થવા કચ્છ આવી રહ્યા છે, કાલે બપોરે રઃ૦૦ કલાકે ભુજ વિમાનીમથકે થશે આગમન : રઃ૩૦ કલાકથી અધિકારી-પદાધિકારીગણની સાથે યોજશે બેઠક : કોરોનાની સ્થીતીનો મેળવશે તાગ : મહામારીને ડામવા જરૂરી નિયંત્રણોના પણ આપશે દીશાનિર્દેશ-માર્ગદર્શન

ગાંધીધામ : કોરોના મહામારી ગુજરાતમાં પડકાર સર્જી રહી છે ત્યારે બીજીતરફ રાજયના સંવેદનશીલ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી ઠેર ઠેર રૂબરૂ પહોચી જઈ અને સ્થિતીનો તાગ મેળવી જરૂરી પગલા-દીશાનિર્દેશ સહિતનુ માર્ગદૃશન આપી રહ્યા છે. દરમ્યાન જ જાણવા મળતી માહીતી અનુસાર કચ્છમાં પણ કોરોનાની સ્થિતી વણસતી જોવાઈ રહી છે, તંત્રના તમામ પ્રયાસો બાદ પણ દર્દીઓ અને તેના સગાવ્હાલાઓની ફરીયાદો સતત વધી રહી હોવાની સ્થીતી સામે આવતા હવે રાજયના સવેદનશીલ મુખ્યપ્રધાન કચ્છ જિલ્લાની સ્થિતીનો સાચો તાગ મેળવવા ખુદ રૂબરૂ જ કચ્છ પધારી રહ્યા હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે. સચિવાલય સુત્રોમાથી મળતી માહીતી અનુસાર વિજયભાઈ રૂપાણી આવતીકાલે સવારે જામનગરનો પ્રવાસ કરનાર છે અને ત્યાથી સીધા જ બપોર બાદ કચ્છ આવી પહાચવાના છે. બપોરે ર કલાકે તેઓ ભુજ વિમાનીમથકે આવશે અને રઃ૩૦ કલાકે કલેકટર કચેરી ખાતે કચ્છના અધિકારીગણ તથા પદાધિકારીઓની સાથે કોરોનાની સ્થિતીને લઈને ચર્ચા પરામર્શ કરશે. આ બેઠકમાં કલેકટરશ્રીથી લઈ અને વિવિધ મહત્વપૂર્ણ અધિકારીઓ તથા જીલ્લા ભાજપ અધ્યક્ષથી માંડી અને સાંસદશ્રી તથા ધારાસભ્યો સહિતના પદાધિકારીઓ હાજર રહેશે. કચ્છમાં કોવિદ હોસ્પીટલો, પથારીઓ, ઓકસિજન, રેમડેસીવર ઈન્જેકશન, સહિતની વ્યવસ્થાઓથી તેઓ રૂબરૂ થશે અને તે ઉપરાંત વાસ્તવિક સ્થિતીનો પણ સ્થાનિક તંત્રની પાસેથી ચિત્તાર મેળવશે અને ખુટતી કડીઓ પૂર્ણ કરવા જરૂરી દીશા નિર્દેશ આપશે.આ બાબતે કચ્છ જિલ્લા ભાજ૫ અધ્યક્ષ કેસુભાઈ પટેલને પુછતા તેવોએ મુખ્યપ્રધાનશ્રી વિજયભાઈ આવતી કાલે બપોરે ૨.૦૦ કલાકે કચ્છ પધારી રહ્યા હોવાની વાતને સમર્થન આપ્યું હતું.