પ્રજાનું અવિરત હિત – ભાજપની જીત : વિ.રૂ

ગુજરાત ગૌવર યાત્રા અંતર્ગત કચ્છના રાપરમાં વિજયભાઈ રૂપાણીનો ઉદગાર
 : નર્મદા જળ થકી કચ્છમાંથી દુષ્કાળ બનશે ભુતકાળ : સીએમનો હુંકાર

સીએમની ઉપસ્થીતીમાં વાગડમાં પ્રભુત્વ ધરાવનારાઓએ ધારણ કર્યો કેસરીયો ખેસ
રાપર : આજ રોજ રાપર દેનાબેંક ખાતે સીએમ રૂપાણીની ઉપસ્થિતીમાંં ભાજપના જામજુસ્સામાં ઉમેરો થવા પામ્યો છે. આજે જાહેરસભા સંપન્ન થયા બાદ ગત ચૂંટણીમાં અહી અપક્ષ તરીકે ઝંપલાવેલા અને પ૦૦૦ મતો અંકે કરી ગયેલા પલાસવાના આગવાન વેલજીભાઈ સુજાભાઈ રાજપુત તેમના ર૦થી વધુ ટેદારો સાથે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે. તેમને ભાજપના આગેવાનો દ્વારા હોશભેર ભાજપમાં આવકાર આપવામા આવ્યો હતો.

રાપર : આજ રોજ રાપરના દેનાબેંક ચોક ખાતે ગુજરાત ગૌવર યાત્રાના સમાપન સમારોહના ભાગરૂપે પધારેલા રાજયના સંવેદનશીલ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ હતુ કે, ગુજરાત ગોરવ યાત્રાને ઠેર ઠેરથી આવકાર મળી રહ્યો છે. દુનીયાભરમાં ગુજરાતનું ગૌરવ વધે તે રીતે યાત્રાનું આયોજન કરાયુ છે. ગુજરાત-વિકાસ-મોદી સહિતના શબ્દો એકબીજાના પર્યાયો બની ગયા છે. વિકાસ શબ્દથી કોંગ્રેસ ડગાઈ ગઈ છે. વિકાસ તમારા માટે મજાક હશે પરંતુ ભાજપ માટે વિકાસ મિજાજ છે. અને મિજાજને અવિરત આગળ ધપાવતા રહીશુ. વિજયભાઈ રૂપાણીએ અહી કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.પાણીના અભાવે લોકો ગુજરાતમાંથી હિજરત કરી રહ્યા હતા, કચ્છ પાણી વગર ટળવળતુ હોય, કચ્છમાં પાણી નહી પહોંચે, કેનાલ આવવાની નથી, આવો પ્રચાર ગુજરાતના વિરોધીઓ કરતા હતા. હવે આ બધાની હવા નીકળી ગઈ છે. કચ્છમાં પાણીના ધોધ આવી ગયા છે. ભાજપની સરકારે કેનાલના લોકાર્પણો થઈ ગયા છે. પાણી ખળખળ વહી રહ્યા છે અને સરહદ સુધી નર્મદાના જળ પહોંચાડી રહ્યા છીએ. કચ્છને આપેલા વચનને ભાજપની સરકાર નિભાવી રહી છે. કોંગ્રેસ પાણીથી કચ્છનો શું વિકાસ થઈ ગયો છે તે શું સમજશે? તેમ કહી અને રૂપાણીએ પ્રહારો કર્યા હતા. વિજયભાઈ રૂપાણીએ તેઓની સરકાર દ્વારા રાજયના છેવાડાના તબક્કાઓ માટે અમલી બનાવેલી યોજનાઓની છણાવટ કરી હતી. ભાજપ દ્વારા રોડ-રસ્તા, શૌચાલય નિર્માણ, શિક્ષણ, ખેતી, સિંચાઈ, મેડીકલ કોલેજ(રાજયસ હિત કચ્છમાં પણ એક મેડીકલ કોલેજ આપી છે), શાળાઓના ઓરાડાઓ, શિક્ષકો, સહિતના વિકાસાર્યો કરી દેખાડયા છે. ગરીબી-બેકારી અને ભ્રષ્ટાચાર આ ભારતમાં કોંગ્રેસના સાસનની ભેટ હતી. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવતા જ રોજગારી સર્જન, ભ્રષ્ટાચાર નાબુદી અને ગરીબી ઉન્મુલનના અનેકવિધ પ્રયાસો થયા છે. અને પરીણામો આજે આપણા સૌની સામે જ હોવાનો ઉદગાર વિજયભાઈએ કર્યો હતો. કચ્છ નહી દેખા તો કુછ નહી દેખાનો પ્રવાસનનો અભુતપૂર્વ વિકાસ રણોત્સવના માધ્યમથી આજે થવા પામી ગયો છે. વિશ્વપર્યટકો અહી આવતા હેવાથી રોજગારી સહિતના સર્જનો સાથે વિકાસ થવા પામી ગયો છે. ભાજપનું ગુજરાત ભાજરતભરમાં વિકાસમોડેલ બની ચૂકયુ છે. સ્કીલ ઈન્ડીયા, મેકઈન ઈન્ડીયા, ડીજીટલ ઈન્ડીયા આ બધી યોજનાઓથી ભારતનું વીશ્વસમાં ગૌરવ વધ્યુ છે. ગુજરાતમાં બહેનોને માટે ગારમેન્ટ પોલીસી બનાવી છે. ગુજરાત કપાસનું ઉત્પાદન કર છે. ફાર્મથી ફાયબર, ફેબ્રીક, ફેશન અને ફેશનથી ફોરેનના સુત્રને ધ્યાને રાખી અને ગુજરાત વ્યવસ્થા કરવા માંગે છે. ગુજરાતમાં ગારમેન્ટને વિકસાવી લાખો લોકોને રોજગારી-રોજીરોટી મળે તે માટે જાહેર કરી છે. આ પોલીસ તળે કંપની જે પગાર આપશે તે ઉપરાંત ચાર હજાર રૂપીયાનો સહાયક પગાર ગુજરાત સરકારઆપશે તેવી વ્યવસથાની વાત કરી હતી. બહેનો, યુવાનો, ખેડુતો,ની ગુજરાત સરકાર છે. આ તમામના વિકાસને માટે અમારી સરકાર સદાય પ્રતિબદ્ધ રહેશે. ખેડુતોને પણ વિજયભાઈએ ટેકાના ભાવે ઉપજ ખરીદવાની ખાત્રી આપીહતી. વિજયભાઈની સરકારે ખેડુતોના હિત માટે અનેકવીધ પગલા લીધા છે. ગુજરાતનો ખેડુત સમૃદ્ધ બને તેવા પ્રયાસો કરી રહ્યા છીએ. કચ્છમાં નર્મદાજળના પાણીના ઓવારણા થવાના છે. ટેન્ડરો આ માટેના બહાર પાડી દેવાયા છે. કચ્છને એક મિલીયન એકર વધારાનુ પાણી મળે તે માટે ગુજરાત સરકારે ચિંત સેવી છે. મા નર્મદાનુ પાણી મળે અને કચ્છ સુજલામ સુલફામ બને. કચ્છમાં દુકાળ ભુતકાળ બને. તે માટે સંકલ્પબદ્ધ રહેવાનો ઉદગાર વિજયભાઈએ કર્યો હતો. હું ગુજરાત છું..હું વિકાસ છુ..ના સુત્રોચ્ચાર સાથે વિજયીભાઈએ પોતાના પ્રાસગીક પ્રવચનને વિરામ આપ્યો હતો. રાપરની દેનાબેંકના  ચોકમાં જાહેરસભામાં આ પહેલા અહીના ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ સ્વાગત પ્રવચન કર્યુ હતુ. ત્યારબાદ આ તબક્કે ગોરધનભાઈ ઝડફીયાએ કહ્યુ હતુ કે ગાંધી, સરદાર અને મોદી ભારતનું ગૌવર છે. જવાહરલાલ નહેરૂની ભાગલાવાદી નીતી આજે પણ દેશને નડી રહી છે અને કાશ્મીર સમસ્યા તેનો દાખલો કહી શકાય તેમ છે. તેઓએ કહ્યુ કે, કચ્છને નર્મદા જળ ન મળે તે માટે કોંગ્રેસ દ્વારા અનેકગણો અપપ્રચાર કરવામા આવ્યો હતો પરંતુ ભાજપની મકકમતાથી આજે કચ્છને નર્મદાનીર મળવા પામી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ રાજય મંત્રી હંસરાજ આહીર દ્વારા પ્રાસંગીક ઉદબોધન કરતા કહ્યુ હતુ કે, દેશના પીએમ મોદીજીની આગેવાનીમાં ગુજરાતમાં વિકાસનો અનુભવ સમગ્ર રાજયની પ્રજાએ જાયો જ છે. ગુજરાતના વિકાસની વાત કરીએ તો ખેતી, સીંચાઈ, શિક્ષણ, રોજગાર સહિતના પ્રયાસો થેયલા અહી જાવામા આવી છે. લોકોનો વિકાસ થાય અને આવક વધે તે માટ ગુજરાત પર્યાય બની જવા પામી ગયો છે. ગુજરાત વિકાસનું રોલમોડેલ આજે બની જવા પામી ગયુ છે. આદીવાસી, દલીતો, વંચીતોનો પણ ગુજરાતમાં અદકેરો વિકાસ થવા પામ્યો છે. ગુજરાતમાં પછાતવર્ગના વિકાસને માટે કામ થયેલા છે.
રોજગારી સર્જવા વિજયભાઈ રૂપાણીની સરકારના પ્રયાસો સરાહનીય છે. હંસરાજ આહીરે એકંદરે વિજયભાઈ રૂપાણીએ કરેલા કાર્યોમાં ખેતી, નર્મદાજળ, રોજગાર સર્જન, પછાત-દલીતોના ઉત્થાનના પ્રયાસો, ખેડુતોની પ્રગતિ માટેના થયેલા પ્રયાસોની છણાવટ કરી હતી. નર્મદાજળના કાર્યોને ગુજરાતમાં વર્તમાન તબક્કે જે રીતે વેગવાન બનાવાયેલા છે તે કપરાકાર્યોહોવાનુ પણ શ્રી આહીરે કર્યુ હતુ. સોની યોજનાઓ અને નર્મદા જળ યોજનાનુ ગુજરાતમાં થયેલુ કામ પણ આહીરે સીમાચિહ્નરૂપ ગણાવ્યો હતો. કચ્છને રણ તરીકે ઓળખવામા આવતા હતા પરંતુ ગુજરાતમાં પાછલા એક દાયકમાં થયેલા ખેતીના વિકાસકાર્યોને જાતા હવે પંજાબ જેવુ હરીયાળુ બની રહ્યુ છે કચ્છ-ગુજરાત રાજય. દેશમાંથી ગરીબી સમાપ્ત કરવાની તેઓએ સંકલ્પબદ્ધતા સાથે ખાત્રી આપી હતી. યુવાનોને આ માટે આગળ આપવવા આહવાન કર્યુ હતુ. દરેક હાથને કામ અને ખેતીને પાણી મળે તે માટે જ કેન્દ્ર અને ગુજરાતની સરકારો સક્રીયતાથી આગળ ધપી રહી છે. સૌનો સાથ સૌનો વિકાસના સુત્રને સાર્થક કરનાર ગુજરાતની પ્રજાને પણ હંસરાજ આહીરે અભિનંદન પાઠવ્યા હતા.
રાપરમાં દેનાબેંક ચોક ખાતે આજ રોજ ગુજરાત ગૌવર યાત્રાના યોજાયેલા સમારોહમાં ભાજપના પદાધિકારીઓ, અધિકારીગણ તથા સ્થાનિક પ્રજાજનો વિશાળ સંખ્યામાં ઉમટયા હતા.
આજના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હંસરાજભાઈ આહીર, પ્રદેશ ભાજપના ગોરધન ઝડફિયા, સંસદીય સચિવ વાસણભાઈ આહીર, સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, રાપર ધારાસભ્ય પંકજભાઈ મહેતા, બિપિન દવે, અનિરૂદ્ધ દવે, શૈલેન્દ્રસિંહ જાડેજા, અરજણ રબારી, ડોલરરાય ગોર, વિરેન્દ્રસિંહ જાડેજા, અંબાવી વાવિયા, દેવજી વાવિયા, કેશુભા વાઘેલા, લક્ષ્મણસિંહ સોઢા, મોમાયા ગઢવી, રાજુ ચૌધરી, કરશન મંજેરી, પૂજા ચૌધરી, દેવનાથ બાપુ, દેવજી વાવિયા, પ્રવીણ વાવિયા, અશોક માલી, કમલસિંહ સોઢા, વિકાસ રાજપૂત, નશાભાઈ દૈયા, હમીરસિંહ સોઢા, કાનજી આહીર, રશ્મિમ દોશી, હઠુભા સોઢા, જયશ્રીબેન કારોત્રા, જયરામ સોનરા, અનોપસિંહ વાઘેલા, કનુભા જાડેજા, ઘનશ્યામ પૂજારા, બળવંત ઠક્કર, દાનાભાઈ વાવિયા, ડો. દિનેશ ગઢવી, રામજી મુછડિયા, કીર્તિ મોરબિયા, મોહન બારડ, વીરજી મોર, ગંગદાસ પટેલ, જગદીશગિરિ બાપુ, મહેન્દ્રસિંહ વાઘેલા, રામજી સોલંકી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.