પોષણ પખવાડીક અંતર્ગત રાપર ઘટકમાં વિવિધ સ્પર્ધા દ્વારા જાગૃતિ ફેલાવાઇ

ભુજ : બાળકો અને મહિલાઓ, પોષણ યુકત બને તેમ કુપોષણ મુકત સમાજ માટે ચાલેલા
અભિયાન હેઠળ ૧૬ માર્ચ થી ૩૧ માર્ચ દરમ્‍યાન મહિલા અને બાળ કલ્‍યાણ વિભાગ દ્વારા
પોષણ પખવાડીયાની ઉજવણી સમગ્ર રાજય ભરમાં કરવામાં આવી હતી. રાજયની સાથે કચ્‍છ
જીલ્‍લાના રાપર તાલુકાના આઈ.સી.ડી.એસ. કચેરી રાપર દ્વારા પણ પોષણ પખવાડીયાની
ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર પખવાડીયા દરમ્‍યાન પોષણ અંગે લોકજાગૃતિના વિવિધ
કાર્યક્રમોનું આયોજન આંગણવાડી કેન્‍દ્રો દ્વારા કરવામાં આવ્‍યું હતું.
રાપર ઘટકમાં જીલ્‍લા પ્રોગ્રામ ઓફીસરશ્રી ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ વિવિધ
કાર્યક્રમો કરી કુપોષણનું કલંક દુર કરવા હાકલ કરેલ હતી. તંદુરસ્‍ત માતા થકી નવજાત
બાળકના સ્‍વાસ્‍થ્‍ય સમૃઘ્‍ધિના આહાર વિશેષ ભાગ ભજવે છે. સગર્ભા માતાઓના ગર્ભમાં
રહેલ બાળકને જરૂરી પોષણ મળી રહે તથા ધાત્રી માતાઓ દ્વારા નવજાતને પુરતા પ્રમાણમાં
પોષણ મળી રહે તે અંગેની સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત કિશોરીઓ માટે જાગૃતિ
કાર્યક્રમ, THR માંથી બનતી વિવિધ વાનગીઓનું પ્રદર્શન, પોષણ શપશ અને પોષણ સંદેશનો
પ્રચાર, હેન્‍ડવોશીંગ, પોષણ રેલી, પાલક વાલી સાથે અતિ ઓછા વજન ધરાવતા બાળકોની
ગૃહ મુલાકાતોના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ હતુ.
આ કાર્યક્રમમાં સી.ડી.પી.ઓ.શ્રી જીગ્નેશભાઈ કે. પરમાર દ્વારા પોષણ અંગે વિસ્‍તૃત
માહિતી આપવામાં આવેલ. આ ઉપરાત સુપરવાઈઝર શ્રી આશાબેન ચૌધરી
આઈ.સી.ડી.એસ.માંથી હેતલબેન પટેલ, નગાભાઈ પારંગી, આરોગ્‍ય વિભાગમાંથી કંચનબેન
તથા વર્કર, હેલ્‍પર, સગર્ભા, ધાત્રીમાતાઓ અને કિશોરીઓ ઉપસ્‍થિત રહયા હતા.