પોલીસ પર હુમલા કેસમાં પકડાયેલા લતીફના રિમાન્ડ મેળવવા કાર્યવાહી

જદુરા અને સણોસરા સીમાડામાં હોવાની બાતમી આધારે ર૭ કર્મચારીઓના કાફલાએ સાડા ત્રણ કલાકની જહેમત બાદ ઝડપી પાડયોઃ કોઠારા પોલીસના હવાલે કરાયો

 

લતીફ સામખિયાળી-ભચાઉ પોલીસ સ્ટેશનનો વોન્ટેડ
ભુજ : પોલીસ પર હુમલો કરનાર લતીફ નુરમામદ કકલ ભચાઉ તથા સામખિયાળી પોલીસ સ્ટેશનના ગુન્હાનો વોન્ટેડ હતો તેના સામે વિવિધ નોંધાયા હતા. જેમાં મુન્દ્રામાં ગુના નંબર ૧૮૧-ર૦૧૩ આઈપીસી કલમ ૩૮૦, માંડવી મરીનમાં ૦૪-ર૦૧૪ આઈપીસી કલમ ૩ર૪, ૧૧૪, સામખિયાળીમાં પ૧-ર૦૧પ આર્મ્સ એકટ રપ (૧)બી સામખિયાળીમાં ૪ર-ર૦૧૬ આઈપીસી કલમ ૩રપ, ૩૦૭ જે ગુનામાં આજે પણ નાસતો ફરે છે. સામખિયાળીમાં ૮ર-ર૦૧૬ આઈપીસી કલમ ૩૦૭, ભચાઉમાં ૧રર-ર૦૧૬ આઈપીસી કલમ ૩૦૭ જે ગુનામાં આજે પચણ વોન્ટેડ છે. જયારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ૧૩પ-ર૦૧૬ આર્મ્સ એકટ કલમ રપ (૧) બી હેઠળ કુલ્લ સામ ગુનાઓ નોંધાયેલ છે જે પૈકી બે ગુનાઓમાં આજે પણ પોલીસ પકડથી દૂર રહ્યો છે.

 

 

ઉઘાડા ડીલે ભાગેલા લતીફે કપડા ચોર્યા
નલિયા : અબડાસા તાલુકાના આરીખાણા ગામે વાડીમાં પોલીસે છાપો મારેલ ત્યારે આરોપી લતીફે પોલીસ ટુકડી પર હુમલો કરી ઝપાઝપી કરી પોલીસના હાથમાંથી નાશી ગયો હતો.
પોલીસ સાથેની ઝપાઝપી દરમ્યાન લતીફનું શર્ટ ફાટી ગયેલ અને પોલીસથી બચવા લતીફ ઉઘાડા ડીલે ભાગી છુટેલ. રવીવારે ભાગ્યા બાદ લતીફે એક વાડીમાંથી કપડાની ચોરી કરી હતી. જયારે તે ભાગેલ ત્યારે તેના પાસે માત્ર ૧૦૦ રૂપિયા જ હતા ત્યાર બાદ અબડાસાથી ટ્રક દ્વારા ભેુજ આવેલ અને જદુરા તથા સણોસરા ગામના સીમાડામાં છુપાઈ ગયો હતો. આરીખાણાથી ભુજ અને ભુજથી સીમાડામાં તે કેવી રીતે પહોંચ્યો તેને કોઈ મુકી ગયુ કે કેમ તેની સાથે કોણ કોણ સંડોવાયેલ છે. લતીફ એક સારો ઘોડે સવાર હોવાના નાતે ઘોડાને તાલીમ આપવાના કામે તે અબડાસા પહોંચ્યો હતો. પોલીસે તે દિશા તરફ પણ તપાસનું પગેરૂં લંબાવ્યં હતું.

 

 

 

 

 

લતીફને પકડનાર પી.આઈ. સહિત ર૭ કર્મચારીઓને પ હજારનો રોકડ પુરસ્કાર
ભુજ : ખુંખાર અને વોન્ટેડ આરોપી લતીફ પોલીસ પર હુમલો કરી નાસી છુટયો હતો. બનાવના પગલે પશ્ચિમ કચ્છ પોલીસમાં દોડધામ મચી જવા પામી હતી. ત્રણ દિવસની રઝળપાટના અંતે પોલીસે લતીફને જદુરા – સણોસરા ગામની સીમમાંથી ઝડપી પાડયો હતો. પ્રશંસનીય કામગીરી કરનાર પી.આઈ. વી. કે. ખાંટ તથા બે પીએસઆઈ સહિત ર૦ પોલીસ કર્મચારીઓને એસ.પી. એમ. એસ. ભરાડાએ પાંચ હજાર રોકડ તથા પ્રશંસાપત્ર જાહેર કર્યા હતા.

 

 

 

 

નલિયા : અબડાસા તાલુકાના આરીખાણા ગામે વાડીમાં રહેતો તલીફ શંકાસ્પદ પ્રવૃતિઓ કરતો હોવાની તથા શંકાસ્પદ માણસો આવ-જાવ કરતા હોવાની બાતમી આધારે કોઠારા પોલીસે છાપો મારતા ખુંખાર આરોપીએ પોલીસ ઉપર હુમલો કરી નાસી છુટયો હતો. જયારે તેની પત્નીને પકડી પાડી કોર્ટ રજુ કરતા કોર્ટે જેલ હવાલે કરી દીધો હતો. આરોપીને ઝડપી પાડવા પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસ જારી રાખી હતી. દરમ્યાન એસ.ઓ.જી. ની ટીમે મળેલ બાતમી આધારે જદુરા-સણોસરા ગામની સીમમાં ર૭ પોલીસ અધિકારી કર્મ્ચારીઓની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સાડા ત્રણ કલાકની જહેમત બાદ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર કોઠારા પોલીસ ટુકડી ઉપર હુમલો કરી નાસી છુટેલા ખુંખાર આરોપી લતીફ નુરમામદ કકલને ઝડપી પાડવા પશ્ચિમ કચ્છ એસ.પી. એમ. એસ. ભરાડાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પી.આઈ. વી.કે. ખાંટ, એલસીબી પી.એસ.આઈ. એમ.બી. ઓૈસુરા માનકુવા પી.એસ.આઈ. એન.એમ. ચૌધરી તથા એસ.ઓ.જી. એલ.સી.બી. માનકુવા પધ્ધર પોલીસ મથકના સ્ટાફની જુદી જુદી ર૭ માણસોની ટીમો બનાવી શોધખોળ શરૂ કરાઈ હતી. દરમ્યાન એસ.ઓ.જી. ના હેડ કોન્સ. મદનસિંહ લાલુભા જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ સુનિલ પપરમારને બાતમી હકીકત મળેલ કે આરોપી લતીફ જદુરા-સણોસરા ગામની સીમમાં પોતાની હાજરી છુપાવી ફરતો હોવાની સચોટ બાતમી આધારે પોલીસની ટીમોએ ચારે બાજુ કોર્ડન કરી સાડા ત્રણ કલાકની જહેમતના અંતે પકડી પાડવામાં આવ્યો હતો. આરોપીને કોઠારા પોલીસે સોંપી દેવામાં આવ્યો હતો.
આરોપીના રિમાન્ડ મેળવવા માટે કોઠારા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આરોપીને ઝડપી પાડવાની કામગીરીમાં એસ.ઓે.જી. ના એસ.એસ.આઈ. વાછીયાભાઈ ગઢવી સાથે વિજય યાદવ, કિશોરસિંહ જાડેજા, મદનસિંહ જાડેજા, નરેશ ભુસડીયા, સુનિલ પરમાર, દિવ્યાંગ બારોટ તથા એલસીબીના નરેન્દ્ર યાદવ, કરણસિંહ ઝાલા, વનરાજસિંહ ઝાલા, સામતાભાઈ પટેલ, રાજેન્દ્રસિંહ ગોહિલ, જેન્તીભાઈ મહેશ્વરી, મહિપાલસિંહ જાડેજા, મહિપાલસિંહ રાજપુરોહિત, મયુરધ્વજસિંહ જાડેજા, પધ્ધર-માનકુવાનો સ્ટાફ જોડાયો હતો.