પોલીસને જોઈ કાર ચાલકે ગાડી સ્પીડમાં હંકારી, તપાસ કરતા ગાડીમાંથી દારૂ નિકળ્યો

ભુજોડીથી શેખપીર ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગ દરમિયાન બની ઘટના : અમદાવાદ પાર્સિંગની કારમાંથી
૩ર હજારનો દારૂ જપ્ત

ભુજ : માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એલસીબીએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં મહત્ત્વની બાબત એ છે કે, પોલીસ તો વાહન ચેકિંગમાં વ્યસ્ત હતી. આ દરમિયાન કાર ચાલકે પોલીસને જોઈ ગાડી સ્પીડમાં હંકારતા પોલીસે પીછો કરતા તેમાંથી શરાબ મળી આવ્યો હતો.એલસીબીના કર્મચારીઓ ભુજોડી રેલવે ફાટકથી શેખપીર ત્રણ રસ્તા પાસે પહોંચતા એક કાળા કાંચવાળી શંકાસ્પદ મારુતિ ફંટી કાર સામેથી આવતા તેને ઊભી રખાવવાની કોસીસ કરાઈ હતી. જેમાં કાર ચાલકે પોતાના કબજાની કાર સ્પીડમાં હંકારતા પોલીસે પીછો કર્યો હતો. જેમાં આરોપીએ ભુજોડી રેલવે ફાટક પાસે ઓવર બ્રીજના પુલના કામ પાસે પુલ નીચે ફાર્મ વિલા રિસોર્ટની સામે કાર મુકી નાસી ગયો હતો. જેમાં તપાસ કરતા વ્હીસ્કી ૬૯ બોટલ, વોડકાની ર૩ બોટલ કિંમત રૂા.૩ર,ર૦૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. તેમજ પોલીસે જીજે૦૧-એચએ-૯૩૪૪ નંબરની રપ હજારની કાર પણ કબજે કરી હતી. વાહન ચાલક સામે માધાપર પોલીસમાં ગુનો દાખલ કરાયો છે.