પોલીસને અમારી બાતમી કેમ આપે છે તેવું કહી માંડવીમાં યુવાન ઉપર ચાર બુટલેગરોનો  તલવારથી જાનલેવા હુમલો

ઘવાયેલા યુવાનને હોસ્પિટલ ખસેડાયો : આરોપીઓ સામે  ફોજદારી નોંધી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરતી પોલીસ

 

માંડવી : શહેરમાં આવેલા એચડીએફસી બેંક સામેના જાહેર રોડ પર બુટલેગરોએ યુવાન ઉપર તલવાર – ધોકા વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોચાડી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ઈમરાન ઉર્ફે ઈમલો સાલેમામદ ઓઢેજા (ઉ.વ.ર૪) (રહે. કલવાણ રોડ, માંડવી)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે, ગત રાત્રીના સાડા અગિયાર વાગ્યે તેઓ એચડીએફસી બેંક સામેના રોડ ઉપર હતા ત્યારે માંડવીમાં રહેતા અને દારૂના ધંધાર્થીઓ અલી અલાયા બલોચ, ઈમરાન ઉર્ફે ચિચુભા, હમીદ અલાયા બલોચ, રીઝવાન હમીદ બલોચ પૈકી અલી બલોચે તેઓને કહેલ કે તું અમારી પોલીસને બાતમી કેમ આપે છે. તેમ કહી ઉશ્કેરાઈ જઈ અલીએ તલવાર વડે તેઓના હાથ ઉપર ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તો અન્ય આરોપીઓએ લાકડી – ધોકા વડે માર મારી ઈજાઓ પહોચાડતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાતા માંડવી પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી સહાયક ફોજદાર ભુરાભાઈ વલવાઈએ ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરેલ છે.