પોરબંદર કોસ્ટગાર્ડમાં વધુ એક અદ્યતન શૂરશીપનો ઉમેરો

અમદાવાદ : ૧૦૫ મીટર લંબાઇની શીપમાં ૩૦ એમ.એમની સીઆર ૯ ગનઃ શીપમાં ૨ ફાસ્ટ રેસ્કયુ બોટ : મુંબઇ દરિયામાં કાર્યરત પેટ્રોલીંગ શીપનું આગમનઃ સ્વાગત સમારોહ યોજાયો ૨૫ નોટીકલ માઇલની ઝડપ ધરાવતું શીપપોરબંદર તા.૧૭ઃ ભારતીય કોસ્ટગાર્ડમાં ૧૧મી એપ્રીલ ૨૦૧૬થી સામેલ થયેલ ‘’શૂર’’નામની શીપનું મુંબઇથી પોરબંદર સવારે આગમન થયું હતું પોરબંદર કોસ્ટ ગાર્ડમાં વધુ એક અદ્યતન શૂરશીપનો ઉમેરો થયો છે. આ શૂરશીપને આવકારવા કોસ્ટગાર્ડ દ્વારા સ્વાગત સમારોહ યોજાયો હતો.શૂરશીપ ૧૦૫ મીટર લંબાઇ ધરાવે છે આ શીપ ૩૦ એમએમની ખાસ સીઆર ૯ ગન ધરાવે છે શીપમાં ૨ ફાસ્ટ રેસ્કયુ બોટ છે ઉપરાંત ટ્‌વીન એન્જીન એડવાન્સ લાઇટ હેલીકોપ્ટર શીપના બોર્ડ ઉપર સામેલ છે ૨૫ નોટીકલ માઇલની ઝડપ ધરાવતા આ શીપ નેવીગેશનલ ઇન્ટીગ્રેટેડ બ્રીજ સીસ્ટમ ધરાવે છે તેમાં ફોર બેન સિમુલેટર સામેલ છે જેમાં નાના હથિયારોની તાલીમ આપી શકાય છે.