પોરબંદરઃ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતાં ૧૦ દુકાન ત્રણ દિવસ માટે કરાઇ સિલ

(જી.એન.એસ)પોરબંદર,શહેરની બજારમાં સંક્રમણ ન ફેલાય તે માટે કોરોના મહામારીને પગલે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં દુકાનમાં ગ્રાહકોની ભીડ એકત્રિત ન કરવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. તેમ છતાં અમુક દુકાનદાર દ્વારા એકત્રિત કરવામાં આવતા આજે મંગળવારે પોરબંદર પોલીસે કડક પગલાં ભર્યા હતા.
પોરબંદર પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ધ્યાને આવતા પોરબંદરની ૧૦ દુકાન સિલ કરવામાં આવી છે. ત્રણ દિવસ સુધી આ દુકાનો ખોલી શકશે નહીં. જેમાં પોરબંદરની મીરા મોબાઈલ (મેમણ વાડા), એક્યુ ફરમાસિસ્ટ (લિબર્ટી રોડ), ડિલક્સ પાન લીમડા ચોક, સંજરી પાન વીરડી પ્લોટ, પરેશ ઘૂઘરા, સિલ્વર પાન, ફેમિલી સિલેક્શન, શ્યામ ઘૂઘરા તથા મગન લાલ રતનશી, માર્ક મોબાઈલની દુકાનોને સિલ કરવામા આવી છે. ત્રણ દિવસ સુધી દુકાન બંધ રાખવાનો આદેશ પોલીસે કર્યો હતો.