પેરાસ્યુટ સિસ્ટમથી ટીકીટની ફાળવણી નહી થાય : રાહુલ ગાંધી

અમદાવાદ : ગુજરાતમાં આજે કોંગ્રેસ સંવાદથી સત્તાનો કાર્યક્રમ યોજા છે જેમાં ભાગ લેવા રાહુલ ગાંધી પહોંચ્યા હતા.રાહુલ ગાંધીએ રીવરફ્રન્ટ પર સંવાદ કાર્યક્રમમાં પ્રશ્નોત્તરીથી જ શરૂઆત કરી હતી. તેઓએ ટીકીટમાં પૈસાના જારે ફાળવણી કરાતી હોવાના પ્રશ્નનો પ્રત્યુતરઆપ્યો હતો અને કહ્યુ હતુ કે, ગુજરાતમાં પેરસ્યુટ સિસ્ટમથી ોઈ પણ બેઠકમાં કોઈને પણ ટીકીટ ન મળવી જાઈએ. તેઓએ અશોક ગેહલોત તથા યુવા મંત્રીને પણ આ બાબતે ધ્યાન આપવા તાકીદ કરી હતી.ટીકીટ ફાળવણીના નિર્ણયો જલ્દી થશે તેવી ખાત્રી આપી હતી.
તેઓએ કહ્યુ કે જે ભાજપ અને આરએસએસથી લડે છે તેને ટીકીટ આપીશું. બહારની પાર્ટીઓમાંથી જે લાસ્ટ મીનીટમાં આવે છે તેને ટીકીટ નહી મળે. વિચારધારાની આ લડાઈ છે. કોંગ્રેસના કાર્યકર્તામાં પક્ષની વિચારધારા હોય છે તેવી ખાત્રી પણ આ સાથે જ અપાઈ હતી. રાહુલે મોદીને આડેહાથ લઈ અને કહ્યુ હતુ કે મોદીજી કેટલાક ઉદ્યોગપતીઓ માટે જ માત્ર કામ કરે છે. મીડીયાને ખડુતો-શ્રમિકા નહી પણ નરેન્દ્ર મોદીની સરકાર ચલાવે છે. મીડીયામાં મોદીજી વિરૂદ્ધ લખવા ઈચ્છુક પણ ઘણા છે. કેટલાક સીનીયર નેતાઓ પક્ષના જ સિનીયરોને હરાવવા માંગે છે..તેવાઓને પક્ષ બહારનો માર્ગ દેખાડી દેવામા આવશે તેવી ખાત્રી રાહુલે આપી હતી.