પેટ્રોલ-ડીઝલના ભાવો મુદ્દે વીરૂ કેબીનેટમાં મંથન

જળસંચય અભિયાન, વાયબ્રન્ટ સમીટની તૈયારીઓ, બનાસકાંઠામાં ગૌશાળાની સ્થિતી, ઘાસચારા સહિતના મામલે આદરાયા પરામર્શ

 

ગાંધનીગર : આજ રોજ રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં કેબીનેટ બેઠક શરૂ થવા પામી ગઈ છે. આજ રોજ યોજાયેલી બેઠકમાં વિવિધ સાંપ્રત પ્રશ્નો મુદે સીએમ દ્વારા પ્રધાનોની સાથે પરામર્શ કરવામાં આવ્યા છે. જેમાં જણાવ્યાનુસાર પેટ્રોલ-ડીઝલના ભાવવધારા અંગે વિશેષ પરામર્શ કરાયા છે. આજની બેઠકમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત જળસચયના ચાલી રહેલા કામોની પણ સમીક્ષા કરવામા આવી હતી. તો વળી બનાસકાંઠામાં ગૌશાળાની સ્થિતીએ ધાસચારાને લઈને ચર્ચા વિચારણા કરવામા આવી હતી. કેન્દ્ર સરકારની બેઠકમાં રો-રો ફેરી સેવાની સમીક્ષા કરવાા આવી હતી. બનાસકાંઠામાં ગૌશાળાઓમાં ઘાસચારાની પણ સમીક્ષા કરાઈ હતી.વાયબ્રન્ટ સમીટની તૈયારીઓને લઈને જૃરી પરામર્શ કરવામા આવ્યા હતા. ઉદ્યોગોને માટે રૂપીયા પ૦૦ કરોડથી વધુના પ્રોજેકટની સમીક્ષા કરાઈ હતી. તો વળી દિવ્યાંગો માટેના લાભોના નિયમો અંગે પણ સમીક્ષા હાથ ધરવામા આવી હતી. શાપર અને વેરાવળમાંબનેલી ઘટનાઓની કાગમીરી સરકારી તબક્કે થયેલ કાર્યવાહી બાબતે પણ આ બેઠકમાં જરૂરી ચર્ચા વિચારણા આદરાઈ હતી.