પેટ્રોલમાં ભાવ વધારો યથાવત, શ્રીગંગાનગરમાં ૧૧૧ને પાર

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,ઈંધણ કંપનીઓએ આજે ફરીથી સામાન્ય જનતાને ઝટકો આપ્યો છે. સોમવારે પણ પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે પરંતુ ડીઝલના ભાવ સ્થિર છે. આજે એક વાર ફરીથી પેટ્રોલની કિંમતોમાં ૩૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે કાલે પણ પેટ્રોલ ૩૫ પૈસા પ્રતિ લિટર અને ડીઝલ ૧૮ પૈસા પ્રતિ લિટર મોંઘુ થયુ હતુ. વધતી કિંમતોના કારણે હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકૉર્ડ સ્તરો પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ રોજ સવારે ૬ વાગે જાહેર કરવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે ૫ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ૪ મેથી અત્યાર સુધી ૩૫ વાર પેટ્રોલ અને ૩૩ વાર ડીઝલના ભાવ વધી ચૂક્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં હળવી રાહત જોવા મળી છે જેના કારણે આજે ડીઝલના ભાવમાં વધારો થયો નથી. તમને જણાવી દઈએ કે ૧૩૫ જિલ્લાઓમાં પેટ્રોલના ભાવ ૧૦૦ રૂપિયાને પાર થઈ ચૂક્યુ છે. ઉલ્લેખનીય છે કે ૪ મે પછી અત્યાર સુધી પેટ્રોલનના ભાવ ૯.૪૬ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં ૮.૬૩ રૂપિયા પ્રતિ લિટરનો વધારો થઈ ચૂક્યો છે. આજે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલની કિંમત ૧૧૧.૧૪ રૂપિયા પ્રતિ લિટર થઈ ચૂકી છે.
પેટ્રોલના ભાવ
શ્રીગંગાનગરઃ ૧૧૧.૧૪ રૂપિયા પ્રતિ લિટર
દિલ્લીઃ ૯૯.૮૬ રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ ૧૦૫.૯૨ રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ ૧૦૦.૭૫ રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ ૯૯.૮૪ રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ ૧૦૩.૨ રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ ૯૬.૪૯ રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ ૧૦૨.૦૧ રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ ૧૦૬.૬૪ રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ ૯૬.૯૯ રૂપિયા પ્રતિ લિટર
આજના ડીઝલના ભાવ
શ્રીગંગાનગરઃ ૧૦૨.૬ રૂપિયા પ્રતિ લિટર
દિલ્લીઃ ૮૯.૩૮ રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ ૯૬.૯૧ રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ ૯૩.૯૧ રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ ૯૨.૨૭ રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ ૯૬.૦૩ રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ ૯૪.૭૨ રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ ૯૪.૭૬ રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ ૯૭.૪૦ રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ ૯૮.૪૭ રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ ૮૯.૭૫ રૂપિયા પ્રતિ લિટર