પેકડફુડ પર ચેતવણી બાળકોને જીવનભરની બીમારીઓથી બચાવી શકે : ડો.નવીન ઠકકર

image description

ગાંધીધામ : કોરોના કાળમાં ઘરમાં જ રહેલા મોટેરાઓની સાથે બાળકોના સ્વાસ્થય પર પણ મોટી વિપરીત અસર પડવા પામી રહી છે.બાળકોના સ્વાસ્થયને લઈને આ બાબતે ચિતા દૃશાવતા તજજ્ઞ તબીબો જણાવી રહ્યા છે કે હાલમા ભારત મોટાપો અને ડાયાબિટીઝનુ હબ બની જવા પામી ગયુ છે. આગામી સમયમાં બાળકોમાં પણ મોટાપાની સમસ્યાઓ વધુ વકરે તેવી સ્થિતી હાલમાં દેખાય છે. આવામાં પેકેઝડ ફુટ પર મીઠુ, ખાંડ અને ફેટ સહિતની માહીતીઓ પેકેટસ પર દર્શાવવાની નીતી કડકાઈથી અમલી કરવામા નહી આવે તો આગામી દિવસામેા મોટી સંખ્યામા બાળકો માટે પણ ગંભીર શારીરીક બીમારીઓ પરેશાનીનુ કારણ બની શકે તેમ છે. આ અંગે ગાંધીધામના સુવિખ્યાત તબીબ ડો. નવીન ઠકકર દ્વારા સીએસઅઈ સેંટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટના એક સર્વેના આધારે કહ્યુ હતુ કે, અંદાજિત ૯૩ ટકા બાળકો અઠવાડીયામાં એકાદ વાર પેકેડ ફુટ જરૂર ખાતા જ હોય છે. જયારે કે ૬૮ ટકા બાળકો પેકેજડ એસએસબી એટલે કે સુગર સ્વીટેડ બેવરેજીસનુ સેવન કરતા હોય છે. તથા રપ ટકા બાળકો એક અઠાવાડીયામાં એકવાર પિત્ઝા, બર્ગર જેવા અલ્ટ્રા પ્રોસેેસડ ફુડનો ઉપયોગ કરતા હોય છે.