પૂર્વ પ્રધાનમંત્રી અને જેડીએસ નેતા એચડી દેવગૌડા કોરોના પોઝિટિવ

(જી.એન.એસ.)બેંગ્લુરુ,દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને જેડીએસ નેતા એચડી દેવગૌડા કોરોના પોઝિટીવ આવ્યા છે. પૂર્વ પ્રધાનમંત્રી દેવગૌડાએ બુધવારે આ અંગે ટ્‌વીટ કરીને તે વિશે જાણકારી આપી હતી. એચડી દેવગૌડા ઉપરાંત તેમની ધર્મપત્ની પણ કોરોના વાયરસની ચપેટમાં આવ્યા છે.એચડી દેવગૌડાએ બુધવારે ટ્‌વીટ કરીને જણાવ્યુ હતું કે, મારી પત્ની ચેન્નામા અને હું કોરોના વાયરસ પોઝિટીવ આવ્યા છીએ. અમે બંને અને પરિવારના અન્ય સભ્યો સેલ્ફ આઈસોલેટ થઈ ગયા છીએ. હું તમામને અપીલ કરુ છુ કે, છેલ્લા થોડા દિવસોમાં જે પણ લોકો અમારા સંપર્કમાં આવ્યા હોય તે, પોતાનો ટેસ્ટ કરાવી લે. કોઈ પણ પાર્ટી કાર્યકર્તાને ડરવાની જરૂર નથી.