ભુજ : જિલ્લામાં ઘણા સમયથી ગુનાખોરીનો પ્રમાણ વધી ગયું છે. સરેઆમ જુગારીઓ તો ઝડપાતા હોય છે, પરંતુ ચોરી અને લૂંટના બનાવોએ માથુ ઉંચકતા ખાખીની ધાક ઓસરતી હોય તેવું જણાઈ આવે છે. પૂર્વથી લઈ પશ્ચિમ કચ્છ સુધી અવાર-નવાર કેબલ વાયર ચોરી, ઘરફોડ ચોરી, વાહન ચોરીના કિસ્સા બનતા હોય છે. તેમજ મારામારી લૂંટના બનાવો પણ વધી રહ્યા છે તે વચ્ચે કાયદાની ધાક બેસાડવા માટે પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં એક દિવસમાં પોલીસે ૧૦ આરોપીઓને ઝડપી લીધા હતા. આ ઉપરાંત ભચાઉમાં થયેલી મોટર સાઈકલની લૂંટ અને મનફરાના મડર કેસમાં પણ પોલીસે તાત્કાલિક આરોપીઓને ઝડપી લીધા હતા.