પૂર્વ કચ્છ પોલીસ બેડામાં વિરાંગના સ્પેશ્યલ સ્કવોર્ડનું ગઠન કેમ નહીં?

પશ્ચીમ કચ્છના એસપીશ્રીએ વિરાંગના સ્કવોર્ડની આવકારદાયક રચના કરી છે, આઠ મહીલા કર્મીઓનો સ્કવોર્ડમાં કરાયો છે સમાવેશ : મહિલા અત્યાચાર નિવારણ, શાળા-કોલેજ-બાગ-બગીચા જેવા સ્થળો પર ચુસ્ત પેટ્રોલીગમાં મદદરૂપ થવુ, નિરાધાર વૃદ્ધો અને બાળકોની સલામતીમાં પણ થઈ રહ્યો છે વધારો

પૂર્વમાં પણ કઈક જાબાંજ-હિંમતવાન મહિલા પોલીસકર્મીઓ છે સેવારત :  પૂર્વ પોલીસ બેડામાં પણ કેમ ન થાય ખાસ વિરાંગના સ્કવોર્ડની નવરચના..? શું અહીની મહિલાશકિત બુટલેઘરો કે અન્ય શિરજાેર તત્વો પર ભારે પડી શકે તેમ નથી? એક વખત અજમાવી તો જુઓ, પશ્ચીમની વિરાંગનાઓના કામકાજની સામે હરીફાઈ પણ થઈ શકે છે

ગાંધીધામમાં ઠેર ઠેર ચાર રસ્તાઓ પર પોતાના પિતાની સંપત્તિના પ્રદર્શનરૂપ મોંઘાદાટ વાહનો આડેધડ ગોઠવી ત્યાંથી પસાર થતી મહિલાઓ – બહેન દિકરીઓની ઠઠામશ્કરી કરનાર પૈસાદાર મા-બાપની બગડેલી ઓલાદોને  અંકુશમાં કરવા માટે પણ આ વિરાંગના સ્કવોર્ડ બની શકે મદદરૂપ

ગાંધીધામ : મહિલાઓની મદદ માટે પશ્ચીમ કચ્છ પોલીસ દ્વારા નવતર પહેલ કરી અને વિરાંગના સ્કવોર્ડનુ નિર્માણ કરવામાં આવ્યુ છે જેને સમગ્ર પ્રશ્ચિમ કચ્છમાથી ખુબજ આવકાર મળવા પામી રહ્યો છે. થોડા સમય પહેલા જ જિલ્લા પોલીસ તાલીમ ભવન ખાતે એસપીશ્રી સૌરભસિગે આ સ્પેશ્યલ સ્કવોર્ડને લીલીઝડી આપી પેટ્રોલીગ માં પ્રસ્થાન કરાવ્યુ હતુ. આ સ્કવોર્ડમાં આઠ મહિલા પોલીસકર્મીઓનો સમાવેશ કરાયો છે. બબ્બે મહિલા પોલીસકર્મી ચાર બાઈક-બુલેટ પર શહેરના વિવિધ છ જેટલા રૂટસ પર પેટ્રોલીગ કરતી રહે છે.

કચ્છ પોલીસ બેડાનુ બે ભાગમાં વિભાજન કરવામાં આવેલ છે. પશ્ચીમ અને પૂર્વ કચ્છ. પશ્ચીમ કચ્છમાં આ રીતે વિરાગના સ્કવોર્ડની રચના કરવામાં આવી છે તો પૂર્વ કચ્છ પોલીસ બેડામાં તેનું ગઠન કેમ નહી તેવો સવાલ પણ સહેજે સહેજ ઉઠવા પામી રહ્યો છે. શુ પશ્ચીમમાં જ હિમતવાન અને જાબાંજ મહીલા પોલીસકર્મીઓ છે? પૂર્વમાં નથી? એમ સમજાતુ હોય તો જરા થોભી જાવ, પૂર્વ કચ્છ પોલીસ બેડામાં પણ જાબાંજ-દિલેર અને હિમંતવાન પોલીસ કર્મીઓ સેવારત જ છે. તેઓને જરા સહેજ પણ ઓછા આંકવા ન જાેઈએ. પૂર્વ કચ્છમાં પણ આ જ રીતે સ્પેશ્યલ મહિલા સ્કવોર્ડની રચના કરવી જાેઈએ.

આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો પશ્ચિમ કચ્છમાં મહિલા પોલીસકર્મીઓની આ ખાસ સ્કવોર્ડ શાકમાર્કેટ, બાગ-બગીચા, સ્કુલ-કોલેેજ જેવા મહિલાઓની અવરજવરથી ધમધમતા વિસ્તારોમા સતત પેટ્રોલીગ કરી અસામાજિક તત્વો ઉપર નજર રાખે છે. તો વળી નિસહાય વૃદ્ધો અને જરૂરિયાતમંદ બાળકોને પણ મદદ કરતી રહે છે. એ જ રીતે મહિલા પર થતા અત્યાચારના બનાવામાં ૧૮૧ની ટીમ અને પીસીઆર વાન જયા જાય ત્યા જઈને તેમની કાગમીરીમાં પણ સહયોગી બની શકે છે. હાલ છ રૂટ નકકી કરાયા છે જેમા ભુજ શહેર એ અને બી ડીવીજન પોલીસ મથક મોટાભાગના વિસ્તાર આવરી લેવાયા છે. કોઈ ફરીયાદ કરે કે ના કરે પણ મહિલા અત્યાર કે જરૂરતમંદ વૃદ્ધા-બાળકોના કિસ્સામાં આસ્કવોર્ડ સામેથી પહેલ કરી સંવેદનશીલ કિસ્સાઓમાં જરૂરી મદદ કરી સુરક્ષાની હુંફ પુરી પાડી રહી છે. તો શું આ જ રીતે પૂર્વ કચ્છ વિસ્તારમાં પણ મહિલા સ્કવોર્ડની રચના કરી અને તેમની સેવાઓને આ તમામ બાબતે ન લઈ શકાય?

ગાંધીધામમાં પૈસાદારની બગડેલી ઓલાદો જયાં ત્યાં મોટર સાયકલ રાખીને ટોળે વળગીને રસ્તા પર અવર જવર કરતી મહીલાઓ-બહેન-દીકરીઓની ઠઠ્ઠા મશ્કરી કરતા હોય છે. અને તેમાં વળી હાલમાં બુલેટ મોટરસાયકલમાં ફાયરીંગવાળા સાયલન્સરમા અવાજ કરીને પાછળ આવતા પગે ચાલીને આવતા રાહદારીઓને ઈજા થાય છે. પણ આ શહેરનુ કોઈ ધણીધોરી જ નથી એટલે આવી બગડેલી ઓલાદોનો ત્રાસ અહી વધતો જાય છે. જાે પૂર્વ કચ્છમાં પણ મહીલા સ્કવોર્ડનુ નિર્માણ થાય તો આવી તમામ સડ્ડારૂપ બદીઓ પર પણ અંકુશ આવી શકે તેમ છે. પૂર્વ કચ્છ પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ આ અંગે વિચારે તે સમયનો તકાજાે બની રહેશે.