પૂર્વ કચ્છ એસપીશ્રી પાટીલ પણ પછાડે ધોક્કો : મયુર આણી ટોળકીના નેટવર્કનો કરો ભાંડાફોળ

  • બોર્ડર રેન્જઆઈજીશ્રીની લાલઆંખ કામ કરી ગઈ…!

કંડલાથી નેધરલેન્ડ મોકલવાના સોયાબીન-ખોળચોરી કેસમાં પોલીસે પકડેલા શખ્સ મયુર કેટલો ફાટીને ચડી ચુકયો છે ફુલેકે…જુઓ તો ખરા..! : ર૦૦ ટન માલ પડયો હતો સ્થળ પર, પોલીસ-વેપારીએ જોયો પણ ખરો, છતા મયુરે માલ આપવાની ચોખ્ખી ના જ પાડી દીધી…ઉલ્ટાનુ ભ્રષ્ટ તત્વોને ટાંકીને કહી દીધુ કે, હુ તમને હપ્તા આપુ છુ શેના.., માલ તો આપીશ જ નહી..? વિચાર તો કરો અસામાજીક તત્વો કેવા શિરજોર બની ચૂકયા છે..!

હકીકતમાં મયુર લાંબા સમયથી ભ્રષ્ટ ખાખીધારીઓના સહારે કંડલા પંથકમાં આચરી રહ્યો છે અલગ અલગ વસ્તુઓની મોટાપાયે ચોરી-તસ્કરી : મયુર પકડી લેવાયો, હવે તેના સાગરીતોને ઝડપી પાડવા જરૂરી : કયા કયા પલળેલા ખાખીધારીઓની મયુર પર હતી છત્રછાયા..તેઓની સામે પણ શબકરૂપ કામગીરી કરવી સમયની માંગ

કંડલાથી ઝોન સુધી ચાલતી ટ્રકોમાં ખુલ્લેઆમ દાદાગીરી કરીને માલની ગુણીઓ મયુર ગેંગ ઉતારી લેતી હોવાની છે ચકચાર : માલ ન આપે તો છરી બતાવીને ડ્રાયવરોને ડરાવીને લુંટ કરી લે છે : ઉપરાંત મહીલાઓ પણ રોડ પર રાખી તેના મારફતે પણ આ મયુર ટ્રકોમાથી માલની કરાવી રહ્યો છે ચોરી

ખાટલે મોટી ખોટ : મયુર ગેગના કંડલા કોમ્પલેક્ષમાં તસ્કરીના તરખાટની નામજોગ ફરિયાદો ગાંધીનગરમાં ગૃહ વિભાગ સુધી પહોંચયા બાદ ત્યાંથી તટસ્થ તપાસના ડીઓ – આદેશો વછુટ્યા પછી થઈ શહેજ કામગીરી, પરંતુ સ્થાનીક પોલીસના પેટનું તો જરા શહેજ પણ ન ચાલ્યું પાણી, ઉલ્ટા ચોર કોટવાલકો દાટેના તાલે ગુનેગારને પકડવાના બદલે ફરિયાદ કરતાને દબાવાયાની ચકચાર

એસપીશ્રી કડક બને, અમુક પલળેલા તત્વો થકી સારા અધિકારીનું નામ પણ બદનામ થવા પામે છે, કેટલાક ભ્રષ્ટ તત્વો માત્ર અને માત્ર ખુદનુ જ ઘર ભરવાની વેતરણમાં પડયા છે :શ્રી જોષી પીએસઆઈ હતા શું કરી ગયા..! આજે બંગલો બનાવે છે આલીશાન મહેલ જેવો..! કયાંથી આવે આટઆટલી જાહોજલાલી…? : જાણકારોનો સુચક ઈશારો

ગાંધીધામઃ પૂર્વ કચ્છમાં કાર્યરત દેશના મહાબંદરો પૈકીનુ એક એવુ દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ કંડલામાં દેશ-વિદેશથી આવતી ચીજવસ્તુઓના પરીવહન દરમ્યાન ખુલ્લેઆમ તસ્કરી, ચોરીચપાટી-અને લુંટ જેવી ઘટનાઓને અંજામ અપાતો હોવાના સિલસિલાવાર ઘટનાક્રમો પાછલા અમુક સમયથી બહાર આવવા પામી રહ્યા છ. કોલસા, ઓઈલ-કેમીકલ, અનાજ-સોયા-ખોળ સહિતની વસ્તુઓ પર આડેધડ વાહનોમાથી લુંટ ચલાવાઈ રહી છે અને તેમા મુખ્ય સુત્રધાર તરીકે મયુર નામનો શખ્સ રહેલો હોવાના આખ ઉઘાડનારા અહેવાલો થોડા સમય પહેલા જ આ પ્લેગફોર્મ પરથી ઉજાગર કરવામા આવ્યા બાદ જાણે કે આખાય અહેવાલની કચ્છ બોર્ડર રેન્જના આઈજીશ્રીએ ગંભીર નોધ લઈ અને લાલઆંખ કરતા પોલીસ દ્વારા મયુરને ઝડપી લેવામા આવ્યો છે અને તેની ધરપકડ કરી રીમાન્ડ અર્થે પણ રજુ કરવામા આવનાર છે. દરમ્યાન જ જાણકારવર્ગમાથી બહાર આવતી માહીતી અનુસાર ૧.૪૧ લાખના સોયા ખોળ પ્રકરણમાં મયુરની ધરપકડ કરાઈ છે પરંતુ હકીકતમાં મયુર આણી ગેંગ લાંબા સમયથી કંડલા પંથકમાં તસ્કરી અને ચોરી ચપાટીમાં સામ્રાજય સર્જીને બેઠા છે. લાંબા સમયથી આ કારસ્તાનો અહી ધમધમી રહ્યા છે. છુટક છવાઈ ચોરી કરનાર મયુર કેટલો આ ધંધામમા મજબુત બની ગયો છે કે હવે તો ગાડીઓની ગાડીઓ જ ગુમ કરી રહ્યો છે.અને આવા કારસ્તાનોને મયુર આણી ગેંગ અંજામ આપી રહી છે અને તેને પોલીસનો જરા સહેજ પણ ખૌફ જ રહ્યો ન હોય તેમ દેખાય છે. હકીકતમાં ખાખીની રહેમનજર સિવાય આ પ્રકારના ધંધાઓને અંજામ આપી શકાતો જ નથી. હાલમાં તો મયુરની સામે આઈજીશ્રીએ લાલઆંખ કરી દેખાડી છે ત્યારે હવે પૂર્વ કચ્છ એસપીશ્રી મયુર પાટીલ પણ આ બાબતે ધોક્કો પછાડે અને મયુરના કારસ્તાનોના સર્વવ્યાપી નેટવર્કનો પર્દાફાશ કરે ત સમયની માંગ બની રહી છે. મયુર એકલો આવા ધંધાઓને અંજામ ન આપી શકે. તેનુ એક આખુય નેટવર્ક વકરેલુ છે. તેની સાથે કોણ આવી ચોરીઓમાં સંડોવાયેલા છે તેઓના નામો બહાર આવવા જોઈએ. આ ઉપરાંત મયુર જેવા તસ્કરોને છાવરનારા ખાખીધારીઓ કોણ છે? અમુક પલળેલા તત્વોની મીલીભગત વિના આટઆટલી મોટી ચોરીઓ અને તસ્કરીને અંજામ ન આપી શકાય? કહેવાય છે કે, ખાખીધારીઓ અને વેપારીઓ સહિતનાઓ ગોદાઉનમાં પહોચી ગયા અને ત્યા ર૦૦ ટન જેટલા તોતીંગ માલ પડયો હતો, જે માલ આપવાની તો મયુરે ચોખ્ખી અને ઘસીને ના જ પાડી દીધી, એટલુ જ નહી પણ એમ કહી દીધુ કે, હુ તમને પૈસા આપુ છુ શેના? એટલે આ મયુરની હિમંત તો જુઓ..કેટલો બેબાક બનીને ચોરીના ધંધાને તે અંજામ આપી રહ્યો છે.!પૂર્વ કચ્છ એસપી પણ હવે મયુરના આખાય ચોરીના રેકેટનો પર્દાફાશ કરે તો પોલીસ પ્રત્યે પ્રજાનો વિશ્વાસ વધુ મજબુત બનશે.

ચેમ્બર ઓફ કોમર્સ-તંત્ર-ડીપીટી પ્રશાસન આંઘ ઉઘાડે તે જરૂરી
મયુર આણી ટોળકીની તસ્કરીના ત્રાસ થકી કંડલાથી ધંધાર્થીઓ ફેરવી રહ્યા છે મોઢું…!
ગાંધીધામ : દેશના મહાબંદર કંડલામાં અનેકવીધ ચીજવસ્તુઓની આયાત-નિકાસ થવા પામી રહી છે અને તેનાથી કંડલા-ગાંધીધામ કોમ્ક્ષલેક્ષના રોજગાર ક્ષેત્રને પણ બળ મળી રહ્યુ છે તો વળી આ પ્રકારની આયાત-નિકાસ દેશના અર્થતંત્રને માટે પણ પ્રાણવાયુ પુરનાર બની રહી છે પરંતુ હવે મયુર આણી ગેંગ જે રીતે કંડલામાં આવી ચીજવસ્તુઓ પર ચોરી કરી રહ્યા છે તેને જોતા કેટલાય વેપારીઓ હવે કંડલામાં માલ લે-વેચ અને આયાત નિકાસ કરવા પરથી મોઢું ફેરવી ચૂકયા છે અને હજુય વધુ વેપારીઓ જો આમને આમ જ ચાલતુ રહ્યુ તો કંડલાથી અન્યત્ર ડાયવર્ટ થવા પામી જશે. કારણ કે, વેપારીઓને જે ખાદ્ય પડી રહી છે તે નુકસાન તેઓ વેઠી શકે તેવી સ્થિતીમાં હવે રહ્યા નથી. આ બાબતે ચેમ્બર ઓફ કોમર્સ ગાંધીધામ, તંત્ર, ડીપીટી પ્રસાસન, અને પોીલસ વિભાગ વેળાસર જ કડકાઈ કરે તે સમયની માંગ બની રહી છે.

મયુરને છાવરનાર કોણ?

કંડલા કોમ્પલેક્ષની પ્રજા જાગે અને આ ચોરોના સરદાર રાજકારણીને આગામી ચુંટણીમાં જાકારો આપી કરે દુર
ગાંધીધામ :મયુર દ્વારા જે રીતે ચોરી-ચપાટી અને તસ્કરીનુ સામ્રાજય ઉભુ કરી દીધુ છે કંડલા વિસ્તારમાં તેને જોતા જાણકારો દ્વારા કહેવાય છે કે, આ મયુરની પાછળ રાજકારણીની પણ ભુંડી ભૂમિકા રહેલી છે. રાજકારણીઓ પણ આ મયુર પાસેથી ચોરી-ચપાટીઓ કરવા પેટેની પ્રસાદીઓ માસિક ધોરણે લઈ રહ્યા છે. હકીકતમાં પ્રજાજનોએ ઓળખવાની જરૂર છે કે, મયુર જેવા અસમાજીક તત્વોની પાસેથી પણ ચોરી પેટેની કટકીની રકમ લેનાર રાજકારણી કોણ છે? આવા રાજકારણીઓના નામો પણ બહાર આવવા જોઈએ, ખુલ્લા પડવા જોઈએ.

૧.૪૧ કરોડના સોયાબીન ખોળની ચોરીમાં અંજારના શખ્સની ધરપકડ

કંડલા પોલીસ મથકે ગુન્હો રજીસ્ટર કરાયો, તપાસ એલસીબીને સોપાઈ છે : એ. જી. સોલંકી

ગાંધીધામ : કંડલા બંદરેથી ૧.૪૧ કરોડના સોયાબીન ખોળને નેધરલેન્ડ મોકલવાનો જે કંડલા પોર્ટ પર પહોંચે તે પહેલા જ સગેવગે થતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ ચકચારી બનાવમાં અંજારના એક શખ્સની ધરપકડ કરાઈ હતી.પ્રાપ્ત વિગતો મુજબ ગોકુલ કંપનીમાંથી સોયાબીન ખોળ ભરીને કંડલા બંદરે પહોંચાડવાનું હતું. માલ ભરીને નીકળેલા વાહનોનું કંપનીમાં અને ત્યારબાદ કંડલાના ચંદન વેબ્રીજ પર વજન કરાયું હતું. જેમાં ૪ ટ્રકોમાં રહેલો ર૦૬.૯પ૦ મેટ્રીક ટન સોયાબીન ખોડનો જથ્થો બારોબાર સગેવગે થઈ ગયો હતો. આ પ્રકરણમાં પોલીસે અંજારની કામધેનુ સોસાયટીમાં રહેતા મયુર શંભુભાઈ હેઠવાડીયા (આહીર)ની ધરપકડ કરી હતી. ઝડપાયેલા શખ્સને પોલીસે કોર્ટમાં રજૂ કરી ૩/૭ સુધીના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. કંડલાના વેબ્રીજથી નીકળેલી ચારેય ટ્રકો એરપોર્ટ ચાર રસ્તા નજીકના ગોદામમાં માલ ખાલી કરતી હતી. ત્યારે આ કૌભાંડમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તેની પોલીસે તપાસ આદરી છે.
આ બાબતે કંડલા પોલીસ મથકના પીઆઈ એ.જી.સોલંકીને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, આ પ્રકરણનો ગુન્હો કંડલા પોલીસ મથકે નોધાયેલ છે, તપાસ એલસીબીને સોપવામા આવી છે.