પૂર્વ કચ્છમાં 48 પોલીસ કર્મીઓની સામૂહિક બદલી

ગાંધીધામ : પૂર્વ કચ્છ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા વિવિધ સંવર્ગના કર્મચારીઓની આંતરીક બદલી કરવામાં આવી હતી. પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલ દ્વારા સામૂહિક બદલીનો હુકમ કરવામાં આવ્યો હતો. પૂર્વ કચ્છમાં ફરજ બજાવતા એએસઆઈ, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, લોકરક્ષક, પુરૂષ અને મહિલા કર્મચારીઓની સામૂહિક બદલી કરવામાં આવી હતી. બદલીના કરાયેલા હુકમમાં કર્મચારીઓને બદલી તેમજ પ્રતિનિયુક્તિવાળી જગ્યાએ તાત્કાલિક હાજર થવા માટેનું જણાવાયું છે. અગાઉ પણ પૂર્વ કચ્છમાં સામૂહિક આંતરીક બદલીઓ કરાઈ હતી. પુનઃ એક વખત બદલી કરવામાં આવી છે.

બદલી પામેલા કર્મચારીઓની યાદી

pressnote_28_6_2021_1 CamScanner 06-29-2021 15.49.11