પૂર્વ કચ્છમાં ર૪ કલાકમાં ૧૦ કંપનો અનુભવાયા

ભુજ : ભૂકંપ પ્રભાવિત ક્ષેત્ર એવા કચ્છ જિલ્લા સતત હળવા કંપનો અનુભવાતા રહેતા હોય છે. તેમાં પણ ખાસ કરીને સૌથી સક્રિય એવી વાગડ ફોલ્ટ લાઈન વિશેષ તેમજ ઉચી તીવ્રતાના કંપનો અનુભવાતા રહેતા હોય છે. ત્યારે ફરી પાછલા થોડા દિવસોથી વાગડ ફોલ્ટ લાઈન વધુ સક્રિય બનતા ૩થી વધુની તીવ્રતાના કંપનો પણ આ વિસ્તારમાં અનુભવાઈ રહ્યા છે. ત્યારે પાછલા ર૪ કલાકમાં વાગડ સહિત પૂર્વ કચ્છમાં ૧૦ કંપનો અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગેની વિગતો મુજબ વાગડ સહિત સમગ્ર પૂર્વ કચ્છમાં સતત હળવા કંપનો અનુભવાતા રહેતા હોય છે. ત્યારે પાછલા ર૪ કલાકમાં ૩.૪ની તીવ્રતાના કંપન સહિત કુલ ૧૦ કંપનોએ પૂર્વ કચ્છની ધરાને ધ્રુજાવી દિધી હતી. ગઈકાલે બપોરે ભચાઉથી માત્ર ૯ કિ.મી. દૂર કેન્દ્રબિંદુ ધરાવતો રિકટર સ્કેલ ૩.૪ની તીવ્રતનો કંપન અનુભવાયો હતો. તો આ પૂર્વ ભચાઉ નજીક જ અનુક્રમે રિકટર સ્કેલ પર ર.૧, ૧.પના કંપનો અનુભવાયા હતા. તો રાપર નજીક ર.૮, ૧.ર અને ૧.૩ની તીવ્રતાના કંપનો અનુભવાયા હતા. જયારે દુધઈ નજીક ૧.૬,, ધોળાવીરા નજીક ૧. ૭ની તીવ્રતાનો કંપન અનુભવાયો હતો.