પૂર્વ કચ્છમાંથી બદલાયેલા પોલીસકર્મીઓ ફરીથી મુળ સ્થાને ગોઠવવાની વેતરણમાં

હપ્તાનો મોહ છુટતો ન હોવાની ચર્ચા : ૧ થી ૭ તારીખ વિવિધ ગોરખધંધાના હપ્તાની તારીખો હોવાથી તમામ હજુયે જે તે કામે હપ્તાની ઉઘરાણી કરતા હોવાની ચર્ચા

 

ગાંધીધામ : પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના શિકરામાંથી આરઆર સેલે પકડેલા શરાબના જથ્થા પ્રકરણમાં બોર્ડર રેન્જના આઈજીપીએ જવાબદાર અધિકારી- કર્મચારીઓને ફરજ મોકૂફ તથા બદલીના આદેશો કર્યા હતા. ત્યાર બાદ રાજ્યના ડીજીપી એ ૧૩ જેટલા કર્મચારીઓને રાજ્યના વિવિધ જિલ્લામાં બદલી કરી નાખતા પોલીસ બેડામાં ફફડાટ મચી જવા પામી હતી.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ શિકરા શરાબ કાંડમાં બદલી ગયેલા ૧૩ કર્મચારીઓ ઉપરાંત લીવ રીઝર્વમાં તે પછીથી મુકાયેલા અન્ય ચાર જેટલા કર્મચારીઓ ખાખીધારીઓ ફરીથી મુળ સ્થાન ઉપર ફરીથી ગોઠવવાની વેતરણમાં હોવાનું જાણવા મળ્યું છે.
આવા કમચારીઓને હપ્તાનો મોહ છુટતો ન હોવાની ચર્ચા વહેતી થઈ છે. ૧ થી ૭ તારીખ વિવિધ ગોરખ ધંધાઓના હપ્તાની તારીખો હોવાથી તમામ હજુય જે તે ઠામે હપ્તાની ઉઘરાણી કરતા હોવાની ચર્ચા જાગી છે તો સાઈડ લાઈન કરી દેવાયેલા તત્વો- વહીવટદારો ફરીથી પૈસાની મોહીની તળે તણાતા હોવની અને ફરીથી મલાઈદાર મુળ સ્થાને ગોઠવવાની વેતરણ કરી રહ્યા હોવાની ચર્ચાઓ પણ વહેતી થવા પામી છે.