પૂર્વ કચ્છની પ્રજા કોરોનાની પીડાથી ત્રસ્ત : તો ઝભ્ભાલેંગાવાળાઓ તાયફામાં મસ્ત

  • હવે શર્મ કરો શર્મ..! ભગવાન બધું જુએ છે..!

કોરોનાના દર્દીઓને પથારીઓ નથી મળતી, ઓકસિજનનો છે સદંતર અભાવ, વેન્ટીલેટર-રેમડેસિવીર ઈન્જેકશનોની સર્જાય છે કટોકટી, અને ઝભ્ભાલેંગાવાળાઓ લીલાશા કુટીયા કોવિદ કેર, કે ડીપીટી-કંડલા સંચાલિત હોસ્પિટલોના ખાલી ખાટલાઓની મુલાકાતોના પ્રસિદ્ધ કરાવી રહ્યા છે ફોટા – તસવીર..!

નિરિક્ષણ કરવા ગયેલા ઝભ્ભાલેંગાધારીઓ કેટલા તસવીરમાં દેખાય છે પીપીઈ કીટ પહેરેલા..? માત્ર સુવિધાઓની દુરથી જશ ખાટતી તસવીરો દેખાડી દેવાતી હોવાનો વર્તારો : હકીકતમાં દર્દીઓને આ રાજકારણીઓએ રૂબરૂ થવુ જોઈએ, તેમને કેવી સારવાર મળી, કેવી સુવિધાઓ મળે છે તે, બાબતે પુછવાની કેાઈ ઝભ્ભાલેંગાવાળાની કેમ નથી હાલતી હિંમત..!

મુલાકાત લેનારાના એક ફોનથી ખુટતી સેવાઓ પુરી થઈ જાય તેમ હોય છે, પણ આવુ કરવાની ગતાગમ છે જ કોનામાં.? કેવી છે કચ્છની કમનશીબી..?

અમુક હોસ્પિટલે બોક્ષ માંથી બહાર પણ કાઢયા નથી, તથા ત્યાં દર્દી પણ નથી, ખરેખર જ્યાં દર્દી હોય નેં જરૂર હોય ત્યાં ફાળવાય તો યોગ્ય રહે…

ગાંધીધામ : કોરોના મહામારી મો ફાડી ચુકી છે, નાગચુગમાં કઈક નિદોર્ષ લોકોના જીવ ભરખી ચુકી છે, હજુ પણ કયાં જઈને આ બીમારી અટકશે તેની કોઈને ખબર શુદ્વા નથી, આવી સ્થિતીમાં ગુજરાત-કચ્છમાં સરકાર ભગીરથ પ્રયાસો કરીને દૃદીઓને રાહત આપવાના પ્રયાસો કરી રહી છે તો બીજીતરફ આ જ સરકારના જ બની બેઠલા ઝભ્ભાલેંગાવાળાઓ મહામારીના કપરા કાળમાં પણ માત્ર અને માત્ર સસ્તીપ્રસિદ્ધીના લીંબડજશ ખાટવાની હોડમાં જ પડયા હોય તેવો તાલ થવા પામતા પૂર્વ કચ્છમાં તો આવા તત્વોની સામે ભારે કચવાટ સામે આવવા પામી રહ્યો હોવાનો ગંભીર વર્તારો દેખાય છે. પૂર્વ કચ્છમાં દર્દીઓ કોરોનાની મહામારીથી કણસી રહ્યા છે, ત્રસ્ત બની ગયા છે, તેવામાં ઝભ્ભાલેંગાધારીઓ માત્રને માત્ર આવા કોવિદ કેર સેન્ટરોની ઉડતી મુલાકાતો લીધી હોવાના ફોટાઓ પડાવવામાં જ મસ્ત પડયા હોવાની સ્થિતી સર્જાતી જોવાઈ રહી છે. પ્રબુદ્ધુવર્ગ આ બાબતે આકરી ટીકા સાથે ગણગણાટ કરી રહ્યો છે કે, જરા સહેજ પણ લાજ શરમ બચી હોય તો હવે ખમૈયા કરો. કોરોનાની મહામારીમાં તો રાજકીય લીંબડજશ ખાટવાના નાટકો બંધ કરો. આ સમય સાચી સેવાનો છે. કોરોનાની મહામારીમાં લીલાશા હોય કે ગોપાલપુરી કે અન્ય કોઈ હોસ્પિટલ કે કોવિદકેરની મુલાત વખતે ઝભ્ભાલેગાધારીઓ દોડી જાય ત્યારે હવે સવાલો થવા પામી રહ્યા છે કે, મુલાકાત લઈને શુ કર્યુ? જયા બે-ચાર સાફ સુથરા બેડ ગોઠવેલા છે તેની આજુબાજુમાં ફોટા માત્ર પડાવીને સંતોષ માની રહ્યા છો. હકીકતમાં જે-તે કોવિદ કેરમાં શુ ખુટી રહ્યુ છે? શુ સુવિધાની જરૂરી છે? શેનો અભાવ છે? આ બબતે ત્યા જઈને પુછયુ છે ખરૂ? રજુઆતો આવી હોય તો સ્થળ પર જ તેની સામે વ્યવસ્થાઓ કરાવવાની તસ્દી લીધી છે ખરી? અરે એ બધુ તો પછીની વાત છે પણ જે કોવિદ કેરની મુલાકાતે જઈ રહ્યા છે ત્યા કોઈ દર્દીની મુલાકાત લીધી છે ખરી? હજુ સુધી કયો એવો રાજકારણી તસવીરમાં જોવા મળ્ય કે, જેણે પીપીઈ કીટ પહેરીને દર્દીના ખબર અંતરની પૂર્છા કરી હોય..! ગોપાલપુરી જેવી હોસ્પિટલોમાં દર્દીઓ ઓકિસજન માટે કણસે છે, બજારમાથી ઓકિસજન લાવી રહ્યા છે, ખુદ જ રીફીલ કરે છે અને ખુદ જ બદલાવવાતા હોવાની પણ રાવ સામે આવી રહી છે? જો નરી વાસ્તવિકતાઓ આ રહેલી હોય તો ઝભ્ભાલેંગાવાળાઓ આવી હોસ્પિટલોની મુલાકાતે શુ અગરબત્તી કરવા જાય છે..! નથી ડોકટર કે નથી સ્ટાફ? નથી ઈન્જેકશનો કે નથી ઓકસિજન. આ બધાની પરવા કરો ને..!પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, રાજકીય જગતને સંકલનના અભાવ દર્શાય છે. રાજકારણીઓ કોવિદ કેર સબંધિત માહીતીઓ માટે ઘટનાસ્થળે જાય છે. ફોટા પડાવી રાજી થઈ જાય છે. જરરીયાત શુ છે, તે તપાસ કરવી જોઈએ. પરંતુ સસ્તીપ્રસિદ્ધીમાંજ રાચી રહ્યા હોય તેમ વધુ લાગી રહ્યુ છે. હવે આ સસ્તીપ્રસિદ્ધીના નાટક બંધ થાય તો સારૂ છે. એકતરફ તેમની મુલાકાત બાદ કઈ ફળદાયી પરીણામો તો આવતા જ નથી બીજીતરફ ઝભ્ભાલેગાવાળાઓ દોડી જતા હોવાથી સ્થાનિકના અધિકારીઓ અને સ્ટાફવાળાઓને પણ નાછુટકે તેમની આગળ પાછળ થવાની ફરજ પડી જતી હોવાથી તેમના ચાલુ કામો અને સારવારની સેવાઓ પણ અટકી જતી હોવાની સ્થીતી સર્જાય છે.

રામબાગના વેન્ટીલેટર ખાનગી હોસ્પિટલને ફાળવી દયો : કોકના જીવ તો બચશે..!
ગાધીધામ : ઝભ્ભા લેગાધારીઓ માત્ર આંકડાઓની માયાજાળ દર્શાવી અને સેવાઓ શરૂ કરી દીધી હોવાના જ તાયફાઓમાં વ્યસ્ત જોવાઈ રહ્યા છે. પૂર્વ કચ્છની એકમાત્ર સરકારી રામબાગ હોસ્પિટલની હાલત ખસ્તા પડી છે, કોરોનાના દર્દીઓના બેડ ફુલ છે, લીમડાના ઝાળ નીચે દર્દીને સેવા કરવાની ફરજ પડી રહી છે, તેવા સમયે અહી વેન્ટીલેટર કુલ્લ ૧૦ સક્રીય હોવાના આંકડાઓ દેખાડાઈ રહ્યા છે. પાંચ અગાઉ ફાળવ્યા હતા જેમાથી બે ખાનગી હોસ્પિટલને ફાળવાયા, ત્રણ રામબાગમાં છે પરંતુ તે કેટલા સક્રીય છે, બંધ છે તો તેના કારણો શુ, કોઈએ તપાસવાની તસ્દી શુદ્ધા લીધી છે ખરી? તે વચ્ચે હવે વધુ પાંચ નવા વેન્ટીલેટર અહી ગત રોજ ફળવાઈ ગયા છે? પરંતુ આ તમામ શોભાના ગાઠીયા સમાન અવસ્થામાં જ પડયા છે ત્યારે આવા વેન્ટીલેટર માટેના નિષ્ણાંત તબીબની સેવા જો ન હોય તો આ વેન્ટીલેટર કોવિદ કેર ખાનગી હોસ્પિટલને વેળાસર સોપી દેવા જોઈએ. આમ કરવાથી વેન્ટીલેટર થકી દર્દીઓઓને સારવાર મળતી થશે તો સરકારી કે ખાનગી પણ દર્દીઓના જીવ તો બચતા થઈ શકશે..!