પૂર્વ કચ્છના કુખ્યાત બુટલેગર્સ સામે પાસા-હદપારનું શસ્ત્ર કેમ નથી ઉગામાતું? એસપીશ્રી કરે લાલઆંખ!

પશ્ચીમ કચ્છમાં પોલીસ વડા દ્વારા કાયદાને લલકારને તરત જ અપાય છે કડક શબક તો પછી પૂર્વ કચ્છમાં વારંવાર એકના એક બુટલેઘરનુ નામ દારૂના પ્રકરણોમાં આવ્યા છતા કેમ નથી પાસા તળે થતી કાર્યવાહી? એકાદ કિસ્સામાં પણ પાસા-હદપાર કરાય તો પણ બુટલેગર લોબીમાં આવે ફફડાટ?

કુખ્યાત અને વારંવાર પોલીસ ચોપડે દારૂના કેસમાં ચળકતા બુટલેગર સામે તો ગુજરાત સરકાર દ્વારા અમલી બનાવાયેલા નવા દારૂબંધીના કાયદા તળે જ કરવી જોઈએ કડકમા કડક કાર્યવાહી

ગાંધીધામ : ગુજરાત સરકાર દારૂબંધીની કડક અમલવારી માટે નીતનવા કડક કાયદાઓ લાવી રહી છે ત્યારે બીજીતરફ દારૂબંધીના લીરેલીરા કચ્છમાં ઉડતા હોય તેવી રીતે અહીથી મોટી માત્રામાં ભારતીય બનાવટનો વીદેશી દારૂ ઝડપાવવા પામી રહ્યો છે. દરમ્યાન જ તાજેતરમા અંજાર પોલીસ દ્વારા લાખોના દારૂની સાથેના મુદામાલને જડપી પાડવામા આવ્યો છે જેમા બુટલેગરોનુ નામ પણ બહાર આવવા પામી ગયુ છે. દરમ્યાન જ હવે જાણકારો દ્વારા કહેવાય છે કે પૂર્વ કચ્છમા દારૂની ખેપ બંધ કરવી હોય તો અહી બુટલેગરોની સામે કડક કાર્યવાહી કરવી જરૂરી છે. તેમા પણ જયા સુધી અહી બુટલેઘરની સામે પાસા અને હદપાર તળે કાર્યવાહી નહી કરવામા આવે ત્યા સુધી અહી દારૂની ખેપ આવતી અટકાવવી કપરી જ બની રહે તેમ છે.નોધનીય છે કે, એકના એક બુટલેગરનુ નામદારૂની હેરફેરમા સત્તાવાર રીતે પોલીસે ચોપડે ચડી રહ્યુ હોય તો તેની સામે પાસા તળે કડક કાર્યવાહી કરવી જ જોઈએ. આવા બુટલેગરને કચ્છથી પાંચ જિલ્લાની સરહદ પાર ફેકવામા કેમ વીલબ કરવામા આવી રહ્યો છે. પોલીસતંત્ર કેમ આવા બુટલેગરોની સામે પાસાની દરખાસ્ત તૈયાર નથી કરતુ? જો પોલીસ જ દરખાસ્ત તૈયાર કરી, મજબુત પુરાવાઓ જોડે તો વહીવટીતંત્રને આવા તત્વોને પાંચ જિલ્લા દુર ફેકતા કડકાઈ કરતી લાલઆંખ કરવામાં વધુ સરળતા રહે તેમ છે. પશ્ચીમ કચ્છમાં એસપીશ્રી કડક કાર્યવાહી કરી રહ્યા છે પરંતુ પૂર્વ કચ્છમાં પાસા અને હદપાર જેવી કાર્યવાહી કરે તેવી લોકઆશ હવે વધુ પ્રબળ બનતી જોવાઈ રહી છે.

  • અંજાર પીઆઈ રાણાનો સપાટો : ર૯ લાખના દારૂ સાથે ૪૪ લાખનો મુદામાલ ઝડપયો : બુટલેગરોમા ફફડાટ

મેઘપર (બો) વિસ્તારમાં દરોડો પાડી અંગ્રેજી દારૂ સહિત કુલ ૪૪,૯૦,૦૦૦નો મુદ્દમાલ હસ્તગત કરાયો

પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડાની સૂચના અને ના.પો. વડાના માર્ગદર્શન હેઠળ પડાયેલા દરોડામાં અંજાર પોલીસને મળેલ મોટી સફળતા : બુટલેગરોમાં ફેલાયો ફફટાટ

અંજાર : મહાપોલીસ નિરીક્ષક જે.આર.મોથલિયા તથા પોલીસ અધિક્ષક મયૂર પાટીલ તથા ના.પો. વડા ડી.એસ.વાઘેલા અંજાર વિભાગની સૂચના અને માર્ગદર્શન હેઠળ અંજાર પીઆઈ એમ.એન.રાણા સહિતના પોલીસ સ્ટાફે ગળપાદર હાઈપે પર રાત્રે વોચ ગોઠવી મેઘર (બો) રિલાયન્સ પેટ્રોલ પમ્પની પાછળ આવેલ બાવળની ઝાડીમાંથી માલના કટીંગની તૈયાર કરી રહેલા આરોપી શિવરાજસિંહ મદનસિંહ શેખાવત (બાગેશ્રી ફાર્મ) ટ્રક નં. આર.જે.૧૪-જીજે-૩૭૬૦ વાળીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ જુદા જુદા બ્રાન્ડની બોટલ નં.૭ર૦૦ તથા બિયરની બોટલ નં.૩૬૦૦ એમ કુલ રૂા.ર૯,૪૦,૦૦૦ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ ૪૪,૯૦,૦૦૦ મુદદામાલ ઝડપી પાડી સરાહનીય કામગીરી કરી હતી. દરોડાની કામગીરીમાં ના.પો. વડા શ્રી ડી.એસ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ શ્રી એમ.એન. રાણા તેમજ અંજાર પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયો હતો.