પૂનામાં ગમખ્વાર રોડ અકસ્માતમાં ૧૯નાં મોત : ૨૦ ઘાયલ

મુંબઈ : મહારાષ્ટ્રના પૂનાના સાતારા રોડ પર ભીષણ દૂર્ઘટનામાં ૧૯ લોકોના મોત અને ૨૦ લોકો ઘાયલ થયા છે. એક મળતા અહેવાલ મુજ આ દૂર્ઘટનામાં મરનારા બધા શ્રમિક હતા. આ શ્રમિકો કર્ણાટકથી ટ્રકમાં સવાર થઇને એમઆઇડીસી જઇ રહ્યાં હતા. સૂત્રોને મળતી જાણકારી મુજબ ખંબાટકી બોગદે પાસે ટ્રક પલટી જતા આ દૂર્ઘટના ઘટી છે.
દૂર્ઘટના બાદ ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જ્યારે મરનાર શ્રમિકોના મૃતદેહનો પોસ્ટમાર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.