પૂણેમાં આજે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વન-ડે

(જી.એન.એસ)પુણે,ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આવતીકાલથી વનડે સીરીઝની શરૂઆત થવાની છે. ભારતના પ્રવાસે આવેલી ઇંગ્લિશ ટીમે ભારતીય ટીમ સામે પહેલા ટેસ્ટ સીરીઝ અને બાદમાં ટી૨૦ સીરીઝ રમી હતી. જોકે, ઇંગ્લેન્ડની ટીમને ટીમ ઇન્ડિયાએ બન્ને સીરીઝોમાં માત આપીને પોતાનો દબદબો યથાવત રાખ્યો છે. ભારતીય ટીમે ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં ઇંગ્લેન્ડ પર ૩-૧થી જીત મેળવી હતી. જ્યારે પાંચ ટી-૨૦ સીરીઝમાં ટીમ ઇન્ડિયાએ ઇંગ્લિશ ટીમને ૩-૨થી માત આપીને સીરીઝ પર કબજો જમાવ્યો હતો. હવે આવતીકાલથી એટલે કે ૨૩ માર્ચથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ રમાવવાની છે. કોહલી એન્ડ કંપનીની નજર સિરીઝમાં તેમનું વિજેયી અભિયાન ચાલુ રાખવાનું રહેશ, ત્યારે ઇંગ્લેન્ડની ટીમ વિજેયી ટ્રેક પર પાછા ફરવા માટે મેદાનમાં ઉતરશે, કારણ કે આ દરમિયાન તેમની આઈસીસી રેન્કિંગ પણ દાવ પર રહેશે. જો આપણે પ્રથમ વનડે મેચ માટે બંને ટીમોના પ્લેઇંગ ઇલેવનની વાત કરીએ, તો પછી બંનેમાં મોટા ફેરફારની શક્યતા ખુબ ઓછી છે. બંને ટીમોમાં ફક્ત એક કે બે ફેરફાર જ થઈ શકે છે.
ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો ઓપનર કેએલ રાહુલ સિવાય દરેકના બેટ પરથી રન બનાવવામાં આવી રહ્યા છે. ઇંગ્લેન્ડ સામેની ચાર ટી-૨૦ મેચમાં તે માત્ર ૧૫ રન બનાવી શક્યો હતો. જો કે, છેલ્લી વનડેમાં તેણે ઓસ્ટ્રેલિયા સામે માત્ર શાનદાર ઇનિંગ્સ રમી હતી અને વિકેટકિપીંગમાં પણ સારી કામગીરી કરી હતી. ઓલરાઉન્ડર ક્રૃણાલ પંડ્યાને વનડે ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. વિજય હઝારે ટ્રોફી ટૂર્નામેન્ટમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ગોવા સામે ૭૧, ત્રિપુરા સામે અણનમ ૧૨૭, હૈદરાબાદ સામે ૫૫ અને છત્તીસગઢ સામે નોટઆઉટ ૧૩૩ રનની ઈનિંગ રમી હતી.ભારતીય વનડે ટીમઃ-વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ કેપ્ટન), શિખર ધવન, શુભમન ગીલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ (વિકેટકીપર), યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, કૃણાલ પંડ્યા, વૉશિંગટન સુંદર, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ણા, શાર્દૂલ ઠાકુર.ઇંગ્લેન્ડ વનડે ટીમઃ-ઇયોન મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જોફ્રા આર્ચર, જૉનાથન બેયરર્સ્ટો, સેમ બિલિંગ્સ, જોસ બટલર, સેમ કરણ, ટૉમ કરણ, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટૉન, ડેવિડ મલાન, આદિલ રશિદ, જેસન રૉય, બેન સ્ટૉક્સ, રીસી ટૉપલે, માર્ક વૂડ.