પૂણામાં બ્રિજ તોડવા મુદ્દે સ્થાનિકો-અધિકારીઓ આમને-સામને

ચોમાસા દરમિયાન સુરત શહેરમાં ખાડી પૂરનું સંકટ ટોળાતું રહે છે. લિંબાયત પર્વત પાટિયા પર્વત ગામ અને પુણા વિસ્તારમાં ખાડી પૂર દરમિયાન આસપાસના મકાનોમાં દૂષિત પાણી ભરાઇ જવાની ઘટના બનતી હોય છે. જેને પરિણામે ખાડીની આસપાસના વસાહતોમાં ૪થી ૬ ફૂટ જેટલા પાણી ભરાઇ જવાની સમસ્યા જોવા મળતી હોય છે. જેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા માધવબાગ સોસાયટી પાસે આવેલા ખાડી ઉપર બનાવેલા બ્રિજને તોડી નાખવાનો નિર્ણય લેવાયો છે. જેથી કોર્પોરેશનના અધિકારીઓને સ્થાનિક લોકો આમને સામને આવી ગયા છે અને મહિલાઓ રસ્તા પર ઉતરી આવી વિરોધ નોંધાવી રહી છે.સુરત કોર્પોરેશન દ્વારા માધવબાગ સોસાયટીની આગળ ખાડી પરનો બ્રિજ તોડવાનો નિર્ણય કરાતાં સ્થાનિક મહિલાઓ રસ્તા ઉપર ઉતરી આવી હતી. પુણાગામ વિસ્તારમાં ખાડી ઓળંગવા માટે આ એકમાત્ર બ્રિજ હોવાથી તેમણે બ્રિજ તોડવાની લઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.મોટી સંખ્યામાં મહિલાઓ કોર્પોરેશનની કામગીરીને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.