પુલપાટીયા પાસે થયેલ મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો

ભુજ : શહેરની ભાગોળે પુલપાટીયા નજીક સંજાટનગરમાં આવેલ રામદેવપીર મંદિરમાંથી થયેલ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી લીધો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ૧૦/૧૦/૧૭ના રાત્રીના ૮ઃ૩૦થી ૧૧/૧૦/૧૭ના સવારના પઃ૩૦ના અરસામાં રામદેવપીર મંદિરના દરવાજાને ધક્કો મારી પંદર હજાર રોકડ રહેલ દાનપેટીની ચોરી થતા શકદાર તરીકે રસીદ શકુર સુમરા (રહે. સંજાટનગર)નું નામ ફરિયાદમાં નોંધાવ્યું હતું. બી ડિવીઝન પીઆઈ વી.કે. ખાંટના માર્ગદર્શન હેઠળ આરોપી રસીદ સુમરાને પકડી પાડી પૂછપરછ હાથ ધરી હતી. આરોપીને રિમાન્ડ ઉપર લઈ પૂછતાછ કરતા તેણે દાનપેટી કાઢી આપતા પોલીસે રોકડ રકમ કબજે કરી લીધો હતો. ચોરીનો ભેદ ઉકેલી કાઢવાની કામગીરીમાં પીઆઈ વી.કે. ખાંટની સૂચનાથી સ્ટાફના પંકજ કુશવાહ, હરીશચંદ્રસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, રઝાકભાઈ કૈડા, ફલજીભાઈ મુંજી વિગેરે જોડાયા હતા.