પુર્વ કચ્છમાં માર્ગ અકસ્માતમાં પાંંચના મોત થતા પોલીસ ફરિયાદ

0
121

ગાંધીધામ : શહેરના એ. વી. જાેષી પુલીયા ઉપરથી પસાર થઈ રહેલી કારમાં રોંગસાઈડમાં આવતી એકટીવા ધડાકાભેર ટકરાઈ હતી. કાર ચાલક નિરવભાઈ જયંતીલાલ પટેલ (રહે. અંબીકા ટાઉનશીપ)વાળાએ લાલ કલરની એકટીવા ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી પોતાની કારથી જઈ રહ્યા હતા ત્યારે એકટીવા ચાલકે રોંગ સાઈડમાં ધડાકાભેર ભટકાવી હતી, જેમાં ચાલક અને તેની સાથે અન્ય એક યુવકનું મોત નિપજયું હતું.
બીજી તરફ, ગાંધીધામથી ભચાઉના માર્ગે ગત ૨૦મી તારીખે રાત્રે સાડા નવ વાગ્યાના થયેલા અરસામાં ટ્રક ચાલક સામે ફોજદારી નોંધાઈ છે. એ ડિવિઝન પોલીસ મથકે મુકેશભાઈ ભગવાન પ્રસાદ હલવાઈ (ઉં.વ. ૨૦, રહે. મૂળ બિહાર હાલે વરસામેડી) વાળાએ ટ્રક નંબર જીજે ૧ર ઝેડ ૧૫૮૯ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. ટ્રકના ચાલકે બેદરકારી અને પૂર ઝડપે ટ્રક ચલાવી ફરિયાદીના ભાઈ વિકાસ હલવાઈ તથા માતા સુનિતાબેન પોતાની મોટરસાયકલ થી જઈ રહ્યા હતા ત્યારે ટક્કર મારી હતી. ફરિયાદીના માતા રોડ પર થી ફંગોળાઈ જતા ટ્રકનું વીલ તેમના શરીર પર ફરી વળ્યું હતું તેમજ ભાઈને માથા અને પગના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી અકસ્માત સર્જી ટ્રક ચાલક વાહનને રોડની સાઈડમાં મુકી નાસી ગયો હતો.
સામખીયાળી નેશનલ હાઈવે ૃપર રવિવારે રાત્રે ૯ઃ૦૦ વાગ્યાના અરસામાં કોઈ અજાણ વાહન ચાલે કે ટક્કર મારી એક શખ્સને ગંભીર ઈજાઓ પહોંચાડતા મોત નીપજ્યું હતું. ભચાઉ પોલીસ મથકે થી પ્રાપ્ત વિગતો મુજબ વાગડ વેલ્ફેર હોસ્પિટલથી આગળ સામખયાળી હાઈવે પર મનુભાઈ કનુભાઈ પટેલ (રહે. રાધનપુર)વાળાના ભાઈ દિપકભાઈ જઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહના ચાલકે ટક્કર મારી નાસી છૂટ્યો હતો. દીપકભાઈને શરીરના ભાગે ગંભીજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું.
મીઠીરોહર માર્ગ પર એ.સી.ટી. ગોડાઉન પાસે રપમીએ રાત્રે એક વાગ્યાના અરસામાં મોટર સાઈકલથી જઈ રહેલા બે યુવકનું અકસ્માત થયો હતો. ચંદ્રદીપ બન્ટીભાઈ અવતારકિશન શર્મા (ઉ.વ.૪૯, રહે. ભારતનગર)વાળાએ નોંધાવેલી ફરિયાદ મુજબ બાઈક નંબર જીજે ૧ર બીએમ ૮૬૬૩ના ચાલક સુરજકુમાર પપ્પુસીંગ બાઈકને પુરઝડપે અને બેદરકારી રીતે ચલાવી રહ્યો હતો, તેની સાથે રહેલા સાહેદ મીથુનને શરીરને ફેકચર સહિતની ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવ્યું હતું.
ગાંધીધામ બી ડિવિજન પોલીસ મથકે પ્રાપ્ત વિગતો મુજબ મીઠીરોહર સર્વીસ રોડ પર ગત રપમીના રાત્રીના સાડા દસ વાગ્યાના અરસામાં અનીલકુમાર શ્રીકાંત ઝા (રહે. ભવાની ટીમ્બર મીઠીરોહર)વાળાએ લ્યુના ચાલક અજયકુમાર લતારામ મોહાર સામે ફરિયાદ નોંધાવી હતી. અજયકુમાર પોતાની લ્યુના બેદરકારી રીતે ચલાવી ડીવાઈડર સાથે લ્યુના ભટકાવી પોતાના શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડવી મોત નિપજાવ્યું હતું.