પી.ટી. ઉષાના કોચ ઓ.એમ. નામ્બિયારનું અવસાન

(જી.એન.એસ.) કોઝિકોદે, ભારતની લેજન્ડરી એથ્લીટ પી.ટી. ઉષાના કોચ તરીકે જાણીતા બનેલા ઓ.એમ. નામ્બિયારનું ૮૯ વર્ષની વયે અવસાન થયું છે. ભારતીય એથ્લેટિક્સમાં આદરપાત્ર સ્થાન ધરાવતા ઓ.એમ. નામ્બિયારને દ્રોણાચાર્ય એવોર્ડ તેમજ પદ્મશ્રી એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.પી.ટી. ઉષાની સાથે સાથે તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને ગૌરવ અપાવનારા એથ્લીટ્‌સને પણ તૈયાર કર્યા હતા. ચાર વખત ઓલિમ્પિકમાં ભાગ લેનારી એશિયન ચેમ્પિયન એથ્લીટ શાઈની વિલ્સનની સાથે સાથે વંદના રાવ પણ તેમના માર્ગદર્શનમાં તૈયાર થઈ હતી. કેરફ્રના કોન્નુરમાં જન્મેલા ઓ.એમ. નામ્બિયાર કોઝિકોદેની ગુરવાયુરાપ્પન કોલેજમાં અભ્યાસ કર્યો હતો. તેઓ કોલેજ કાફ્રમાં ચેમ્પિયન એથ્લીટ હતા.તેમને કોલેજના આચાર્યએ સેનામાં જોડાઈને કારકિર્દી આગફ્ર વધારવાની સલાહ આપી હતી. તેઓએ ભારતીય સૈન્યમાં ૧૫ વર્ષ સેવા આપી હતી અને ૧૯૭૦માં તેઓ નિવૃત્ત થયા હતા. તેઓ ૧૯૬૮માં એન.આઇ.એસ. પટિયાલામાંથી કોચિંગનો ડિપ્લોમા મેફ્રવ્યા બાદ તેઓ ૧૯૭૧માં કેરફ્રની સ્પોર્ટસ કાઉન્સીલમાં જોડાયા હતા. પી.ટી. ઉષા અગાઉ ૧૦૦, ૨૦૦ અને ૪૦૦ મીટરની રેસમાં ભાગ લેતી હતી. તેને ૧૯૮૪માં ૪૦૦ મીટરની હર્ડલ્સ રેસ માટે નામ્બિયાર સરે જ તૈયાર કરી હતી. ઈ.સ. ૧૯૮૬ની એશિયન ગેમ્સમાં ૨૦૦, ૪૦૦, ૪૦૦ મીટર હર્ડલ્સ અને ૪ બાય ૪૦૦ મીટરની રિલેમાં પી.ટી. ઉષાએ ગોલ્ડ મેડલ જીત્યા ત્યારે પણ તેના કોચ તરીકે નામ્બિયાર જ હતા. તેમના નિધન પર પી.ટી. ઉષા સહિતના એથ્લીટ્‌સે તેમજ ભારતીય એથ્લેટિક્સ સંઘે સોશિયલ મીડિયામાં તેમને શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા.