પી.ચિંદમ્બરમે જમ્મુ-કાશ્મીર મુદ્દે કહ્યું, મોનસૂન સત્રમાં “વાંધાજનક કાયદાઓ” ને રદ કરો

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,૨૪ જૂને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જમ્મુ-કાશ્મીરનાં રાજકીય પક્ષોની બેઠક બોલાવવામાં આવી હતી. જેના પર વિપક્ષનાં નિવેદનો આવવાનું શરૂ થયું છે. દરમ્યાન, કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરતા કહ્યુ કે, સંસદનાં આગામી મોનસૂન સત્રમાં “વાંધાજનક કાયદાઓ” ને રદ કરી, ત્યા પૂર્વની યથાસ્થિતિ સ્થાપિત કરવામાં આવે. તેમણે કહ્યુ કે, જમ્મુ-કાશ્મીરને એક રાજ્યનાં બંધારણ હેઠળ બનાવવામાં આવ્યુ હતુ.પૂર્વ ગૃહમંત્રીએ વડા પ્રધાન દ્વારા બોલાવાયેલી રાજકીય પક્ષોની બેઠકની પૂર્વે કેન્દ્ર સરકાર સમક્ષ આ માંગ કરી છે. તેમણે ટિ્‌વટ કર્યું, “કોંગ્રેસ પાર્ટીનું વલણ જે કાલે હતુ તેને પુનરોચ્ચાર કરવામાં આવી રહ્યુ છે કે જમ્મુ અને કાશ્મીરનું સંપૂર્ણ રાજ્યત્વ ફરીથી સ્થાપિત થવું જોઈએ. આમાં કોઈ શંકા કે અસ્પષ્ટતા હોવી જોઈએ નહીં. ચિદમ્બરમે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીર રાજ્યનાં બંધારણ હેઠળ બનાવવામાં આવ્યુ હતુ, જેને સંસદનાં કાયદા દ્વારા ખોટી અર્થઘટન અને બંધારણની જોગવાઈઓનાં દુરૂપયોગ દ્વારા બદલી શકાય નહી. તેમણે કહ્યુ, “કૃપા કરીને યાદ રાખો કે જમ્મુ-કાશ્મીરનાં વિભાજનને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે અને આ મામલો લગભગ બે વર્ષથી વિલંબિત છે. મોનસૂન સત્રમાં સંસદે વાંધાજનક કાયદાઓને રદ કરીને જમ્મુ અને કાશ્મીરમાં સ્થિરતાને ફરીથી સ્થાપિત કરવી જોઈએ.પૂર્વ ગૃહ મંત્રીનાં જણાવ્યા મુજબ, કાશ્મીર મુદ્દાનાં રાજકીય સમાધાન માટે પ્રારંભિક રેખા દોરવાનો આ એકમાત્ર રસ્તો છે. ચિદમ્બરમે કહ્યું હતું કે, “જમ્મુ-કાશ્મીર એક ‘રાજ્ય’ હતું જેણે જોડાણનાં એક દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા અને ભારતમાં જોડાયુ. તેને હંમેશા માટે તે સ્થિતિમાં રહેવું જોઈએ. જમ્મુ-કાશ્મીર એ ‘સ્થાવર મિલકત’ નો ભાગ નથી. જમ્મુ-કાશ્મીરનાં લોકોનાં અધિકારો અને ઇચ્છાઓને માન આપવું જોઈએ.”