પીજીવીસીએલ અંજાર વર્તુળમાં આગામી 26થી 29 દરમિયાન એપ્રેન્ટિસ લાઈનમેનની ભરતી

પીજીવીસીએલ,અંજાર વર્તુળ કચેરી હેઠળ અગાઉ તા.૨૬,૨૭,૨૮ અને ૨૯ એપ્રીલ-૨૦૨૧ ના રોજ એપ્રેન્ટીસ લાઇનમેન ની ભરતી પ્રક્રિયા સબબ પોલ ટેસ્ટ માટેનુ આયોજન કરવામાં આવેલ હતુ જે કોરાના વાયરસની તે સમયની પરિસ્થીતીના કારણે મોકુફ રાખવામાં આવેલ હતી. જે હવે આગામી તા. ૩૦ જુન-૨૦૨૧ થી તા.૦૩-જુલાઇ-૨૦૨૧ ના રોજ એપ્રેન્ટીસ લાઇનમેન ની ભરતી પ્રક્રિયા સબબ પોલ ટેસ્ટ માટેનુ આયોજન કરવામાં આવેલ છે જેમા રોજગાર કચેરી દ્વારા આપવામાં આવેલ યાદી અનુસાર સંબધીત ઉમેદવારોને ઇન્ટરવ્યુ કોલ મોકલવામાં આવેલ છે તેમછતા પણ કોઇ ઉમેદવાર ને ઇન્ટરવ્યુ કોલ મળેલ ન હોયતો તેવા ઉમેદવારોએ પીજીવીસીએલ,અંજાર વર્તુળ કચેરીમાંથી મેળવી લેવાના રહેશે તેમજ  હાલ કોરાના વાયરસ ની પરિસ્થીતીને ધ્યાને લઇ દરેક ઉમેદવારો એ માસ્ક પહેરવુ તેમજ સોશ્યલ ડીસ્ટન્ટ રાખવુ ફરીજીયાત રહેશે તેમજ વાંરવાર સેનેટાઇઝર નો પણ ઉપયોગ કરવાનો રહેશે.